આ તારીખે રાહુ બદલશે પોતાની ચાલ, જે આ 4 રાશિઓવાળાના જીવનમાં લઈને આવશે આ મોટા ફેરફાર.

0
1226

રહસ્યમય ગ્રહ રાહુ કરશે રાશિ પરિવર્તન, જાણો તેની અસરથી કઈ રાશિવાળાની નાણાકીય સ્થિતિ થશે મજબૂત.

લગભગ 18 વર્ષ અને 7 મહિના પછી રાહુ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 12 મી એપ્રિલ 2022 ના રોજ સવારે 10:36 કલાકે રાહુ વૃષભ માંથી મેષ રાશિમાં ગોચર કરશે. રાહુ હંમેશા વક્રી ચાલ જ ચાલે છે. વક્રી એટલે કે ઉંધી ચાલમાં જ તે ભ્રમણ કરે છે. રાહુના આ ગોચરને કારણે 4 રાશિઓના જીવનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આવો તેના વિષે જાણીએ.

1) મિથુન રાશિ : રાહુ જ્યારે તમારી રાશિના 12 મા ભાવથી 11 મા ભાવમાં ગોચર કરશે, ત્યારે તમને અચાનક ધનની પ્રાપ્તિ થવાના યોગ બનશે. જો તમે નોકરી કરતા હોવ તો પગાર વધશે અને જો તમે વેપારી હોવ તો નફો થશે. આવકના સાધનો વધશે, રાહુનું ગોચર તમારા માટે શુભ સાબિત થશે.

2) કર્ક રાશિ : રાહુ તમારી રાશિના 11 મા ભાવમાંથી નીકળીને 10 મા ભાવમાં પ્રવેશ કરશે. આ રીતે તમારી સુવિધાઓનો વિસ્તાર થશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. જો તમે નોકરી કરો છો તો તમારે કાર્યસ્થળ પર તમારા શત્રુઓથી સાવચેત રહેવું પડશે. વેપારીઓનો નફો વધશે.

3) તુલા રાશિ : રાહુ તમારી રાશિના આઠમા ભાવને છોડીને સાતમા ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચરથી અચાનક ધનલાભ થઈ શકે છે. નોકરીમાં પરિવર્તન આવી શકે છે. વેપારમાં નવી વ્યૂહરચના બનવાની શક્યતા છે. પ્રવાસના યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનમાં સતર્ક રહેવાની જરૂર છે.

4) વૃશ્ચિક રાશિ : રાહુ તમારી રાશિના સાતમા ભાવને છોડીને છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. જો તમે નોકરી કરતા હોવ તો પ્રમોશનની શક્યતા છે અને જો તમે વેપારી છો તો તમને ફાયદો થશે. કારકિર્દીની દૃષ્ટિએ આ ગોચર શુભ છે. તમારે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

ડિસ્ક્લેમર : આ માહિતી જ્યોતિષીય માન્યતા, ગોચરની પ્રચલિત ધારણા વગેરે પર આધારિત છે. અમે આ વાતની પુષ્ટિ કરતા નથી. વાચકે જ્યોતિષના કોઈ જાણકારને પૂછ્યા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.