એક ગરીબ બાળક એક ભોજનાલયની બહાર ઉભો હતો. તેણે જોયું કે, ભોજનાલયની બહાર ઘણી ભીડ છે. તે ભોજનાલયમાં ઓછા પૈસામાં ખૂબ સારું ખાવાનું મળી રહ્યું હતું, તેના લીધે ભોજનાલયની બહાર લાંબી લાઈન લાગેલ હતી. બાળકને વધારે ભૂખ લાગી હતી તો તે લાઈનમાં ઉભો રહેવાને બદલે સીધો ભોજનાલયની અંદર જતો રહ્યો.
ગરીબ બાળક હોવાના કારણે ભોજનાલયના વેટરો તેને કશું બોલ્યા નહિ. બાળક અંદર તો જતો રહ્યો પણ તેને બેસવા માટે જોઈ જગ્યા મળી નહીં, એટલે તે એક ખૂણામાં બેસી ગયો. ભોજનાલયમાં આવેલા ઉચ્ચ શ્રેણીના લોકોએ તેને જોયો પણ કાંઈ બોલ્યા નહિ. પણ મધ્યમ વર્ગના લોકો તે બાળક વિષે અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગ્યા કે “કેવો બાળક છે? જબરજસ્તી ઘૂસી ગયો.” કોઈ બોલ્યું “ટેબલ ખાલી થવાની પણ રાહ જોઈ શકતો નથી.”
થોડા સમયમાં ત્યાં એક મહિલા વેટર આવી અને બાળકને પૂછ્યું શું ખાવું છે?
બાળકે પૂછ્યું, દાણ-ભાત, શાક રોટલીની એક પ્લેટ કેટલાની છે?
તે મહિલા વેતરે જવાબ આપ્યો 100 ની પણ છે અને 150 ની પણ છે.
બાળકે કહ્યું, 70 રૂપિયામાં કોઈ નથી.
મહિલા વેટરે જવાબ આપ્યો 70 ની પણ છે.
બાળકે 70 રૂપિયાની પ્લેટ મંગાવી અને ખૂબ મજાથી ખાવા લાગ્યો. જ્યારે તે જમીને બહાર જઈ રહ્યો હતો ત્યારે બિલમાં 100 રૂપિયા મૂકીને જતો રહ્યો.
જ્યારે તે મહિલા વેટરે બિલના પૈસા જોયા તો 100 રૂપિયા હતા. તેમાંથી 70 ભોજનની થાળીના અને બાકીના 30 રૂપિયા ટીપ હતી. મહિલા સમજી ગઈ કે, તેણે જાણી જોઇને 70 રૂપિયાની થાળી મંગાવી જેથી 30 રૂપિયાની મદદ ભોજનાલયને મળે.
તે મહિલા વેટર વિચારવા લાગી કે, આટલો નાનો બાળક આટલા સારા વિચાર કેવી રીતે રાખી શકે. કેવા હશે તેના સંસ્કાર. ગરીબ બાળકના આ કામના કારણે ભોજનાલયે ત્યારબાદ તે બાળકને દરરોજ મફત ભોજન આપવાનું નક્કી કર્યું.
મિત્રો આપણે પોતાના જીવનમાં બીજા વિષે કેમ નથી વિચારતા? જ્યારે આપણે બીજા વિષે વિચારીશું તો આપણને તેના બદલામાં સારા પરિણામ મળશે.