ગુસ્સામાં સૂર્ય દેવ પર પ્રહાર કરવાને કારણે મહાદેવને પણ મળ્યો હતો શ્રાપ, વાંચો પુરાણ કથા. મહા ઔઘડ બાબા શિવની લીલાનો કોઈ પાર નથી. તે ક્યારેક અત્યંત ભોળા તો ક્યારેક પ્રલયકારી રુદ્ર રૂપ ધારણ કરી બધાને ચોંકાવી દેતા. એક વખત એવું જ તેમણે સૂર્ય ભગવાન ઉપર પ્રહાર કરી સંસારને અંધકારમય કરી દીધો હતો.
બ્રહ્મવૈવર્તપુરાણ મુજબ એક વખત શંકર ભગવાને માલી અને સુમાલીનો જીવ જોખમમાં મુકવા વાળા કશ્યપ નંદન સૂર્ય ઉપર અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના ત્રિશુલથી સાત ઘોડાના રથ ઉપર બિરાજમાન સૂર્ય ઉપર હુમલો કરી દીધો. મહાદેવના આ પ્રહારથી સૂર્ય રથ ઉપરથી પડી ગયા અને અચેત થઇ ગયા. તેની સાથે જ તે સમસ્ત સંસાર અંધકારમાં ડૂબી ગયો.
કશ્યપે પુત્રને સંભાળ્યો : પોતાના પુત્રની એવી દુર્દશા જોઈને કશ્યપ ઋષિએ તેને તેના ખોળામાં લીધો અને જોર જોરથી રડવા લાગ્યા. ત્રણે લોકોમાં આ પ્રસંગને જોઈને હાહાકાર મચી ગયો.
કશ્યપે આપ્યો શિવને શ્રાપ : પુત્ર મોહમાં ઋષિએ તેના સંયમને ગુમાવી દીધો અને જગતની સૌથી મોટી શક્તિ શિવને જ શ્રાપ આપી દીધો. તેમણે કહ્યું કે જેવી રીતે આજે મારા પુત્રની આવી હાલત ઉપર રડી રહ્યો છું, એક દિવસ શિવજીને પણ તેના પુત્ર માટે રડવું પડશે.
શિવજી પડ્યા નમ્ર, આપ્યું સૂર્યને જીવનદાન : દેવી દેવતાઓની વિનંતીથી અને જગતના આધાર માટે ભગવાન શિવને ફરીથી સૂર્યને જીવનદાન આપી દીધું. બ્રહ્માજી, કશ્યપ ઋષિ અને શિવજીએ સૂર્યદેવને આશીર્વાદ આપીને પોત પોતાના શરણાગત સ્થળે જતા રહ્યા.
માલી અને સુમાલીએ કરી સૂર્યની આરાધના : માલી અને સુમાલીએ તેના શરીરને નીરોગી અને દુઃખ દુર કરવા માટે ભગવાન સૂર્યની આરાધના કરી ત્યાર પછી સૂર્ય પ્રસન્ન થઈને તેમના તમામ દુઃખો દુર કરી દીધા.
આ માહિતી શિવજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.