રાશિ મુજબ આ વસ્તુ રાખો તમારી પાસે, ક્યારે પણ નહિ થાય રૂપિયા-પૈસાની તંગી.

0
1726

પોતાની રાશિ અનુસાર જાણો કઈ વસ્તુ પાસે રાખવાથી આર્થિક સમસ્યાઓ થાય છે દુર.

દુનિયાના દરેક માણસ સુખ-શાંતિ અને ધન ઈચ્છે છે. તેના માટે તે ખુબ મહેનત કરે છે. પણ ક્યારેક ક્યારેક મહેનત કરવા છતા પણ સફળતા નથી મળી શકતી. દરેક ગ્રહ અને દરેક રાશિ માટે એક વિશેષ બિંદુ હોય છે. આ બિંદુથી રાશિ અને ગ્રહ નિયંત્રિત થાય છે. સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો આ બિંદુને તે રાશિના ભાગ્યની ચાવી કહેવામાં આવે છે. જો આ ચાવી તમને મળી જાય તો ફાયદો તો થવાનો જ છે.

દરેક રાશિ માટે આ ચાવી કોઈને કોઈ વિશેષ વસ્તુ હોય છે, જેને જો તમે તમારી પાસે રાખો છો તો ન ફક્ત આર્થિક સમસ્યાઓ દુર થાય છે, પણ જીવનમાં ક્યારેય પણ રૂપિયા પૈસાની તંગી નથી પડતી. જ્યોતિષાચાર્ય શૈલેન્દ્ર પાંડેય પાસેથી જાણીએ કે તમારી રાશિ મુજબ કઈ વસ્તુ તમારા ભાગ્યની ચાવી છે.

મેષ : આ રાશિના લોકોએ પોતાની પાસે તાંબાનો સૂર્ય રાખવો જોઈએ.

વૃષભ : વૃષભ રાશિના લોકોએ પોતાની પાસે સફેદ રંગનો શંખ રાખવો જોઈએ.

મિથુન : આ રાશિના લોકોએ લીલા રંગની ગણેશજીની મૂર્તિ પોતાની પાસે રાખવી જોઈએ.

કર્ક : આ રાશિના લોકોએ સફેદ રંગનો ક્રિસ્ટલ બોલ પોતાની પાસે રાખવો જોઈએ.

સિંહ : સિંહ રાશિ વાળા લાલ કપડામાં તાંબાના સિક્કા પોતાની પાસે બાંધીને રાખે, તો જરૂર લાભ થશે.

કન્યા : કન્યા રાશિના લોકો કાંસાની મૂર્તિ પોતાની પાસે રાખે, તે જેની પણ હોય શુભ ફળ જ મળશે.

તુલા : તુલા રાશિના લોકોએ શ્રીયંત્ર પોતાની પાસે રાખવું જોઈએ.

વૃશ્ચિક : આ રાશિના લોકોએ મોટો કે નાનો તાંબાનો લોટો કે કળશ પોતાની પાસે રાખવા જોઈએ.

ધનુ : ધનુ રાશિના લોકો પિત્તળના સિક્કા પોતાની પાસે રાખે. આ સિક્કાની સંખ્યા એક કે બે પણ હોઈ શકે છે.

મકર : મકર રાશિ વાળા માટે પોતાની પાસે ઘોડાની નાળ રાખવી શુભ રહેશે.

કુંભ : કુંભ રાશિના લોકોએ સુગંધિત ધૂપ બત્તી કે લાકડા માંથી બનેલી અગરબત્તી પોતાની પાસે રાખવી જોઈએ.

મીન : મીન રાશિના લોકોએ કાચના પાત્રમાં થોડું એવું ગંગાજળ ભરીને પોતાની પાસે રાખવું જોઈએ.

આ સાવચેતીઓનું કરો પાલન :

(1) આ વસ્તુઓને તમારા કાર્યસ્થળ કે પૂજાના સ્થાન ઉપર રાખવી જોઈએ.

(2) આ વસ્તુઓના ઉપયોગ પહેલા તેને ગંગાજળથી શુદ્ધ જરૂર કરી લો.

(3) તેની સાફ સફાઈ ઉપર વિશેષ ધ્યાન રાખો, તેની ઉપર ધૂળ કે ગંદકી ન જામવી જોઈએ.

(4) આ વસ્તુઓનું સ્થાન વારંવાર બદલવું ન જોઈએ.

(5) ભાગ્ય વધારવા વાળી આ વસ્તુઓને એકથી બે વર્ષ તમારી પાસે રાખો. ત્યાર પછી તેને બદલી નાખો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.