રાધાજી નંદબાવાને વરદાન માંગવા કહે છે તે સમયનો નંદબાવા અને રાધાજીનો આ અદ્દભુત સંવાદ વાંચવા જેવો છે. 

0
617

“હું રાધા છું.”

કૃષ્ણ હદય કમળમાંથી નીકળેલી શાશ્વત ઝંખના,

ક્યારેક હું ફૂલ ઉપર ઝાકળના સ્વરૂપે હોવ છું, ક્યારેક મધપૂડા ઉપરથી મધ બનીને ટપકતી દેખાવું.

વાંદરાઓ મને પહાડોની ધાર ઉપર શિલાજીત માનીને ને ખોતરે છે

નાવિકો જમના પાર કરતા પહેલા મારી અદ્રશ્ય પાનીને સ્પર્શ કરી પાણીનું આચમન કરે છે.

મહારાજ નંદબાવા હું તમને કેમ દેખાઈ ગઈ?

હું દ્રષ્ટિની દુનિયામાં રહેતી નથી,

હું સૃષ્ટિની બહાર છું.

નંદે રાધાને તેડીને ખોળામાં બેસાડ્યા.

એક પલાંઠી ઉપર કૃષ્ણ બીજા પગ ઉપર રાધા.

બાવાજી કહોને હું તમને કેમ દેખાઈ ગઈ? રાધાજીએ ફરી પૂછ્યું.

રાધા એ પૂછેલા પ્રશ્નોનો નંદે ઉત્તર આપ્યો,

મારી આંગળીએ કૃષ્ણ હતા એટલે રાધાજી તમે મને દેખાઈ ગયા.

હું પણ જાણું છું કે આપ કોઈ નેત્રોમાં પ્રતિબિંબ થતા નથી.

આપ કૃષ્ણમાં છો કૃષ્ણ ખુદ તમારામાં પ્રતિબિંબીત થાઈ છે.

નંદ બાવાનો જવાબ સાંભળી રાધાજી નંદબાવા શરીર ઉપર વ્હાલથી દીકરીની જેમ વળગી પડ્યા.

મહારાજ તમે મને જોઈજ લીધી છે, તેડી પણ લીધી છે તો વરદાન પણ માંગવું પડશે. મને જે જોવે છે તે વર પામે છે. માંગો.

નંદ મહારાજ વ્હાલ કરતા કરતા બોલ્યા, બસ ભવો ભવ હું તમને જોવ,

મારા ખોળામાં તમે રમો,

મારા કૃષ્ણને તમે આહલાદ આપો,

મારા નેસને ફૂલો અને ઘાસથી ભરેલો રાખો, મારી નંદિનીને દૂધ સભર રાખો,

મારા ગોરધન ને લીલોછમ રાખો.

નંદબાબા તો માંગતા રહ્યા માંગતા જ રહ્યા.

રાધાની આંખ બાબાના ખોળામાંજ વીંચાઈ ગઈ.

બાળકને સુતા કેટલી વાર લાગે?

વૃદાવન આખું જાગતું હતું, ઘડીક કૃષ્ણને ઘડીક નંદબાબાને જોતું હતું.

વિચારતું હતું કે અરે નંદબાબા કોની સાથે વાત કરે છે?

નંદ નો નેસ સુષ્ટિમાં હોઈ છે પણ દ્રષ્ટિની પાર હોઈ છે,

દેખાઈ ત્યારે માંગજો સેવા.

– સાભાર અતુલ રાવ.