પ્રમુખસ્વામી મહારાજ એક વિરલ સંત વિભૂતિ જેમણે લાખો લોકોને આંતરિક શાંતિનો માર્ગ દેખાડ્યો.

0
535

જાણો લોકોને આધ્યાત્મ પથ દેખાડવા વાળા ‘પ્રમુખસ્વામી મહારાજ’ વિષે.

વિશ્વ કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણ દ્વારા ઉપાડવામાં આવેલા પતાકાને મજબુતીથી સંભાળીને ઈતિહાસ રચવા વાળા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાંચમાં આદ્યાત્મિક વડા પ્રમુખસ્વામી મહારાજનો જન્મ ચાણસદ ગામમાં 1921 માં થયો હતો.

7 નવેમ્બર 1939 ના રોજ ગૃહ ત્યાગ કરીને અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજ પાસે પાર્ષદી દીક્ષા અને 10 જાન્યુઆરી 1940 ના રોજ અક્ષર દેરી, ગોંડલમાં ભગવતી દીક્ષા પ્રાપ્ત કરી. તેમને 23/1/1971 ના રોજ સંસ્થાના વડા જાહેર કરીને પ્રમુખસ્વામી મહારાજ નામ આપવામાં આવ્યું.

તેમનું કહેવું હતું કે વિજ્ઞાનનો વિકાસ થવાથી માણસ સુખી નથી. તેને શાંતિ નથી મળતી, કેમ કે ભૌતિકવાદ વધી રહ્યો છે. ભૌતિક સુખ માટે અંદરોઅંદરના ઝગડા અને અશાંતિ ઉભી થાય છે. આપણા આંતરિક દોષ, એક બીજા પ્રત્યે અહમ અને રાગ દ્વેષને કારણે સમાજમાં ખરાબ કાર્ય પણ થાય છે.

દુનિયાનો બાહ્ય વિકાસ થયો પણ આંતરિક વિકાસ માટે સંતોનું અનુસરણ અને બધા માટે કલ્યાણની ભાવના રાખવી જ આપણો ધર્મ છે. આપણું જીવન નિર્વ્યસની અને સદાચારી હોવુ જોઈએ.

લાખો લોકોને આદ્યાત્મ પથ બતાવવા વાળા પ્રમુખસ્વામી મહારાજ એક વિરલ સંત વિભૂતિ છે. વિશ્વ આખામાં 1200 થી વધુ મંદિરો અને વિરાટ સાંસ્કૃતિક પરિસરોનું સર્જન તેમના દિવ્ય જીવનની મૂર્તિમંત સાબિતી છે.

તેમની પરમ કારુંણીક અધ્યાત્મ બ્રાહ્મી સ્થિતિને કારણે લાખો લોકોએ તેમને હ્રદયથી માન્યા. વિશ્વના અનેક શહેરોમાં અક્ષરધામની ભેંટ આપવા વાળા પ્રમુખસ્વામી મહારાજે સારંગપુરમાં 13 ઓગસ્ટ 2016 ના રોજ અંતિમ શ્વાસ લીધા.

– રાજ સદોષ.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.