પ્રાચીન ઇતિહાસ ભાગ – 1 : જાણો બ્રહ્માજી મારફતે કઈ રીતે થઈ અલગ અલગ વંશની ઉત્પત્તિ.

0
997

ક્ષીર સમુદ્રમાં શેષ શૈયામાં પોઢેલા શ્રી આદિનારાયણ ભગવાનને શ્રુષ્ટિ રચવા ઇચ્છા થઈ, એટલે નાભી કમળમાંથી શ્રી બ્રહ્માજી ઉત્પન થયા.

બ્રહ્માજીના દશ દિકરા થયા.

(૧) મરીચ

(૨) અત્રી

(૩) અંગીરા

(૪) પુલસત્ય

(૫) પુલહ

(૬) કૃતુ

(૭) ભગુ

(૮) વષીષ્ઠ

(૯) દક્ષ

(૧૦) નારદજી

કાસપ ઋષિના પુત્રી અનસુયાના અત્રી ઋષિ સાથે શુભ લગ્ન થયા. આ મહાન દંપતિના આશ્રમમાં સતિ અનસુયાના કુક્ષે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશા
અવતારી ચંદ્ર, દત્તાત્રેય અને દુર્વાષા ત્રણેય પુત્ર થયા.

દક્ષ પ્રજાપતિના ૨૭ દિકરીઓ સાથે ચંદ્રના લગ્ન થયા. અને સૌરાષ્ટ્ર દેશમાં સમુદ્રના કિનારે ત્રિવેણી સંગમ પાસે શ્રી સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરી આ ચંદ્ર ભગવાનથી જે વંશ ચાલ્યો તે ચંદ્ર વંશી.

ચંદ્ર વંશી રાજા પુરૂરવાના છ દિકરા હતા. તેમાં ચોથા દિકરાનું નામ રેહ હતું. રેહની ચૌદમી પેઢીએ હારીત થયા. તેમણે આઠ ભાઇઓ સાથે ધર્મ ઉપદેશ કર્યો. જેથી કૌશિક ગોત્ર બ્રાહ્મણોમાં શરૂ થયું.

પુરૂરવાના આયુ થયા. તેમાં તાતાર થયા. આ તાતારને આય (હય) અને જીલકશ નામે દિકરા થયા.

જીલકશના યુ નામે પુત્ર હતા. તે ચીનમાં ગયા. અને આચની નવમી પેઢીએ કાઇથન અને નાગાશ વંશ તાર્તરીમાં છે. આ નાગવંશ નો તક્ષવંશ થયો.

આયુના પુત્ર નહુશ થયા. નહુશના ય યાતિ પુત્ર થયા. યયાતિ પુત્ર ચંદુ થયા. ત્યાંથી યદુવંશ ચાલ્યો.

શ્રી આદિનારાયણથી ૫૮ મી પેઢીએ અને ચંદ્રથી ૫૬મી પેઢીએ મહાન ભાગ્યશાળી પિતા વાસુદેવ અને માતા દેવકીજીના ઉદ્દે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. શ્રી કૃષ્ણ ભગવાને મથુરા તથા દ્વારકામાં રાજ કર્યું.

આદિનારાયણથી ૧૩૯ મી પેઢીએ રાજા દેવેનદ્ર થયા. તેમણે મિસર દેશમાં સોણીતપુર નગરીમાં રાજ કર્યું. તેમના મહાન પ્રતાપી ચાર કુમારો થયા.

(૧) અસપત ( અસપત પરથી ઇજિપ્ત દેશનું નામ પડ્યું.)

(૨) ગજપત

(૩) નરપત

(૪) ભુપત.

અસપતના વંશમાં ચગદાશમા થયા.

નબી મહંમદ પયગંબરના સમયમાં ગજપતના વંશમાં ચુડાસમા રાજપુતો થયા. તેમણે વંથલી અને જુનાગઢમાં રાજ કર્યું.

તેમાં પેટા શાખાઓ આરીયા, બારીયા, મજેઠીયા, સરવૈયા, લાઠીયા, ખોરાસીયા, રાયજાદા વિગેરે છે.

ત્રીજા નરપતજીના વંશમાં ગણી શાખાઓ છે.

નરપતજી પોતે બાહુ બળીયા અજાન બાહુ (ગોઠણથી નીચે હાથ પહોંચે) અને લડવૈયા હતા.

બંને હાથે તર વારથી લડતા. જેથી ઇરાનના બાદશાહે “જામ” ની પદવી આપી તેમણે ગીજનીના ફિરોઝશાહ બાદશાહને હરાવી ગીજનીમાં ગાદી સ્થાપી.

જામનરપતજીના કુંવર શામપતજી થયા. ચોથા ભુપતજીએ મારવાડમાં જેસલ મેરમાં ગાદી સ્થાપી તેના વંશજો ભાટી રાજપુત કહેવાય છે.

જામ શામતજી (જામ શમો) ના જામ જેહાજી થયા. તેમણે કીંઝરગઢમાં રાજ કર્યું. ૧૪૫ પેઢીએ જામ રાહુજી થયા.

ક્રમશ : ભાગ – 2 જલ્દી જ રજુ કરવામાં આવશે.

– સાભાર દીપિકા રાષ્ટ્રવાદી (અમર કથાઓ ગ્રુપ)