‘પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર’ વાંચો દેવાયત પંડિતનું જોરદાર ભજન.

0
411

પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર હો જી,

ભગવા છે ઘોડા ને ભગવી છે ટોપી, ભગવા નિશાન ફરકશે હો જી.

ઉતરખંડથી હનુમો ચડશે એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,

રાતા છે ઘોડા ને રાતી છે ટોળી, રાતા નિશાન ફરકશે હો જી.

પાતાલદેશથી કાળીનાગ ચડશે, એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,

કાળા છે ઘોડા ને કાળી છે ટોપી, કાળા નિશાન ફરકશે હો જી.

બાર બાર મણની કમાનુ ઝાલશે, તેર તેર મણના ભલકા હો જી,

હનુમાન જોધા ત્યાં જઈ લ ડશે, કાળીંગાનેમા રશે હો જી.

બાર બાર મણના ડંકા ઝીલશે, જઈ પાવે પહોંચાડશે હો જી,

પાવાનો પતાઈ રાજ કરશે, તે દિ’ કાળીંગાનેમા રશે હો જી.

અમદાવાદથી પાવા સુધી, પિતળની ધાણી મંડાશે હો જી,

કુડીયા કપટીયા ભુવા, પાવરિયાને ધાણીએ ધાલશે હો જી.

સોળ કળાનો સુરજ ઊગશે, તે દિ’ તાંબાવરણી ધરતી થશે હો જી,

નવસે નવાણુ નદીઓ તુટી જશે, તે દિ’ રેવાજી પાઘડી પને થશેજી.

મેઘાને માથે સોનાનુ બેડુ, તે દિ’ નકળંગ નાળિયેર ઝિલશે,

આબુગઢ જુનાગઢ તોરણ બંધાશે, તે દિ’ નકળંગ નાર પરણશે.

સોળ સે સતાણુ વરસ, અઠાણુ નવાણુ સાલમાં થશે હો જી,

દેવાયત પંડિત ઈમ વદે, તે દિ’ નકળંગ નાર પરણશે હો જી.

– દેવાયત પંડિત

સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)