આ રાશિના લોકો માટે રાહુનું ગોચર સારું નથી, જાણો કેટલા દિવસ સુધી રાહુ ખરાબ અસર આપશે.

0
1658

12 એપ્રિલે થનારું રાહુનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે મુશ્કેલીઓનો ટોપલો લાવશે, જાણો જ્યોતિર્વિદે જણાવેલો અમાસના દિવસે કરવાનો ઉપાય.

રાક્ષસ નામના નવસંવત્સરની શરૂઆત શનિવાર, 2 એપ્રિલ, 2022 ના સૂર્યોદય સાથે શરૂ થઈ ગઈ છે. શનિવારના રોજ સંવત્સરની શરૂઆત સાથે, શનિદેવ વર્ષના રાજા અને દેવ ગુરુ બૃહસ્પતિ આ વર્ષના પ્રધાન બન્યા છે. બંને ગ્રહો પોતપોતાની રાશિમાં ભ્રમણ કરતા રહેશે, જેનો વ્યાપક પ્રભાવ પડશે.

પરંતુ વર્ષની શરૂઆતમાં એક અન્ય મહત્વપૂર્ણ ગોચર થવાનું છે, જે ચોક્કસપણે આ જગત પર હકારાત્મક કે નકારાત્મક અસર કરશે. 12 એપ્રિલ, 2022 ના રોજ છાયા ગ્રહ રાહુનું મેષ રાશિમાં ગોચર થશે અને તે 18 મહિના સુધી મેષ રાશિમાં જ રહેશે. વર્ષ 2022 માં રાહુ મેષ રાશિમાં રહેશે અને જગતના દરેક જીવો પર પોતાનો પ્રભાવ છોડશે. રાહુ વૃષભ અથવા લગ્ન માટે આખા વર્ષ દરમિયાન બારમા ભાવમાં ગોચર કરશે. બારમા ભાવમાં રહેલો રાહુ અચાનક ખર્ચમાં વધારો કરશે. તેમજ મોટી યાત્રાઓ પર પણ ખર્ચ થશે.

વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે અથવા અભ્યાસ માટે અથવા ફરવા માટે વિદેશમાં અથવા રાજ્યની બહાર મુસાફરી કરી શકો છો. ખર્ચાઓ અચાનક વધી શકે છે. આ પરિવર્તનથી વર્ષ 2022 માં વૃષભ રાશિ અથવા લગ્નના લોકો માટે ખર્ચમાં અચાનક વધારો થવાની શક્યતા છે. રાહુની પાંચમી દૃષ્ટિ ચોથા ભાવ પર રહેશે, આવી સ્થિતિમાં ઘર અને વાહનને લઈને ટેન્શન પેદા થઈ શકે છે. વાહન વગેરે પાછળ ખર્ચ થઈ શકે છે. મકાનના બાંધકામને લગતા ખર્ચમાં અચાનક વધારો થવાની સ્થિતિ રહેશે.

માતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા વધી શકે છે. આ સમયે ગભરામણ, છાતીમાં તકલીફ, કફ, શરદી, ઉધરસ, એલર્જીના કારણે ટેન્શન ઉત્પન્ન થતું રહેશે. રાહુની આગળની દૃષ્ટિ એટલે કે સાતમી દૃષ્ટિ રોગ, શત્રુ અને દેવાના ભાવ (ઘર) પર હોવાથી ખૂબ જ નજીકની વ્યક્તિ દ્વારા ટેન્શન મળી શકે છે. પરંતુ સમસ્યાનો ઉકેલ સરળતાથી શોધવામાં પણ સફળતા મળશે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની સ્થિતિ રહેશે. રાહુની નવમી દૃષ્ટિ આઠમા ભાવ પર રહેશે, આવી સ્થિતિમાં પેટ અને પગની સમસ્યાને કારણે ટેન્શન રહેશે. પેટની આંતરિક સમસ્યાઓ, પેશાબની સમસ્યા, લીવરની સમસ્યા, કિડનીની સમસ્યા, એલર્જી અને ઇન્ફેક્શનની સમસ્યામાં તણાવ અને ખર્ચ વધી શકે છે. આ રીતે વર્ષ 2022 માં રાહુનું ગોચર વૃષભ રાશિ અથવા વૃષભ લગ્નના લોકો માટે અનુકૂળ સ્થિતિ નથી. ખર્ચ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય પ્રતિકૂળ રહેશે. વર્ષ 2022 માં વાહન વગેરે ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખો.

છલ્લે રાહુની શાંતિ માટે ઉપાય જરૂરી બની જાય છે. જો કે મૂળ કુંડળીમાં રાહુની સ્થિતિ અનુસાર ઉપાય કરવા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, તેમ છતાં સામાન્ય રીતે દર અમાસને દિવસે વહેતા ગંદા પાણીમાં પાંચ સૂકા નારિયેળ વહેતા કરવા. સમયાંતરે ભૈરવ મહારાજના દર્શન કરતા રહો. દેવી ભગવતીની પૂજા અને દર્શન કરવાથી રાહુના નકારાત્મક પરિણામોમાં ઘટાડો થશે. આ સમયગાળા દરમિયાન રાહુનું રત્ન ગોમેદ (ઓનીક્સ) ધારણ કરવાથી બચો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી લાઈવ હિન્દુતાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.