18 મહિના પછી છાયા ગ્રહો રાહુ-કેતુ બદલશે રાશિ, 2022 માં આ 4 રાશિઓ બની શકે છે ધનવાન.

0
1135

જલ્દી જ રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન, જે આ 4 રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે.

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુ બંને ગ્રહોને છાયા ગ્રહોનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ આ બંને ગ્રહો આપણા જીવનને ઘણી હદે અસર કરે છે. એવું માનવામાં આવે છે કે, જો આ ગ્રહો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં વિશેષ સ્થાન ઉપર હોય તો તેને જમીનથી આકાશ ઉપર અથવા આકાશ ઉપરથી જમીન ઉપર લઇ જવાની શક્તિ ધરાવે છે. જો રાહુ-કેતુ કુંડળીમાં બળવાન હોય તો વ્યક્તિને ઘણો નફો કમાઈ આપે છે.

જણાવી દઈએ કે, આ ગ્રહોને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા લગભગ દોઢ વર્ષનો સમય લાગે છે. જાણો નવા વર્ષમાં આ બંને ગ્રહો ક્યારે પોતાની રાશિ બદલશે અને કોને થશે ફાયદો.

ખરેખર તો રાહુ ગ્રહ 12 મી એપ્રિલ 2022 ના રોજ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે, તો કેતુ આ દિવસે તુલા રાશિમાં પ્રવેશ કરશે. બંને ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનની 4 રાશિના લોકો પર ખૂબ જ શુભ અસર થવાની સંભાવના છે. તે રાશિઓ મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ છે.

નોકરી અને કરિયરના સંદર્ભમાં : આ રાશિના લોકો માટે કરિયર અને નોકરીમાં સારી પ્રગતિ થવાની સંભાવના છે. ભૂતકાળમાં કરેલા પ્રયત્નો આ સમયમાં ફળ આપી શકે છે. અચાનક પૈસા મળવાના ચાન્સ રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. એકંદરે નાણાકીય સ્થિતિ સારી રહેશે.

જો તમે આ સમય દરમિયાન નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો રોકાણ માટે આ સમય અનુકૂળ છે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમય દરમિયાન તમે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. નોકરિયાત લોકો માટે આ સમય ખૂબ જ સાનુકૂળ દેખાઈ રહ્યો છે. જે લોકો રાજનીતિમાં છે, તેમના માટે પણ આ ગોચર ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેમને મોટું પદ મળી શકે છે.

વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે : જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે. આ સમયમાં તમારા દરેક કામ પૂરા થતા જણાય છે. શિક્ષણ ક્ષેત્રે સારી સફળતા મળવાની સંભાવના છે.

આરોગ્યની દ્રષ્ટિએ : આ રાશિના લોકો માટે રાહુ-કેતુનું ગોચર આરોગ્યની બાબતમાં સરેરાશ રહેશે. જો કે, કેટલાક લોકોને પગ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ જો તમે સમયસર સારવાર મેળવશો તો બધું સારું થઈ જશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.