રાશિ મુજબ આ ખાસ વસ્તુ ખિસ્સામાં રાખવાથી વધી શકે છે તમારું ગુડ લક, તે બની શકે છે તમારું લકી ચાર્મ.

0
736

પોતાની રાશિ અનુસાર જાણો કઈ એક વસ્તુ ખિસ્સામાં રાખીને મેળવી શકો છો વિવિધ પ્રકારના લાભ.

જ્યોતિષ શાસ્ત્રમાં ગુડ લક માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય રાશિ મુજબ પણ કરી શકાય છે. દરેક રાશિના પોતાના સ્વામી ગ્રહ છે, અને તે ગ્રહો સાથે સંબંધિત અનેક વસ્તુઓનો આપણે આપણા દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ. એવી જ એક વસ્તુ છે રૂમાલ.

લગભગ દરેક માણસ પોતાની સાથે રૂમાલ જરૂર રાખે છે. જો તે રૂમાલ રાશિ સ્વામી મુજબ હોય તો તે ગ્રહ સાથે સંબંધિત શુભ ફળ મળવા લાગે છે અને ગુડ લક પણ વધે છે. તે રૂમાલ એક લકી ચાર્મ જેવું કામ કરે છે અને તકલીફો ઓછી કરે છે. આગળ જાણો રાશિ મુજબ તમારે કેવા રંગનો રૂમાલ તમારી સાથે રાખવો જોઈએ.

મેષ રાશિ : આ રાશિના સ્વામી મંગળ છે. એટલા માટે આ રાશિના લોકોએ લાલ, પીળો, ગુલાબી અને કેસરી રંગનો રૂમાલ પોતાની સાથે રાખવા જોઈએ. એમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ : આ રાશિના સ્વામી શુક્ર છે. આ રાશિના લોકોએ સફેદ, લીલા કે સિલ્વર રંગનો રૂમાલ પોતાના ખિસ્સામાં કે પર્સમાં રાખવો જોઈએ. એમ કરવાથી તમને સુખદ સમાચાર મળવાની સાથે જ તમારા કાર્યક્ષેત્રમાં સફળતા પણ મળશે.

મિથુન રાશિ : આ રાશિના સ્વામી બુધ છે. એટલે આ રાશિના લોકો માટે લીલો, વાદળી કે જાંબલી કલરનો રૂમાલ પોતાની સાથે રાખવો વધુ શુભ રહેશે. એમ કરવાથી તમારી બુદ્ધી પ્રખર બનશે અને તમારા જીવનમાં નવી ઉર્જા શક્તિનો વિકાસ પણ થશે.

કર્ક રાશિ : આ રાશિના સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકોને સફેદ, ગુલાબી, ક્રીમ, લાલ કે સેફ્રોન કલરનો રૂમાલ રાખવાથી વધુ લાભ થશે. એમ કરવાથી તમારા માન સન્માનમાં વધારો થશે.

સિંહ રાશિ : આ રાશિના સ્વામી સૂર્ય છે. આ રાશિના લોકોને લાલ, કેસરી, ગુલાબી, પીળા અને સફેદ રંગનો રૂમાલ પોતાની પાસે રાખવાથી પોઝીટીવ વિચારોમાં વૃદ્ધિ થશે અને તમારી ઉપર હંમેશા સૂર્યદેવની કૃપા જળવાઈ રહેશે.

કન્યા રાશિ : આ રાશિના સ્વામી બુધ છે. આ રાશિના લોકોએ લીલા, વાદળી, જાંબલી અને પીળા રંગનો રૂમાલ પોતાની પાસે રાખવો જોઈએ. એમ કરવાથી તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે અને ધર્મ કર્મની બાબતમાં આસ્થા વધશે.

તુલા રાશિ : આ રાશિના સ્વામી શુક્ર છે. આ રાશિના લોકોએ સફેદ, ગુલાબી કે આછા રંગનો રૂમાલ પોતાની સાથે રાખવો જોઈએ. એમ કરવાથી નોકરીમાં બઢતીની સાથે સાથે તમને ધન લાભ પણ થશે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના સ્વામી મંગળ છે. આ લોકોએ લાલ, ગુલાબી, સફેદ કે કેસરી રંગનો રૂમાલ હંમેશા પોતાની પાસે રાખવો જોઈએ. તેની શુભ અસરથી તમારામાં નવી સ્ફૂર્તિ અને ઉર્જા શક્તિનો સંચાર થશે. જમીન અને વાહન ખરીદવાના સપના પુરા થઇ શકે છે.

ધનુ રાશિ : આ રાશિના સ્વામી ગુરુ છે. એટલે આ રાશિના લોકો માટે પીળા, લાલ, ગુલાબી કે કેસરી રંગનો રૂમાલ પોતાની પાસે રાખવો વધુ લાભદાયક રહેશે.

મકર રાશિ : આ રાશિના સ્વામી શનિ છે. આ રાશિના લોકોએ વાદળી, કાળો કે જાંબલી રંગનો રૂમાલ પોતાની પાસે રાખવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં આવનારી તમામ અડચણો દુર થઇ જશે, કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે.

કુંભ રાશિ : આ રાશિના સ્વામી શનિ છે. આ રાશિના લોકો માટે કાળો કે વાદળી રૂમાલ રાખવો શુભ પરિણામોમાં વધારો કરશે અને ખુબ ધન લાભ થઇ શકે છે.

મીન રાશિ : આ રાશિના સ્વામી ગુરુ છે. એટલે આ રાશિના લોકો પીળો, કેસરી કે લાલ રૂમાલ પોતાની પાસે રાખે તો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને સમાજમાં માન સન્માન વધશે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.