(છંદ વીર રસ)
પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવાનુ ખાવાનું,
ઘોડે ચડવાનું મૂછે તાનું, ઘવરાવાનુ ઘાવાનું,
કૃત શૂરવિરતાનું પ્રભુ કૃપાનું, વીર થવાનુ મહારથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી… 1
કર ધરી તલ વારં, કમર કટારં, ધનુકર ધારં ટંકાર,
બં દૂક બહારં, મારં મારં હાહાકારં હોકારં,
નર કઇ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં રામ નથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી… 2
દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેહ ન આવે મુરજાવે,
એ વખતે આવે ગુનિગુન ગાવે બહુ રિઝાવે બિરદાવે,
દાતાર નિભાવે, પંડ દુઃખ પાવે, ના મુખ આવે દામ નથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી… 3
ઉદ્વત નર એવા, કરે ન સેવા હલકા હેવા જડ જેવા,
જનમે દુઃખ દેવા લાભ ન લેવા, મળે ન મેવા માગેવા,
કહે પિંગળ એવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી… 4
(કવિ શ્રી પિંગળ)
નોંધ : આ રચના અમારી નથી, અમે ફક્ત આને લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ.