ઘરમાં લગાવો આ ખાસ છોડ, ચમકશે ભાગ્ય, ઘરના સભ્યોનું થશે ખરાબ નજરથી રક્ષણ.

0
980

જેના પાન તમે બાળપણમાં ચોપડીમાં રાખતા હતા તે છોડ ઘરમાં લાવે છે સુખ-સમૃદ્ધિ, જાણો તેના ફાયદા.

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ છોડને ઘર પરિવાર માટે ખૂબ જ નસીબદાર ગણાવ્યા છે. વાસ્તુ દોષોને દૂર કરવાની સાથે આ છોડ પરિવારમાં શાંતિ અને સકારાત્મકતા તેમજ પૈસા લાવવામાં પણ મદદરૂપ થાય છે. આજે અમે એક એવા છોડ વિશે વાત કરવાના છીએ જેને તમે વિદ્યાના છોડ તરીકે ઓળખો છો. તેને હિન્દીમાં મોર પંખી કહે છે, અને અંગ્રેજીમાં thuja કહે છે.

હા, આ એ જ છોડ છે, જેને આપણે બાળપણમાં વિદ્યા વધારવા માટે પુસ્તકના પાનામાં છુપાવીને રાખતા હતા. તેને ઘરમાં લગાવવાથી ઘરના સભ્યોની બુદ્ધિ તેજ થાય છે, તેથી તેને લોકો વિદ્યાનો છોડ કહે છે.

આ છોડના પાંદડા મોરના પીંછા જેવા સુંદર હોય છે અને વાસ્તુ દોષને દૂર કરવા માટે તેને ઘરોમાં લગાવવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ છોડ લગાવવાથી ઘરમાં બરકત આવે છે, અને સકારાત્મકતાની સાથે સાથે ઘરના સભ્યોની બુદ્ધિ પણ તેજ થાય છે તેમજ ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે છે. એટલે કે આ છોડના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

જે લોકોની કુંડળીમાં રાહુ અશુભ પરિણામ આપતો હોય અથવા તેમની કુંડળીમાં રાહુની મહાદશા ચાલી રહી હોય તેમને ઘરમાં આ છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી રાહુનો દોષ ઓછો થાય છે.

જો ઘરના બાળકોને વારંવાર નજર લાગે છે અથવા ઘરના લોકો ખરાબ નજરના કારણે વારંવાર બીમાર પડે છે, તો આ છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તે ખરાબ નજરથી પરિવારનું રક્ષણ કરે છે.

જે લોકો ઘણું કમાઈને પણ રોકાણ કરી શકતા નથી, તેમને પણ ઘરમાં આ છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે.

ચાલો જાણીએ ઘરમાં વિદ્યાનો છોડ લગાવવાના કેટલાક નિયમો વિષે.

1) ઘરમાં વિદ્યાનો છોડ લાવતા સમયે આ વાતનું ધ્યાન રાખો કે તેને જોડીમાં લાવવા જોઈએ, એટલે કે ઘરમાં આ છોડની જોડી હોવી શુભ માનવામાં આવે છે. જો તમે આનો એક જ છોડ રાખશો તો તે વાસ્તુને અનુકુળ નહિ ગણાય. જો તેને જોડીમાં રાખવામાં આવે તો તે શુભ ફળ આપે છે.

2) વિદ્યાના છોડને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં સારો સૂર્યપ્રકાશ અને હવા આવતી હોય. તેને ઘરની અંદર અંધકારમાં રાખવાનું ટાળો.

3) જો તમે આ છોડને ઘરની બહાર એટલે કે આંગણામાં કે બગીચામાં લગાવવા માંગો છો, તો ધ્યાન રાખો કે તેને મુખ્ય દ્વારની સામે જ લગાવવો જોઈએ જેથી દરેક તેને જોઈ શકે.

4) જો તમારા ઘરમાં રહેલો વિદ્યાનો છોડ સુકાઈ જાય તો તરત જ તેને કાઢીને બીજો છોડ લગાવો.

5) આ છોડની પૂજા ન કરવી જોઈએ. એટલે કે તુલસી કે હળદરના છોડની જેમ તેને દીવો-અગરબત્તી કરવાની જરૂર નથી. જો તમે આમ કરશો તો તમને વિપરીત પરિણામ જોવા મળશે.

6) વિદ્યાના છોડને હંમેશા પૂર્વ દિશામાં રાખો, તમને ઘરમાં શુભ પરિણામ જોવા મળશે. તેને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. તેના પર અમલ કરતા પહેલા તેની સાથે સંબંધિત પંડિત જ્યોતિષનો સંપર્ક કરો.)

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.