રાધાએ કૃષ્ણનો કાન મરડીને 1000 ગોપીયો સાથે રાસ રમવા વિષે પૂછ્યું ત્યારે કૃષ્ણએ શું કહ્યું? જાણો…

0
734

કંસ થી લઈ દુર્યોધન સુધી ના કાર્યકાળ દરમિયાન પ્રભુ વિષ્ણુ એ ગણા અધર્મિ અને અહંકારીઓ નો સં હાર કરી આ પૃથ્વી પર કાયમ માટે ધર્મની સ્થાપન કરી. વાસુદેવ નાં ટોપલા માં મથુરા જઈ ગોપીયો સાથે રાસરચી પ્રભુ એ પ્રેમ અને સુમેળ સંબંધ ની એક પ્રતિમા ઊભી કરી છે. બાલ્યઅવસ્થા માં ગણા પરાક્રમ કરી પોતાની દિવ્ય શક્તિ ને ધર્મ ની પુનઃ રચન માટે આગળ કરી છે એવા રાધા નાં પ્રેમી અને રુકમણી નાં પતીપરમેશ્વર નો આ પૃથ્વી નો ઉધાર કરવા જન્મ થયો હતો.

એક દીવસ એવું બન્યું કે માધવ માથે મોર પંખ લગાવી ગાયો ને બંસરી નાં સૂર સાથે ડોલાવી રહ્યાં હતાં. પોતે મોરલી નાં સૂર માં એવા મગ્ન હતાં કે વનરાયૂ માં કોણ શું કરે છે એમનું પણ એમને ભાન ન હતું. પગનો વળાંક એવો હતો કે જાણે ઝાડવાં ની ઉપર ચડતો વેલડો હોય.

મોહન ની મગ્ન આંખો જાણે ક્ષિતિજ ને પાર જઈ દેવાતા ઓ સાથે વાર્તાલાપ કરવા માં વયસ્થ હતી. એ સમયે રાધા માધવ નાં ખભે આવી મોરલી નાં સૂર અને માધવ ની કાયા નાં હળવા નાદ સાથે આંખો મીંચી પોતે હાલક ડોલક થવા લાગી. એજ સમયે રુકમણી પણ આવી ચડી એણે પ્રભુ નાં ચરણ માં માથું મુકી વાંસળી નાં સૂર ની વમળો માં વહેવા લાગી.

થોડીક પળ બાદ માધવે એમના દિવ્ય નેત્ર ના દ્વાર ખોલ્યા અને જોયું તો આ બન્ને સ્ત્રી એકી સાથે આજે વનરાયૂ માં એમની સાથે હતી.

“મોહન મને એક જવાબ આપો…” રુકમણી ત્યાં ને ત્યાં બેસી રહી માધવ ને સવાલ કર્યો.

“હા બોલો ને…. શું સવાલ હતો….” માધવે પોતાની વાંસળી કેડ માં ખોસી.

“હું તમારી પત્ની હોવાં છતાં તમારાં ખભે નથી ઝુલતી અને આ રાધા કેમ ?” રુકમણી એ પોતાની રીસ ચડેલું મોઢું અવળું ફેરવી દીધું.

“પ્રિય એ મારા ખભે ઝુલે છે મતલબ એ મારા લગોલગ ઊભી રહી મારો ટેકો બને એવી મિત્ર છે. અને તમે મારા ચારણ ને મસ્તક પર ધરો છો તો, તમે મારી આબરૂ મારુ માન મારી સભ્યતા છો. રાધા મારી દોસ્ત, દિશાસૂચક અને મારી દ્રઢતા છે. માટે તમે બન્ને મારુજ એક રુપ છો કોઈ ભેદ નથી.”

માધવ તો માધવ હોય જવાબ પણ મોહક હોય એમા કોયજ કસર ના હોય. બન્ને ના હૈયા ને માન ન મળે તો કૃષ્ણ ન કહેવાય. બન્ને સ્ત્રીઓ પોતાના આગવા માનને હોંશે હોંશે ગળી ગઈ પણ નઠખઠ રાધા ને પૂછવું જ હતું અને રાધા ને કાન્જી નો કાન મરડી પૂછી લીધું.

“તો તું પેલાં વૃંદાવન માં એકહજાર ગોપીયો સાથે રાસ રચે છે એવું કેમ બોલ કાન્હા.”

“એતો…..!” કહી માધવે યોગ્ય મારગ જોઈ દોડ મુકી અને રણછોડ ભાગ્યા પાછળ રુકમણી અને રાધા પણ.

આવી લીલા સાથે પ્રભુ આપણને ગણું શીખવી ગયાં છે આ લીલા કાલ્પનિક છે મે મારા અંગત વિચારો માં રચી છે. પણ માધવ નો માર્ગ ધર્મ, પ્રેમ અને પરિવર્તન ને આધીન ચાલવાનો છે.

માધવના જન્મના દિવસે ફળિયા ની સ્ત્રીઓ તળાવની ચીકણી માટી નાં તગારા માથે કરી વગડેથી ચાલી આવતી નજરે ચડશે. એ માટી ને બરોબર ગુંદળી એમાં રાખ ભેળવી માધવ, રાધા અને માળેણ સહિત પારણાં નું બનાવવામાં આવસે માધવની આંખો ચાણોઠડી થી બનાવવામાં આવસે ચણોઠની લાલ અને કાળો રંગની માધવની આંખો પ્રેમ, બલિદાન, સાહસ અને શાંતી , શોખ નું પ્રમાણ પુરુ પાડે છે. માધવને વાંસળી પકડાવવા બહેનો ગણો પ્રયત્ન કરશે ત્યાર બાદ સ્થિર થસે. અને રાધા નાં કપડાં તો આગલા દિવસે સિવાય ગયા હોય છે. માળેણ ની ટોપલી માં કરહંડીયાં નાં ફુલ વરસાદ વીના ક્યાંથી લાવવા પણ એનો પણ જૂગાડ થઈ જશે.

કેળાનાં મંડપ માં આ યુગલ ને ઉભું રાખી આખું ફળિયું એમની બે દીવસ પૂજા અર્ચના કરશે. અને ગાણા ગાસે.. ” કોન ચડ્યા કદમ ની ડાળ એઠા ઉતરો ને…” એજ રિતે કૃષ્ણની નઠકઠ પર પણ ગાણું છે. કે ” વન માં કોનુંડો દાતણીયાં માંગે….. વન માં દાતણ ક્યાંથી કોનુંડો માર કેડે પડ્યો છે…” આવા ગાણા સાથે સાંજે બાર વાગે માધવના જન્મ ટાણે એમની આરતી કરવામાં આવસે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સૂંઠ, ટોપરું, ખસખસ અને ખાંડ નું મિશ્રણ કરી સુવાવડ નો પ્રશાદ લોકોને ધરવામાં આવસે. કેવડો અને ચા સાથે માધવ ના જન્મ ની ઉજવણી હાલ પણ ગામડે ગામડે થાયજ છે.

– રશ્મિન પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)