કર્ણ અને અર્જુનની દુશ્મની ફક્ત મહાભારત પૂરતી જ નહોતી, પણ ઘણા જન્મોથી ચાલી આવી રહી હતી. હિંદુ ધર્મ મુજબ આપણું આજનું જીવન આપણા પાછલા કર્મો સાથે જોડાયેલું છે. કહે છે સારા કર્મ અને સારા કામથી જ આપણે સારુ ભવિષ્ય અને સારું જીવન મળી શકે છે. ઘણા લોકો કર્મોને પુનર્જન્મ સાથે પણ જોડે છે. આપણો આજનો સંબંધ આપણા પાછલા જન્મના કર્મો સાથે જોડાયેલો હોય છે. એ રીતે પૌરાણીક મહાગ્રંથ મહાભારતના થોડા પાત્રો સાથે જે કાંઈ પણ ઘટિત થયું, તે તેના પાછલા જન્મના કર્મોને કારણે જ ત્યારે તેમને બધાને આટલું બધું સહન કરવું પડ્યું હતું.
આત્મા ધારણ કરે છે બીજું શરીર : ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે હે પાર્થ આત્મા અમર છે, તે એક શરીરને છોડીને બીજા શરીરમાં જતો રહે છે. જેવી રીતે આપણે એક વસ્ત્ર બદલીને બીજું વસ્ત્ર ધારણ કરી લઈએ છીએ તેવી જ રીતે આત્મા પણ બીજા શરીરમાં જતો રહે છે. એવા ઘણા ઉદાહરણ મહાભારતમાં જ મળે છે. જેથી જાણી શકાય છે કે મહાભારતના મહાયોદ્ધાઓનો પહેલા પણ જન્મ થઇ ચુક્યો હતો.
કૃષ્ણ હતા વિષ્ણુના અવતાર : પુનર્જન્મમાં શ્રીકૃષ્ણના જન્મની વાત કરવામાં આવે તો તે ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર માનવામાં આવે છે. એટલે તે પહેલા ભગવાન શ્રીકૃષ્ણ સાત વખત જન્મ લઇ ચુક્યા હતા પરંતુ મૂળ રૂપથી એ માનવામાં આવે છે કે કૃષ્ણ પુનર્જન્મમાં નારાયણ જ હતા. આ રીતે મહાભારતના બીજા પાત્રોનો પણ પહેલા જન્મ થઇ ચુક્યો હતો. પૌરાણીક ગ્રંથો મુજબ, કર્ણ અને અર્જુનની દુશ્મનાવટ માત્ર મહાભારત સુધી સીમિત ન હતી પરંતુ ઘણા જન્મોથી ચાલતી આવતી હતી. આજે અમે તમને મહાભારતના પાત્ર કર્ણ અને અર્જુનના પૂર્વજન્મના સંબંધ વિષે જણાવીએ છીએ.
અર્જુન હતા નારાયણના ભાઈ : પૌરાણીક ગ્રંથો મુજબ, અર્જુન પુનર્જન્મમાં નારાયણના જોડિયા ભાઈ નર હતા. નર અને નારાયણે દંભોદ્દવા નામના અસુરનો વધ કરવા માટે જન્મ લીધો હતો. દંભો દ્દવાએ ભગવાન સૂર્યની તપસ્યા કરીને તેમની પાસે એક હજાર કવચનું વરદાન માગી લીધું હતું. આ કવચ સાથે એક બીજું વરદાન જોડાયેલું હતું કે દરેક કવચ તોડવા માટે એક હજાર વર્ષ તપસ્યા કરવી પડશે અને કવચના તૂટતા જ તે વ્યક્તિ પણ મરી જશે, જેણે તેને તોડ્યું છે.
અસુર સંહાર અર્જુનના હાથે થયો : વરદાનને કારણે તે અસુર પોતાને અજેય અમર સમજીને અત્યાચારી બની ગયો હતો. નર અને નારાયણે વારા ફરતી તપસ્યા કરી દંભોદ્દવાના 999 કવચ તોડી દીધા અને જયારે એક કવચ બાકી રહ્યું તો અસુર સૂર્ય લોકમાં જઈને છુપાઈ ગયા. મહાભારતના યુદ્ધમાં આ અસુરનો અંત અર્જુને કર્યો.
કર્ણ હતા અસુરનો અવતાર : મહાભારતની કથામાં એક જ વ્યક્તિ હતા, જેના વિષે માન્યતા હતી કે તેણે કવચ કુંડળ સાથે જન્મ લીધો હતો. તે કોઈ બીજા નહિ કર્ણ જ હતા. આમ તો કર્ણ જ પૂર્વજન્મમાં દંભોદ્દવા નામના અસુર હતા. કર્ણનો વધ કરવા માટે જ કૃષ્ણ અને અર્જુન ફરી પુનર્જન્મ લેવો પડ્યો હતો. પૂર્વજન્મમાં જયારે દંભોદ્દવાનું કવચ તૂટતું અને નર નારાયણ માંથી એકનું મૃત્યુ થાય તો બીજો તેના તપથી બીજાને જીવિત કરી દે અને દંભોદ્દવા સાથે યુદ્ધ કરવા લાગે ત્યારે એક બીજા ભાઈ તપ કરતા રહેતા. આ રીતે નર નારાયણના તાલમેલથી દંભોદ્દવા અસૃરનો અંત થયો.
પદ્મપુરાણમાં પણ છે ઉલ્લેખ : કર્ણ અને અર્જુનની પાછલા જન્મની કથાનું વર્ણન પદ્મ પુરાણમાં પણ મળે છે. તે મુજબ એક વખત ભગવાન બ્રહ્મા અને મહાદેવ વચ્ચે યુદ્ધ થાય છે, મહાદેવ બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાખે છે. ક્રોધિત બ્રહ્મદેવના શરીર માંથી પરસેવો આવી જાય છે, આ પરસેવા માંથી એક વીર યોદ્ધો ઉત્પન થાય છે. જે સ્વેદ (પરસેવો) થી જન્મ્યો એટલા માટે સ્વેદજાના નામથી ઓળખાયો. સ્વેદજા પિતા બ્રહ્માના આદેશથી મહાદેવ સાથે યુદ્ધ કરવા જાય છે. મહાદેવ ભગવાના વિષ્ણુ પાસે ક્રોધિત બ્રહ્મા દ્વારા જન્મ લેવા વાળા સ્વદેજાનો મૃત્યુ જાણવા જાય છે. તેનો ઉપાય કરવા માટે ભગવાન વિષ્ણુ તેના લોહી માંથી એક વીરને જન્મ આપે છે. લોહી માંથી જન્મેલા એટલા માટે રક્તજા નામથી ઓળખવામાં આવતા હતા.
રક્તજા અને સ્વેદજાની કથા : સ્વેદજા 1000 કવચ સાથે જન્મ્યો હતો અને રક્તજા 1000 હાથ અને 500 ધનુષ્ય સાથે જન્મ્યો હતો. આમ તો ધાર્મિક માન્યતા છે કે ભગવાન બ્રહ્મા પણ વિષ્ણુ માંથી જ ઉત્પન થયા હતા તેના આધારે સ્વેદજા પણ ભગવાન વિષ્ણુના અંશ હતા. સ્વેદજા અને રક્તજામાં ભયંકર યુદ્ધ થાય છે. સ્વેદજા રક્તજાના 998 હાથ કાપી નાખે છે અને 499 ધનુષ્ય તોડી નાખે છે. અને રક્તજા સ્વદેજાના 999 કવચ તોડી નાખે છે. રક્તજા જે ક્ષણે હારવાના હોય છે. ભગવાન વિષ્ણુ સમજી જાય છે કે હવે રક્તજા હારી જશે, તે યુદ્ધ વિરામ કરાવી દે છે.
અર્જુને કર્યો કર્ણનો વધ : સ્વદેજા દાનવીરતા બતાવીને રક્તજાને જીવતદાન આપે છે. ભગવાન વિષ્ણુ સ્વદેજાની જવાબદારી સૂર્ય ભગવાનને સોપે છે, જયારે રક્તજાની ઇન્દ્રદેવને. તે ઇન્દ્રદેવને કવચ આપે છે કે આલગા જન્મમાં રક્તજાના હાથે સ્વદેજાનો વધ જરૂર થશે. દ્દવાપર યુગમાં તે કારણે જ રક્તજા (અર્જુન) અને સ્વેદજા (કર્ણ) ના રૂપમાં જન્મ લે છે અને મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુન તેના ઘણા જન્મોના દુશ્મન કર્ણનો યુદ્ધ દરમિયાન વધ કરે છે.
આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.