“પુછ ઓઢા ને અરથ શું થાય છે?” આ સુંદર રચનામાં મર્મ છુપાયેલો છે જે દરેકે જાણવો જોઈએ.

0
698

રચના : શંકરસિંહ સિંધવ.

ટહુકો અષાઢી ઉરમાં ભોંકાય છે,

વિરહના વમળો ત્યાં ડૂસકુ ખાય છે.

નીંદરુ વેરણ બને મધરાતમાં,

ચૂંદડીનો ખૂણો ભીનો થાય છે.

વેરી થયો આ વાયરો પરોઢનો,

શમણાંય સળવળીને બેઠાં થાય છે.

જાય તારી ચાકરી દોજખ મહી,

હેલીમાં હૈયુ અહીં હિજરાય છે.

મેઘલી આ રાતને એમાંય ટહુકો મોરનો,

પૂછ ઓઢાને અરથ શુ થાય છે?

હું બનુ છુ શુન અહી ક્ષણ ક્ષણ મહી,

રાધાની રગ પારખી જવાય છે.

લાગણી લીરા બને લ્યો શું કરો?

રાખી પત્થર કાળજે જીવાય છે,

“શંકર” હિસાબો હોય ના કદીયે સ્નેહમાં,

અઘરું ગણિત છે ઓગળી જવાય છે.

– શંકરસિંહ સિંધવ. (અમર કથાઓ ગ્રુપ)