‘પ્રભુ થઈ નથી રે પુજાવુ’ વાંચો ભક્ત ગોરા કુંભારની અદ્દભુત રચના.

0
683

પ્રભુ થઈ નથી રે પુજાવુ ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું

ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પુજાવુ….

ઘાટ ઘળનારા તમે ત્રોફોમા ટાંકણે, પ્રભુ થઈ નથી રે પુજાવુ

જશોદા નુ હેત અને ગોપીઓ વિણ એકલો અહીં અકડાવું

ફુલડા ની માળ માં ખટકે છે કાંટા અને દિવડાની ઝાળે દજાવું

પ્રભુ થઈ નથી રે….. ઘડવૈયા મારે….

જાવાદ્યો જટ મને જમના કિનારે જઈ વ્રજમાં હું વાંસળી બજાવું.

રમવું છે રાસ મારે કુંજની ગલીઓમાં પાખંડે નથી રે પુજાવુ

ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું… પ્રભુ થઈ….

સોનાના થાળ અને ૫૬ પકવાન આ ભક્તો ને મૂકી કેમ ખાવું

ભોળુડા માનવોની ઝુપડીયે જય છાશ ને હવે રોટલો હું ખાવું

રે ઘડવૈયા મારે…. પ્રભુ થઈ નથી રે પૂજાવું

ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું….

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું

પ્રભુ થઈ નથી રે પુજાવુ…. ઘડવૈયા મારે…. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે…. પ્રભુ થઈ નથી રે પુજાવુ

– ભક્ત ગોરા કુંભાર

સાભાર લાલજી રમતાજોગી (અમર કથાઓ ગ્રુપ)