શ્રીકૃષ્ણની રાણીઓ ભાગ 4 : જાણો શ્રીકૃષ્ણની સોળ હજાર એક સો રાણીઓનું હોવાનું કારણ.

0
957

શ્રીકૃષ્ણની રાણીઓ લેખના ભાગ 1 થી 3 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

પહેલા ત્રણ ભાગમાં આપણે જાણ્યું કે, કેવી રીતે કૃષ્ણના રુક્મિણી, જાંબવંતી અને સત્યભામા સાથે લગ્ન થયા હતા. અને પછી સત્યભામા નરકાસુરનો અંત કરવા માટે શ્રીકૃષ્ણ સાથે ગયા હતા. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

મહાદેવી લક્ષ્મી રસભરીને ધ્યાનપૂર્વક ભૌમાસુર-વૃતાંત સાંભળી રહ્યા, કે વચ્ચે જ તેમના મનમાં એક પ્રશ્ન ઉદ્દભવ્યો- “પ્રભુ, મને જ્ઞાત છે ત્યાં સુધી આ પહેલા બધાં જ અધર્મીઓનો વીનાશ તમે એકલા રહીને જ કર્યો છે, તો આ ભૌમાસુર-સંહાર સમયે સત્યભામાનું આપ સંગાથે હોવું એ એકમાત્ર સંયોગ જ હતો કે કોઈ ગર્ભિત હેતુ પણ હતો, એમાં?”

એટલે મંદ મંદ હસતા શ્રીહરિ બોલ્યા- “ક્યો પતિ નિજ પત્નીને રણ સં ગ્રામમાં નાહક જ સંગાથે લઈ જઈ તેનો જીવ મુશ્કેલીમાં નાખે? બેશક સત્યભામાએ સાથે આવવાની હઠ કરી, પરંતુ એ પણ વિધાત્રીનો છૂપો આશીર્વાદ જ હતો કે જે કૃષ્ણએ સહજ જ એ જીદ સ્વીકારી લીધી. વાસ્તવમાં આ ભૌમાસુરને એક વરદાન હતું કે કોઈપણ દેવી, દેવતા, કિન્નર, ગંધર્વ કે સ્વર્ગમાં વિહરતી કોઈ પણ જાતિ માટે એ અવધ હતો. અર્થાત પૃથ્વીલોકના કોઈ એક માનવ હસ્તે જ એનો વ ધ શક્ય હતો.

પરંતુ આ વરદાન સાથે એને એક શ્રાપ પણ હતો. અનેક કુમા રિકા અને સ્ત્રીઓને પીડિત કરવાને કારણે આ શ્રાપ એને મળેલો કે કોઈ એક સ્ત્રી જ એના અંતનું કારણ બનશે. આમ એના સંહાર વખતે જેમ મારુ માનવયોનીમાં હોવું, તેના વરદાનને અભંગ રાખી તેનો સંહાર કરવા માટે પૂરતું હતું, એટલું જ જરૂરી એ પણ હતું કે એનાં એ શ્રાપને સાચો ઠરાવવા એનાં સંહાર વખતે કોઈ સ્ત્રીનું ત્યાં હાજર રહીને તેનાં અંતનું નિમિત્ત બનવું. માટે જ ત્યારે સત્યભામા, જાણે કે એ શ્રાપની પૂર્તિ માટે જ, વિધાત્રીનો હાથો બની. કેવી રીતે? એ લ્યો, સાંભળો…

મુર-દાનવ અને એના છ પુત્રોના સં હાર બાદ ભયભીત બનેલો નરકાસુરનો સેનાપતિ ધૂમકેતુ એની પાસે ગયો અને તેને બધી જાણ કરી કે- “નગરદ્વાર પર હાહાકાર થઈ ગયો છે. દ્વારિકાના કૃષ્ણ આવ્યા અને અમારી સંપૂર્ણ સે નાનો ના શ કર્યો.”

આ સાંભળીને તે દુષ્ટ ગુસ્સે થઈ ગયો અને કહેે- “હવે હું તેનો સં હાર જ કરીશ.”

આટલું કહીને, તે પોતાની ગ દા અને અન્ય શ સત્રોસાથે રથ પર સવારી કરે છે અને શ્રીકૃષ્ણને શોધવા યુ ધક્ષેત્રમાં જાય છે, તો તેની આંખો ક્યાંક આકાશમાં કૃષ્ણને જોઈ શકી. તેથી તે પણ પોતાના ભ્રાંતિ સાથે આકાશમાં પહોંચ્યો અને બરાડ્યો- “અરે મૂર્ખ કૃષ્ણ, શું તમે નથી જાણતા કે દેવોનો રાજા, ઇન્દ્ર પણ મારાથી ધ્રૂજતો ભાગ્યો છે. શું તમને તમારા જીવનનો ડર નથી, કે મારા શહેરમાં પોતાના મરજીથી બલિદાન આપવા આવ્યા છો?”

ત્યારે શ્રીકૃષ્ણ જવાબમાં બોલ્યા- “ગભરાય તો તે છે જેમને મોહ છે નરકાસુર..! પણ હા, તમારુ આ અટ્ટહાસ્ય તમે પોતે જ ડરતા હોવાની વાત કહી રહ્યું છે.”

આ સાંભળીને નરકાસુર બોલ્યો- “આ જુઓ, મારા કાનના કુંડળ. તેમાં સંપૂર્ણ દેવતાઓનું સન્માન ગીરવે છે.”

ત્યારે શ્રીકૃષ્ણ કહે- “હું આ સર્વે હકીકત જાણું છું.”

“તો પછી તમે મારી સે નાને કોઈ કારણ વિના કે મમા ર્યુ?”

“તે બધા તમારા અપ રાધના સાથી હતા.” -આમ કહી પછી શ્રીકૃષ્ણ તેનાં ગુ નાઓ ગણાવ્યા અને બોલ્યા કે- “હું ખોટા કામોનો નાશ કરવા અને ધર્મ સ્થાપવા આવ્યો છું.”

તે પછી બંને વચ્ચે ઉગ્ર યુ ધથયુ. ઘણો સમય વ્યતીત થયો પણ નરકાસુર કોઈ શ સત્રથી અસરગ્રસ્ત ન થયો, બલ્કે એક ક્ષણે પોતાનીગ દા ફેંકીને નરકાસુરે, કૃષ્ણના ધનુષની દોરી તોડી નાખી અને પુનઃ તેની ગ દા પાસે જઈ પહોંચ્યો.

આવે વખતે કૃષ્ણ ફરી ધનુષની દોરી બાંધવાનું શરૂ કર્યું, ત્યારે નરકાસુર ફરી બેધ્યાન કૃષ્ણ પર ત્રા ટકયો.

પણ ચપળ સત્યભામા બિલકુલ બેધ્યાન નહોતી. એકદમ વેળાસર તે હથેળીથી ધક્કો મારી નરકાસુરની ગ દાના મા રની દિશા બદલી અને એ વારને નકામો બનાવી દીધો. જોકે એ કારણે એની હથેળીમાંથી લો હીવહેવાનું શરૂ થઈ ગયું.

આ જોઈને, કૃષ્ણ હવે પૂર્ણ સાવધ બન્યા અને ક્રોધિત અવસ્થામાં સુદર્શન ચક્રને આવાહન કર્યું, જે તરત જ એમની આંગળી પર પ્રગટ થયું, અને કૃષ્ણએ તેને ક્ષણાર્ધ માટે આંગળી પર ફેરવી તેને અનન્ય વેગ આપ્યો એટલે તરત જ એ કૃષ્ણના હુકમ મુજબ નરકાસુરની દિશામાં જવા લાગ્યું.

આ જોઈ સત્યભામા અચંબિત થઈ ગઈ અને નરકાસુર ભયભીત. પણ એની ભયભીતતા વધુ ટકતી નથી કારણ પળભરમાં સુદર્શન ચક્રે એની સમીપ પહોંચી એનો શિરચ્છેદ કરી નાખ્યો.

(એ દિવસ હતો આસો વદ ચૌદસનો (કાળી ચૌદસ) મહારાષ્ટ્ર ગોવા અને દક્ષિણ ભારતમાં આ દિવસને નરક-ચૌદસ તરીકે ઓળખાય છે. કૃષ્ણ-સત્યભામાના વિજયના પ્રતીક સમાન બીજે દિવસે દિવા દીપમાલા પ્રગટાવી દિવાળી મનાવાય છે.)

પણ નરકાસુરનુંશ રીર ભૂમિ પર પડે એ પૂર્વે ભૂમિમાં એક મોટી ફાટ પડી અને એનુંશ રીર એમાં સમાઈ ગયું. તે સાથે જ એમાંથી એક દેવી બહાર આવી, કે જેના હાથમાં સુવર્ણકુંડળની એક જોડ હતી.

“હે પ્રભુ, હું ભૂદેવી છું, હિરણ્યાક્ષના જુલમમાંથી મને આપે વરાહ-સ્વરૂપે બચાવી ત્યારે તમે મને સંયોગથી એક પુત્ર આપ્યો હતો, તે આ ભૌમાસુર. પણ પોતાની કુસંગતને કારણે કરેલા ખરાબ કર્મોથી એ નરકાસુર તરીકે ઓળખાયો છે. હવે એની મુક્તિ આપ હસ્તે જ થઈ એ ઉત્તમ થયું. આ કુંડળ દેવમાતા અદિતિના છે, જે એ બ ળપૂર્વક છીનવી લાવ્યો છે, તો કૃપયા પુનઃ એને મળી જાય એવી વ્યવસ્થા કરશો.”

આટલું કહી એ સુવર્ણકુંડળ સત્યભામાને આપી ભુદેવી પુનઃ ધરતીમાં સમાઈ ગયા.

આ વૃતાંત સાંભળી, મહાદેવી લક્ષ્મીના મનમાં ફરી એક પ્રશ્ન ઉદ્દભવ્યો, “હે પ્રભુ, એ રીતે તો નરકાસુર આપનો જ પુત્ર હતો. આપના એક અવતાર દરમ્યાન એનો જન્મ થયો હતો, પણ પછીના અવતાર દરમ્યાન આ તો આપે સ્વયં પોતાના પુત્રનોવ ધ કર્યો કહેવાય.”

શ્રીહરિ તુરંત સાવધ બન્યા અને ચોખવટ કરી, “દેવી, જ્યારે ધર્મ અથવા અધર્મના તરફેણની વાત હોય ત્યારે પિતાપુત્ર, ભાઈભાઈ વગેરે, જેવા લૌકિક સંબંધો ગૌણ બની જાય છે. આ જ વાત અર્જુનને કુરુક્ષેત્રે ગીતાજ્ઞાનમાં મેં સમજાવી હતી, જેનાથી આપ કદાચ અજાણ હશો, તો ફરી ક્યારેક વિસ્તારમાં એ બાબતનો વાર્તાલાપ પણ કરશું. બાકી, ભુદેવી અલોપ થતાં પૂર્વે જે એક બીજી ભલામણ કરી ગયા, તેનાથી સત્યભામાનું ય હ્ર્દય દ્રવી ઉઠ્યું હતું. ભલે એ આપ જેટલી સંવેદનશીલ નથી, તે છતાંય નરકાસુરના એ કર્મોની જાણથી એ કંપી ઉઠી હતી.”

મહાલક્ષ્મી ઉત્સુકતાથી સાંભળી રહ્યા.

“દેવી..! ભુદેવીની માહિતી અનુસાર વિવિધ રાજ્યોના રાજાઓનેયુ ધમાં પરા જિત કરી તેમની કુમા રિકા કન્યાઓનું હરણ કરવું એ નરકાસુરનું રોજીંદુ કાર્ય બની ગયેલ. તો અમુક કન્યાઓ તો, ડરેલા કે હારેલા રાજાઓએ તેને ઉપહાર સ્વરૂપે આપેલી. આમ કરતાં લગભગ સોળ હજાર કન્યાઓ તેના ક બ્જામાં હતી એવી માહિતી મળતા, જ્યારે સત્યભામા સાથે એ કુમારિકા-ભવનમાં ગયા, ત્યારે આ સંખ્યા સોળહજાર એકસો જણાઈ. એ સર્વેને કેદમાંથી મુક્તિ પ્રદાન કરી પુનઃ તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવાનું મેં સૂચન કર્યું, ત્યારે ફરી એકવાર, બધાં સામાજિક રીતિરીવાજો એમાં વચ્ચે બાદ્ય બનતા જણાયા.”

“ફરી એકવાર? અર્થાત? આ પહેલાંની ક્યારની વાતનો ઉલ્લેખ આપના મનમાં છે, પ્રભુ?” -મહાલક્ષ્મીએ ઉત્સુકતા બતાવી.

“દેવી, રામાવતાર વખતે આવી જ પરિસ્થિતિનો સામનો થયો હતો. પણ ત્યારે સંજોગો આ કરતા વિપરીત હતા. એ યુગમાં રામે સમાજને રાજી રાખવા નિજ પત્નીનો ત્યાગ કરવો પડેલો, તો એ કૃષ્ણયુગમાં આ કન્યાઓને જ સમાજનો ડર હતો, કે સમાજ હવે એમને અપનાવશે નહીં; કોઈ એમને માનભરી દ્રષ્ટિએ જોશે નહીં; એમના લગ્ન થવા પણ અશક્ય લાગતા હતા. ત્યારે ફરી એકવાર, સમાજ શું કહેશે એ પ્રશ્નનો નિવેડો લાવવાની જવાબદારી કૃષ્ણસ્વરૂપે ફરી મારે શિરે આવી પડી.

પછી, એ કુમા રીકાઓએ જ્યારે આશાભરી દ્રષ્ટિએ કૃષ્ણ તરફ જોયું, ત્યારે સત્યભામાની સંવેદના જાગી ઉઠી. એ સઘળીઓને કૃષ્ણે અપનાવી, સમાજમાં માનભર્યું સ્થાન આપીને તેમનું કલંકિત જીવન નિર્મળ બનાવવાનું એણે ત્યારે સૂચન કર્યું, જે કૃષ્ણે સમજદારીપૂર્વક સ્વીકારી લીધું. રામાવતારમાં સમાજ માટે થઈને એક પત્નીનો ત્યાગ કર્યો હતો, તો કૃષ્ણવતારમાં એ સમાજ માટે થઈને જ અનેક પત્નીઓનો સ્વીકાર કર્યો.”

“ગજબની સરખામણી કરી પ્રભુ આપે,” -મહાલક્ષ્મીએ સસ્મિત કહ્યું- “તો સત્યભામાને કારણે જ દ્વારિકાનો રાણીવાસ, જાણે કે એક રાણીનગર બની ગયો, એ મારી વાત સાચી ને?”

મહાદેવી લક્ષ્મી દ્વારા વારંવાર થતો આ કટાક્ષ શ્રીવિષ્ણુના ધ્યાન બહાર તો નહોતો જ.

“અવશ્ય દેવી, અવશ્ય સાચી. પણ આમ સત્યભામાના વખાણ કરીને તેને આપ જે જશ આપવા ઇચ્છો છો, ખરેખર તો એ આપના હૃદયની વિશાળતા જ છે.”

આમ પ્રભુએ વાતનો સવળો અર્થ કાઢીને વાતને હળવી બનાવી દીધી.

(ક્રમશ:)

ભાગ 1 થી 3 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)