“પ્રાણવાયુ” : આ નાનકડી સ્ટોરી દરેકની આંખો ઉઘાડી દેશે, સમય કાઢીને અચૂક વાંચજો.

0
463

મેઘના રુઢીચુસ્ત પરિવારમાં જન્મી હતી.. છતાં દાદાની છાની કુણી લાગણીથી, લગ્ન થાય ત્યાં સુધી… અને તે પછી સામાવાળાની ઈચ્છા પ્રમાણે કરવાની શરતે, બેંકમાં મળતી નોકરી કરવાની પણ છુટ મળી હતી..

પણ દાદાની મદદ એના પ્રેમ પ્રકરણમાં કામ ના આવી.. ભૂવન એનો કોલેજનો સહાધ્યાયી હતો.. તેના માતા પિતા મધ્યમ વર્ગના હતા.. અને હાલ એ એક શાળામાં શિક્ષક હતો.. તેની સાથે લગ્ન કરાવી આપવાની વાત વડિલોને માન્ય ન હતી.. મેઘના અને ભૂવને મક્કમ રહેવાનું વલણ લીધું.. ભાગી જઈને કે સંમતિ વગર લગ્ન કરવા નથી.. ભલે આજીવન કુંવારા રહેવું પડે..

દુનિયામાં મહામારીએ ભરડો લીધો.. દર્દીઓના મેળા ભરાવા લાગ્યા.. નાના મોટા .. રોગની ઝપટે ચડી, ટપોટપ જવા લાગ્યા.. સ્મશાનો અને કબ્રસ્તાનોમાં સાંકડ પડવા માંડી.. દવાખાના અને દવાની દુકાનોમાં અંધાધુંધી ફેલાવા લાગી..

મેઘના પણ રોગનો શિ કાર બની.. કોઈ દવાખાનામાં દાખલ થવા જગ્યા ના મળી.. જાણીતા ડોક્ટરે ઘરે જ સારવાર ચાલુ કરી.. તબીયત વધુ બગડતી જતી હતી.. શ્વાસની તકલીફ વધતાં પ્રાણવાયુની જરુર પડી.. મોટી દોડધામ પછી સેવાભાવી ટ્રસ્ટમાંથી એક બાટલાની વ્યવસ્થા થઈ ગઈ.. પ્રાણવાયુ મળતાં સ્થિતિ વધુ બગડતી અટકી , પણ સ્થિર થઈ ગઈ.. ડોક્ટરે કહ્યું હતું કે.. ‘કાલે આ બાટલો પુરો થઈ જશે, નવાની જરુર પડશે.. દશ બાર કલાકમાં ગોઠવણ કરી લેજો..’

અચાનક તબીયત લથડી.. મેઘનાને લવારો ચાલુ થયો.. તુટક તુટક શબ્દો નિકળતા હતા.. ‘ભૂવન.. ભૂવન..’ અને પાછી આંખો મીંચી જતી.. ડોક્ટરે તપાસી કહ્યુ.. શરીરમાં સારું છે, પણ આ માનસિક અસર થતી જાય છે..

અને અચાનક દાદાનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફા ટી નિકળ્યો..

“મા રીનાખવી છે આ છોકરીને.. તમારે નાત જાતના નામે? બોલાવો એ છોકરાને .. તમારી આબરુ જતી હોય, તો મારું ઘર મુકીને ચાલ્યા જાવ.. હું કન્યાદાન આપીશ..”

બધા સ્તબ્ધ થઈ ગયા.. ભાઈએ ગુપચુપ ભૂવનનો નંબર શોધી ફોન કર્યો.. મેઘનાની તબીયતની જાણકારી આપી અને તરત જ આવી જવા કહ્યું..

હવે ભૂવનના આવવાની રાહ જોવાઈ રહી હતી.. ઘરનાને એ જલ્દી આવે તેની ચીંતા હતી.. બાટલામાં પ્રાણવાયુ ઘટતો જતો હતો.. ડોક્ટરને નવા બાટલાની ચીંતા હતી.. અને .. ભૂવન એના માતા પિતા સાથે સમયસર પહોંચી ગયો.. દાદાએ મેઘનાનો હાથ એને આપ્યો..

” આ કન્યાદાન છે..”

વડિલો સમજીને ઓરડામાંથી બહાર નિકળી ગયા.. મેઘનાએ આંખો ખોલી .. ભૂવન સામે સ્મિત કર્યું..

કલાકેક પછી ડોક્ટરે આવી તપાસ કરી.. બાટલો હજી બે કલાક ચાલે તેમ હતો.. પણ લો હીમાં પ્રાણવાયુ પુરતો થઈ ગયો હતો.. એણે કહ્યું.. “હવે બાટલા માટે જાજી દોડધામ નહીં કરો તો ચાલશે.. મેઘનાને પુરી સ્વસ્થ થવામાં વાર નહીં લાગે..”

મેઘનાના લો હીમાં ક્યા પ્રાણવાયુનો પુષ્કળ સંચાર થયો હતો.. એ તો ઈશ્વર જ જાણે..

– જયંતીલાલ ચૌહાણ ૨૪ -૪ -૨૧ (અમર કથાઓ ગૃપ) (ફોટો પ્રતિકાત્મક છે.)