પુરાણો અનુસાર શું છે બૈદ્યનાથ જ્યોતિર્લિંગનું રહસ્ય.

0
398

12 જ્યોતિર્લિંગમાંથી નવમું છે બૈદ્યનાથ જ્યોતિર્લિંગ, આ છે તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા અને રહસ્યો. ધાર્મિક અને પૌરાણીક દ્રષ્ટિએ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું યોગદાન સૌથી વધુ રહ્યું છે. સમસ્ત સિદ્ધીઓ આપવા વાળા મહાદેવની આરાધના માત્ર માણસ અને દેવતા જ નહિ પરંતુ વાનર, દૈત્ય, ગંધર્ભ, અસુર અને કિન્નર પણ કરે છે. શિવ પુરણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવની 12 જ્યોતિર્લીંગોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલ છે.

આ લેખમાં આપણે જાણીશું કે ખરેખર શું છે આ જ્યોતિર્લીંગની સ્થાપનાની કથા સાથે જ શું છે તેનું આટલું મહત્વ. આ લેખના માધ્યમથી બૈદ્યનાથ જ્યોતિર્લીંગની કથાને વિધિપૂર્વક જણાવવાનો પ્રયત્ન કરીશું.

બૈદ્યનાથ જ્યોતિર્લીગની પૌરાણીક કથા : આ જ્યોતિર્લીગ બૈદ્યનાથધામના નામથી પણ ઓળખવામાં આવે છે. તે મહાદેવના 12 જ્યોતિર્લીગોમાં રહેલા નવમું જ્યોતિર્લીગ છે. જે ઝારખંડ રાજ્યના (દેવઘર) સંથાલ પરગણા હેઠળ છે. પરંતુ તેના સ્થાનને લઈને થોડો મતભેદ છે. દશ જ્યોતિર્લીગોમાં તેનું સ્થાન મહારાષ્ટ્રના પરલી નામનું ગામ બતાવવામાં આવે છે.

કહેવામાં આવે છે કે એક વખત લંકાપતિ રાવણે મહાદેવને ખુશ કરવા માટે તેની ઘોર તપસ્યા કરી. પરંતુ તેની તપસ્યાથી મહાદેવ પ્રસન્ન ન થયા. રાવણે ફરી બીજી વિધિ અપનાવી પરંતુ તેનાથી પણ મહાદેવ પ્રશન્ન ન થયા. જેથી ચિંતામાં આવીને રાવણે એક એક કરી તેના જ દશે માથાની આહુતિ આપવાનું શરુ કરી દીધું.

જેવું રાવણે તેનું દશમું માથું કાપવા માટે પ્રહાર કર્યો ત્યારે મહાદેવ પ્રગટ થયા અને તેના તેજથી તેમણે રાવણના બધા માથા પાછા અપાવી દીધા. અને રાવણને ઉત્તમ વરદાન માગવાનું કહ્યું. તેનાથી રાવણે સંસારમાં સૌથી વધુ બળવાન હોવાનું વરદાન માગ્યું મહાદેવે તથાસ્તુ કહ્યું. તેની સાથે જ રાવણે કહ્યું કે મહાદેવ તમે મારી સાથે મારી સોનાની લંકામાં પધારો.

એટલે મહાદેવ આશ્ચર્યમાં પડી ગયા થોડી વાર વિચાર્યા પછી કહ્યું કે હે લંકેશ તું મારા દિવ્ય સ્વરૂપ આ શિવલિંગને તારી સાથે લઇ જા પરંતુ યાદ રાખજે કે તેને લઇ જતી વખતે તેને ક્યાય જમીન ઉપર ભૂલથી પણ ન રાખીશ નહિ તો હું તે સ્થાન ઉપર સ્થાપિત થઇ જઈશ. પછી શું હતું રાવણ શિવલિંગને લઈને ગયો પણ રસ્તામાં એક ચિતાભૂમિ આવવાથી તેને લઘુશંકા નિવૃત્તિની જરૂર પડી. રાવણ તે લિંગને એક અહીર જીસ્ક નામ વૈજનાથ ભીલ હતો તેના હાથમાં આપીને લઘુશંકા નિવૃત્તિ કરવા જતો રહ્યો.

ત્યાં તે અહીર શિવલિંગનું વજન ઉપાડવામાં અસમર્થ રહ્યો અને તેણે તેને જમીન ઉપર મૂકી દીધું. જયારે રાવણ પાસે આવ્યો તો તે લિંગ તે સ્થાન ઉપર સ્થાપિત થઇ ગયું અને રાવણના અથાગ પ્રયત્નો છતાં પણ તે ત્યાંથી હલ્યું નહિ. છેવટે તે હાર માનીને લંકા પાછો ગયો, શિવજીના દર્શન થતા જ બધા દેવી દેવતાઓએ તે સ્થાન ઉપર શિવની સ્તુતિ કરી અને પાછા સ્વર્ગમાં જતા રહ્યા એ કારણ છે કે તે સ્થાનનું નામ દેવધર એટલે કે દેવતાઓનું ઘર પડ્યું. જનશ્રુતિ અને લોક માન્યતા મુજબ આ બૈદ્યનાથ જ્યોતિર્લીગ મનોવાંછિત ફળ આપનારું છે.

આ લેખમાં અમે બૈદ્યનાથ જ્યોતિર્લીગની કથાનો સર વિધિપૂર્વક જણાવ્યો છે. બીજા જ્યોતિર્લીગોની સ્થાપના સંબંધિત કથા આગળના લેખમાં વાચવા મળશે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.