‘પ્રભાત ફેરી’ – આપણા દેશની તે મૂલ્યવાન પરંપરા જે ભુલાઈ રહી છે, આ પરંપરા ફરી શરુ કરવાની ખુબ જરૂર છે

0
265

‘નગર સંકીર્તન’ અથવા તો ‘પ્રભાત ફેરી’ આપણા દેશની એક વર્ષો જૂની પ્રથા છે, જેમાં ભક્તો ભક્તિ ગીતો ગાતાં ગાતાં વહેલી સવારે ગામની શેરીઓમાં ફરે છે. પરંતુ સમય જતાં, આ પ્રથા આપણા દેશની અન્ય ઘણી મૂલ્યવાન પરંપરાઓની જેમ ખોવાઈ ગઈ.

રઘુલીલા સ્કૂલ ઓફ મ્યુઝિક દ્વારા લગભગ 3 વર્ષ પહેલાં આ ભૂલાયેલી નગર સંકિર્તનની પ્રથા ફરીથી શરૂ કરવામાં આવી, જેનો હેતુ વિદ્યાર્થીઓને ગીતો શીખવા મળે તે પણ હતો. તેની શરૂઆત જાન્યુઆરી 2018 માં કરવામાં આવી હતી.

રઘુલીલા સ્કૂલ ઓફ મ્યુઝિક (RLSM) કર્ણાટકના મૈસુરુમાં આવેલી છે. તેની શરૂઆત 2003 માં એક જાણીતી ગાયિકા અને સંગીતકાર ડો.સુનિતા ચંદ્રકુમારે કરી હતી. તેમણે તેના ગુરુઓને શ્રદ્ધાંજલિ આપવા આ શાળા શરુ કરી હતી.

શાળા તેના વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવવા માટે ત્રિમાસિક અને વાર્ષિક કાર્યક્રમોનું આયોજન કરે છે. શાળામાં ૧૦ થી ૬૦ વર્ષની વયના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ છે. શાળાના ઘણા વિદ્યાર્થીઓ સંગીતક્ષેત્રમાં વ્યાવસાયિક રીતે આગળ વધ્યા છે, પુરસ્કારો જીત્યા છે અને પોતાના મ્યુઝિક આલ્બમ્સ પણ બહાર પાડ્યા છે.

દક્ષિણ ભારતના નાનકડા ગામનું નગર સંકિર્તન ગયે વર્ષે પ્રસિદ્ધિમાં આવ્યું જ્યારે તેને પ્રસ્તુત કરતો લાઈવ વિડિયો ફેસબુક, ટ્વીટર તથા સોશ્યલ મીડિયા પર રજૂ થયો અને વાયરલ થઈ ગયો. દુનિયાભરમાં પ્રથમ દિવસે જ ૨૦ મીલિયન (૨ કરોડ) વાર જોવાયો.

– હરીશ મોઢા

જુઓ વિડીયો :