શું તમને ખબર છે રાવણ દ્વારા સીતા હરણ કરીને શ્રીલંકા જવાનો પુષ્પક વિમાનનો માર્ગ કયો હતો? અહીં જાણો.

0
1215

રાવણ દ્વારા સીતા હરણ કરીને શ્રીલંકા જવાનો પુષ્પક વિમાનનો માર્ગ કયો હતો?

એ માર્ગમાં કયા રહસ્યો છુપાયેલા છે?

એ માર્ગ વિશે હજારો વર્ષ પહેલાં કેવી રીતે જાણકારી હતી? જાણો આ પ્રશ્નનોના ઉત્તરો.

રાવણે સીતા માતા નું હરણ પંચવટી {નાસિક, મહારાષ્ટ્ર} થી કર્યું હતું. અને પુષ્પક વિમાન દ્વારા હામ્પી {કર્ણાટક}, લેપાક્ષી {આંધ્રપ્રદેશ} થઈને શ્રીલંકા પહોંચ્યો હતો.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે અત્યારે આપણે આધુનિક ટેકનોલોજીથી આ રૂટ જોઈએ તો નાસિક, હામ્પી અને પંચવટી થઈને શ્રીલંકા જવાનો સૌથી ટૂંકો (શોટકર્ટ) રસ્તો છે.

હવે તમે વિચારો ગૂગલ મેપ તો હતું નહીં કે શોટકર્ટ બતાવી શકે. તો પછી કેવી રીતે જાણકારી મેળવી કે સૌથી ટૂંકો અને સીધો માર્ગ કયો છે? કે પછી ચાલો માની લો કે ભારત વિરોધી અને હિંદુત્વ વિરોધીઓના સંતૃષ્ટીકરણ માટે માની લઈએ કે, રામાયણ ફક્ત એક મહાકાવ્ય છે અને તે વાલ્મીકિજી એ લખ્યું છે. તો પછી એ બતાવો કે એ જમાનામાં ગૂગલ મેપ વગર રામાયણ લખવા વાળા વાલ્મીકિજીને કેવી રીતે ખબર પડી કે શ્રીલંકા જવાનો ટૂંકો રસ્તો કયો છે?

મહાકાવ્ય માં તો કોઈપણ સ્થાનનો ઉલ્લેખ ધટના બતાવવા માટે કરી શકાય! પરંતુ વાલ્મીકિજી કેમ સીતા હરણ માટે ફક્ત એ સ્થાનનો જ ઉલ્લેખ કેમ કર્યો કે જે પુષ્પક વિમાન માટે રસ્તો સૌથી ટૂંકો અને સીધો હતો?

આ બધું તો ઠીક પરંતુ પાંચ હજાર વર્ષ પહેલાં તુલસીદાસજીને કેમ ખબર પડી કે સૂર્ય થી પૃથ્વીનું અંતર કેટલું છે?

{जुग सहस्त्र जोजन पर भानू, लिल्यो ताहि मधुर फल जानू’, હનુમાન ચાલીસાની આ લાઈનો તો તમે ઘણી સાંભળી હશે, એટલે હનુમાનજી એક યુગ સહસ્ત્ર યોજન દુર આવેલા ભાનુ એટલે કે સૂર્યને ફળ સમજીને ખાવા ગયા હતા. એટલે કે હનુમાન ચાલીસા અનુસાર સૂર્ય પૃથ્વીથી 1536000000 કિલોમીટર દુર છે. આ એટલું અંતર છે જેને નાસાએ પોતાની ગણતરી (152 મિલિયન કિલોમીટર) પછી સૂર્ય અને ધરતી વચ્ચેનું અંતર જણાવ્યું છે.} જયારે નાસાએ થોડા વર્ષો પહેલાં જ આ અંતરની જાણકારી મેળવી છે. હવે આગળ વાંચો…

પંચવટીમાં એ જગ્યા કે જયાં પ્રભુ શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણ વનવાસના સમયમાં રહ્યા હતા. ત્યાં શૂર્પણખા આવી અને લક્ષ્મણ સાથે વિવાહ માટે ઉત્પાત મચાવવા લાગી. વિવશ થઈને લક્ષ્મણે શૂર્પણખા ની નાક અર્થાત નાસિકા કા પીનાખી. અને એ જગ્યાને આજે આપણે નાસિક {મહારાષ્ટ્ર} ના નામથી ઓળખીએ છીએ. હવે આગળ ચાલીએ…

પુષ્પક વિમાન દ્વારા જતી વખતે સીતાજી એ જોયું કે નીચે એક પર્વત ની ટોચ પર કંઈક હલચલ દેખાય રહી છે. આ જોઈને સીતાજી એ તેના વસ્ત્રનો ટુકડો ફાડીને તેમાં પોતાના કંગન બાંધી અને નીચે ફેંકી દીધાં. જેથી રામને તેમને શોધવામાં સહાયતા મળે.

જે સ્થાન પર સીતાજી એ આભુષણો ફેંકયા હતાં તે સ્થળ ‘ઋષ્યમુક પર્વત’ જે આજે હામ્પી {કર્ણાટક} માં છે.

એ પછી વૃધ્ધ જટાયુ એ જોયું કે રુદન કરતાં સીતાજી ને કોઈ રાક્ષસ પોતાના વિમાનમાં બ ળપૂર્વક સ્ત્રીને લઈ જઈ રહ્યો છે. જટાયુ એ રાવણ સાથે યુ ધકર્યુ અને રાવણે તની પાંખો કા પીનાંખી.

ત્યાર પછી રામ અને લક્ષ્મણ સીતાજી ને શોધતા શોધતા પહોંચ્યા ત્યારે તેમણે દુરથી જ જટાયુ ને ‘હે પક્ષી’ એવું સંબોધન કર્યું. જે જગ્યા નું નામ આજે લેપક્ષી {આંધ્રપ્રદેશ} માં છે.

હવે સમજાયું તમને? પંચવટી, લેપક્ષી, હામ્પી, શ્રીલંકા. સીધો અને ટૂંકો રસ્તો.

હવાઈ રસ્તો એટલે કે એ જમાનામાં વિમાન હોવાનો પુરાવો.

ગૂગલ મેપ દ્વારા લીધેલી ફોટો અહીં આપ્યો છે.

આ મહર્ષિ વાલ્મીકિ દ્વારા લખવામાં આવેલો સત્ય ઈતિહાસ છે. જેના સમસ્ત વૈજ્ઞાનિક પુરાવાઓ આજે પણ ઉપલબ્ધ છે.

જય હો સનાતન હિંદુ ધર્મની.

– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)