ગરીબ વ્યક્તિએ શ્રીમંત બનવાનું લક્ષ્ય નક્કી કર્યું, પણ તેની એક ભૂલ તેને ભારે પડી, જાણો તે કઈ ભૂલ હતી.

0
366

પહેલાના સમયમાં એક વ્યક્તિ પોતાની ગરીબીથી ઘણો દુઃખી હતો. એક દિવસ તેને એક શ્રીમંત શેઠ દેખાયા. શેઠને જોઈને ગરીબ વ્યક્તિએ વિચાર્યું કે, મારે પણ તેની જેમ જ ધનવાન બનવું જોઈએ. ધનવાન બન્યા પછી જ મને સુખ મળશે.

ગરીબ વ્યક્તિ પૈસા કમાવા માટે સખત મહેનત કરવા લાગ્યો. થોડા સમયમાં તેણે ઘણું ધન પણ કમાઈ લીધું, પણ તે ધનવાન બનવા માટે પુરતું ન હતું. તેનું મન ફરી દુઃખી થઇ ગયું. ત્યારે તે વ્યક્તિની મુલાકાત એક વિદ્વાન સાથે થઇ.

વિદ્વાન સાથે વાત કરવાથી તે વ્યક્તિને સમજાઈ ગયું કે ધન તો મોહ માયા છે, સાચું સુખ તો જ્ઞાની બનવામાં છે. એવું વિચારીને તેણે જ્ઞાની બનવાનું લક્ષ્ય નક્કી કર્યું. હવે તે રોજ ઘણા પ્રકારના પુસ્તકો વાંચવા લાગ્યો. ઘણા સમય સુધી અભ્યાસ કર્યા પછી તેનું મન તે કામમાંથી પણ દુર થવા લાગ્યું હતું.

ત્યારે તેની મુલાકાત એક સંગીતજ્ઞ સાથે થઇ તો તેને લાગ્યું કે મારે પણ સંગીતકાર જ બનવું જોઈએ. એવું વિચારીને તેણે સંગીત વિદ્યા શીખવાનુ નક્કી કરી લીધું. થોડા સમય પછી તેનું મન સંગીત માંથી પણ દુર થવા લાગ્યું હતું, ત્યારે તેની મુલાકાત સંત સાથે થઇ.

તે વ્યક્તિએ સંતને પોતાની સંપૂર્ણ સ્ટોરી સંભળાવી દીધી. સંતે તેને કહ્યું કે, જો તું કોઈ એક લક્ષ્ય ઉપર ટકી રહે, માત્ર ત્યારે જ તને સફળતા મળી શકે છે. તું વારંવાર તારા લક્ષ્યને બદલી રહ્યો છે, કોઈ એક લક્ષ્ય ઉપર સંપૂર્ણ રીતે મન નથી લગાવી શકતો.

આપણી આસપાસ આકર્ષણની ઘણી વસ્તુ છે, તેથી સમયે સમયે આપણું મન નવી વસ્તુ તરફ આકર્ષિત થઇ જાય છે, તે કારણે જ આપણે લક્ષ્ય સુધી પહોંચી નથી શકતા. કાંઈક બનવા માંગો છો તો કોઈ એક લક્ષ્ય નક્કી કરો અને તેને પૂરું કરવા માટે ઈમાનદારીથી પ્રયત્નો કરવાનું શરુ કરી દો અને કોઈ બીજી વાત તરફ આકર્ષિત થવાથી દુર રહેવું જોઈએ, માત્ર ત્યારે જ સફળતા મળી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.