“રાધાજીનું ઝાંઝરીયુ” – રાધાજીનું ઝાંઝરીયું જે કોઈ ગાશે વ્રજમાં વાસ એનો થાશે રે.

0
6746

રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ [૨]

માતાજીએ હરખે પહેરાવ્યું રે [૨]

રાધાજીનું ઝાંઝરીયુ

ચાર પાંચ સહીયર ભેળા થઈને [૨]

ચાલો રાધા પાણીએ [૨]

રાધાજીનું ઝાંઝરીયુ

સોનલા ઈંઢોણી ને રૂપલાનું બેડલું [૨]

રાધાજી પાણી ચાલ્યા રે [૨]

રાધાજીનું ઝાંઝરીયુ

વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા [૨]

ઝાંઝર જળમાં ડૂબ્યું રે [૨]

રાધાજીનું ઝાંઝરીયું

ધ્રુસકે ને ધ્રુસકે રાધાજી રૂએ છે [૨]

સહીયર છાના રાખે રે [૨]

રાધાજીનું ઝાંઝરીયુ

ગાયો ચરાવતો એક ગોવાળ આવીયો [૨]

રાધાજીને પૂછવા લાગ્યો રે [૨]

રાધાજીનું ઝાંઝરીયુ

ઝાંઝર કાઢો તો એક દોકડો આપું [૨]

કોઈક દિન માખણ આપું રે [૨]

રાધાજીનું ઝાંઝરીયુ

કછોટો વાળીને પ્રભુ જળમાં રે પડીયા [૨]

ઝબકે ઝાંઝર લાવ્યા રે [૨]

રાધાજીનું ઝાંઝરીયુ

દોકડો ન આપ્યો ને માખણ ન આપ્યું [૨]

રાધાજીએ અંગુઠો બતાવ્યો રે

રાધાજીનું ઝાંઝરીયુ

ચાર પાંચ ગોવાળ ભેળા થઈને [૨]

રાધાને રસ્તે રોક્યાં રે [૨]

રાધાજીનું ઝાંઝરીયું

રાધાજી તે પ્રભુજીને પાયે પડીયાં [૨]

તમે જીત્યા ને અમે હાર્યાં રે [૨]

રાધાજીનું ઝાંઝરીયું

માખણ જોઈયે તો બરસાના આવજો

દોકડો જોઈયે તો ગોકુળમાં આવજો

પ્રભુજી મંદિર જઈને ઊભા રે [૨]

રાધાજીનું ઝાંઝરીયુ

માખણ આપ્યું ને દોકડો રે આપ્યો [૨]

ઉપરથી રાધાજીને પરણાવ્યા રે

રાધાજીનું ઝાઝરીયુ

રાધાજીનું ઝાંઝરીયું જે કોઈ ગાશે [૨]

વ્રજમાં વાસ એનો થાશે રે

રાધાજીનું ઝાંઝરીયુ

રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ [૨]

માતાજીએ હરખે પહેરાવ્યું રે [૨]

રાધાજીનું ઝાંઝરીયુ.

– સાભાર સંજય મોરવડીયા (અમર કથાઓ ગ્રુપ)

સાંભળો ઓડિયો :