પ્રાચીન ઇતિહાસ ભાગ – 2 : ચંદ્રકુંવરબા ભેંસની મોટી પાડીને એક હાથે ઉપાડી મેડી પર ચડી જતા હતા, જાણો ઇતિહાસની વાતો.

0
852

પ્રાચીન ઇતિહાસ ભાગ – 1 તમને અમારા પેજ વાંચવા પર મળી જશે.

જામ રાહુજી થી શરૂ

જામ રાહુજી એ કાબુલના બાદશાહ સાથે લ ડાઇકરી. અને 149 મી પેઢીએ સીંધ દેશમાં સમયનગરમાં મહાન પરાક્રમી જામ લાખોજી (ઘુરારા) થયા.

તેમના પહેલા લગ્ન કચ્છમાં પાટગઢના વાઘમ ચાવડા (વિરમદેવજી) ના બહેન સાથે થયા હતા. આ રાણીના પેટે ચાર કુંવર જન્મયા.

1) મોટા મોડજી,

2) સાંધજી,

3) વેરાજી

4) ઓઢાજી

આ ચારેય ભાઇઓ ચાવડાના ભાણેજ હતા.

જામ લાખાજીના બીજા લગ્ન ખેડગઢના ગોહિલ રાજા ચંદ્રસિંહજીના કુંવરી ચંદ્રકુંવરબા (ગોડબા) સાથે હતા. (લાખાજી સાથે લગ્ન કયી રીતે થયા એની વાત) : ચંદ્રકુંવરબા ભેંસ ની મોટી પાડી ને એક હાથે ઉપાડી મેડી પર ચડી જતા એટલા શકિતશાળી હતા. બહુ મોટી ઉંમરના થયા છતાં પોતાના શુભ લગ્ન કરવામાં સહમત થયા નહિ અને પોતાના માતાશ્રી ને કહ્યું કે, મારા બાપુજીને કહેજો કે મને પુછયાં વગર મારૂં વેવિશાળ કરશો નહિં. આ વાત જાણ્યા બાદ મારવાડમાં ખેડગઢ માં મહારાજા ચંદ્રસિંહજી ગોહિલે દિકરીને કહ્યું કે, બેટા તમારૂં વેવિશાળ તમે કહેશો ત્યાં જ કરીશ.

મહારાજા ચન્દ્રસિંહજી ગોહિલ માઢમેડીમાં નિત નિયમ મુજબ કચેરીમાં બિરાજેલા ત્યાં એક પરદેશી કવિ એ પધરામણા કર્યા અને એ કવિ એ મહારાજ ને આર્શીવાદ પણ આપ્યા.

કવિ કચ્છ- સિંધ પ્રદેશ જાણકાર હોવાના કારણે મહારાજા ચંદ્રસિંહજી એ કવિરાજ સમક્ષ જાડેજા નો ઇતિહાસ જાણવાની ઈચ્છા વ્યકત કરી. ત્યારે કવિ જામ લાખા ઘુરારા નું વર્ણન કરતા કહે છે. “નવલખી સંધળી ( સિંધ ) નો રાજા કવિઓ સાથે વીરતા ની વાતો કરી મોજ કરે છે, એના દેશ માં દુકાળ પગ નથી નાખતો, અને મહાપરાક્રમી કર્ણ જેવાં એના દાતારી ના ગુણ એના માં છે.”

જામ અતિ શક્તિશાળી અંશ મહાપરાક્રમી છે અને દરોજ પોતાના ઘોડા સાથે ફરવા જાય ત્યારે પોતાના પગ બે પગ માં ઘોડા ને દબાવી અંશ હાથ થી વડ ની વડવાઈ પકડી ને 3 હિંચકા ખાય છે. આવી અનેક વીરરસ ની વાતો ડાયરો માં કવિરાજ પીરસતા જાય છે, ડાયરો હાકલા પડકારા કરતો કસુંબા કરતો જાય છે અને વાહ કવિરાજ, વાહ કવિરાજ ના ઉદગારો કરતા જાય છે.

જ્યારે ડાયરો ચાલી રહ્યો હતો ત્યારે કુંવરીબા ચંદ્રકુંવરીબા ડાયરા ની વીરરસ ની વાતો દુર થી સાંભળી રહયા હતા. ત્યારે એમના ભાભીમાં એ એમને જમવા માટે બોલાવ્યા, ઘણા સાદ દીધા પણ કુંવરીબા વિચારે ચડેલા હોવાથી ધ્યાન માં આવ્યું નહી. જ્યારે કુંવરીબા જમવા ગયા ત્યારે ભાભી એ કહ્યું કે ” કે લાગે કુંવરીબા લાખા ધુરારા પર ઓળઘોળ થયી ગયા છે એમની યશકીર્તિ સાંભળી ને, લગભગ તેઓ લાખા ધુરારા ને જ વરસે “.

આ મેણું સાંભળી ને ચન્દ્રકુંવરીબા એ કહ્યું કે. તો ભાભી હું હવે લાખા ધુરારા ને જ પરણીશ. ભાભી એ વાત મોટા બા ને કરી અને મોટાબા એ વાત મહારાજા ચન્દ્રસિંહજી ને કરી. વાત વાયુવેગે ફેલાણી કે કુંવારીબા એ લાખા ધુરારા સાથે સગપણ સ્વીકાર્યું. આખા નગર માં આનંદ છવાઈ ગયો.

રાજા ચંદ્રસિંહ એ વિગતે વાત કચ્છ -સિંધ માંથી આવેલ કવિરાજ ને કહી અને કહ્યું કે, અમારા સગપણ ના નારિયેળ લયીને તમે લાખા ધુરારા પાસે જાઓ.

આ વાત સાંભળી કવિરાજ ડરી ગયા અને મનોમન મૂંઝાવા લાગ્યા અને કહ્યું કે “આ સગપણ ના થાય કારણ કે લાખા ઘુરારા ની ઉંમર 90 વર્ષ છે.” આ વાત જાણી ચંદ્રસિંહજી ને આંચકો લાગ્યો અને વાત વાયુવેગે નગર માં વહેતી થયી. આનંદ કિલ્લોલ કરતી પ્રજા માં સન્નાટો વ્યાપી ગયો.

ક્રમશ :

(આગળની વાત ભાગ 3 માં)

દીપિકાબા જાડેજા. (અમર કથાઓ ગ્રુપમાં થયેલી પોસ્ટ.)

પ્રાચીન ઇતિહાસ ભાગ – 1 તમને અમારા પેજ વાંચવા પર મળી જશે.