પુરાણો અનુસાર શું છે ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગનું રહસ્ય.

0
543

પૌરાણિક કથા દ્વારા જાણો કેવી રીતે થઇ હતી ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના. ધાર્મિક અને પૌરાણીક દ્રષ્ટિથી સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું યોગદાન ઘણું રહેલું છે. સમસ્ત સિદ્ધીઓને આપવામાં આવતી મહાદેવની આરાધના માત્ર માણસ અને દેવતા જ નહિ પરંતુ વાનર, દૈત્ય, ગંદર્ભ, અસુર, અને કિન્નર પણ કરે છે. શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવના 12 જ્યોર્તિલિંગોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે ભારતના અલગ અલગ રાજ્યોમાં સ્થિત છે.

આ લેખમાં આપણે જાણીશું કે ખરેખર શું છે? આ જ્યોર્તિલિંગના સ્થાપત્યની કથા સાથે જ કેમ છે તેનું આટલું મહત્વ. આ લેખના માધ્યમથી અમે ધુશ્મેશ્વર જ્યોર્તિલિંગની કથાને વિધિપૂર્વક જણાવવાનો પ્રયત્ન કરીશું.

ધુશ્મેશ્વર જ્યોર્તિલિંગની પૌરાણીક કથા : આ જ્યોર્તિલિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક દૌલતાબાદથી લગભગ 11 કી.મી. દુર આવેલું છે. તેના સંદર્ભમાં જે કથા શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મળે છે, તે કઈક આ પ્રમાણે છે.

ભારદ્વાજ ગોત્રમાં જન્મેલા ઋષિ સુધર્મા પોતાની પત્ની સુદેહા સાથે દેવગીરી પર્વત નજીક એક ગામમાં રહેતા હતા. તેને કોઈ સંતાન ન હતું. જેના કારણે તેને તેની આસપાસના પડોશના લોકોમાં મહેણાં સાંભળવા પડતા હતા. એ બધાથી દુઃખી થઈને ઋષિની પત્ની સુદેહાએ તેની બહેન ધુશ્માના લગ્ન ઋષિ સુધર્મા સાથે કરાવી દીધા. ધુશ્મા દરરોજ નિયમિત સંતાનની પ્રાપ્તિ માટે સેંકડો પાર્થિવ શિવલીંગોનું નિર્માણ કરતી અને પૂજા પછી તેને નદીમાં પધરાવી દેતી હતી.

મહાદેવની કૃપાથી ધુમાને એક પુત્રની પ્રાપ્તિ થઇ. જેનાથી તેની બહેન સુદેહાના મનમાં દ્વેષની ભાવના ઉત્પન થવા લાગી અને તે મનમાંને મનમાં તેની બહેનની ઈર્ષા કરવા લાગી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને તેના પુત્રના લગ્ન થઇ ગયા. ઘરમાં પુત્ર વધુ આવવાથી સુદેહા પોતાની જાતને અધુરી સમજવા લાગી અને ઈર્ષાની ભાવનાથી તેનું હ્રદય ભરાવા લાગ્યું.

એક રાત્રે દ્વેષને કારણે જ સુદેહાએ ધુશ્માના પુત્રની હત્યા કરી દીધી અને તેના શબને તે નદીમાં પધરાવી દીધું, જેમાં દરરોજ ધુશ્મા પાર્થિવ લિંગોનું વિસર્જન કરતી હતી. જયારે સવારે પુત્રવધુ તેના કક્ષમાં પહોચી તો ત્યાં લોહી જ લોહી પડેલું હતું. તે બુમો પાડીને કરુણ વિલાપ કરવા લાગી. તે સમયે ધુશ્મા તેની પૂજામાં લીન હતી. પૂજા પછી જેવું તેણે પાર્થિવ શિવલીંગોનું વિસર્જન કર્યું, તેણે જોયું કે તેનો પુત્ર તે નદી પાસે જ ઉભો હતો.

મહાદેવની કૃપાથી તે જીવિત હતો. તે સમયે મહાદેવે ધુશ્માને તેના દિવ્ય દર્શન આપ્યા અને તેની બહેન સુદેહાના એ કાંડ વિષે જણાવ્યું. અને સુદેહાને મૃત્યુદંડ આપવા માગ્યું એટલે ધુશ્માએ મહાદેવને વિનંતી કરી કે તે બહેન સુદેહાને ક્ષમા કરી દે. તેના મુખેથી એ સાંભળી મહાદેવ અતિ પ્રસન્ન થયા અને તેમણે ધુશ્માને વરદાન માગવાનું કહ્યું.

ધુશ્માએ કહ્યું કે મહાદેવ, જો તમે મારી આરાધનાથી પ્રસન્ન છો તો આ સમસ્ત સંસારમાં લોક કલ્યાણ માટે મહેરબાની કરીને તમે આ સ્થાન ઉપર નિવાસ કરો અને મારા નામથી જ તમારી ખ્યાતી થાય એટલે ભગવાનનું એ સ્વરૂપ સંસારમાં ધુશ્મેશ્વર જ્યોર્તિલિંગના નામથી વિખ્યાત થયું.

જ્યોર્તિલિંગની આ આખી શ્રેણીમાં અમે દરેક જ્યોર્તિલિંગની કથાને વિધિપૂર્વક દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અમે પુરાણો અને વેદોં માંથી પ્રાપ્ત ઉલ્લેખોને પ્રમાણ માન્યું છે. જ્યોર્તિલિંગના સંદર્ભમાં આ છેલ્લો લેખ છે પરંતુ આધ્યાત્મ સાથે જોડાયેલી એવી જ તમામ રસોપ્રદ કથાઓ વાચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.