આ મંદિરમાં શિવજીની સાથે રાહુની થાય છે પૂજા, અહીં પડ્યું હતું રાક્ષસ સ્વરભાનુનું માથું.

0
239

હિંદુ ધર્મમાં માત્ર દેવી-દેવતાઓ જ નહીં પરંતુ રાક્ષસોની પણ પૂજા કરવામાં આવે છે. ભારતમાં એવા ઘણા મંદિરો છે જે અસુરો પર આધારિત છે. આવું જ એક મંદિર ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પૈઠાણી ગામમાં આવેલું છે. આ મંદિર રાહુનું છે, જે છાયા ગ્રહ પણ છે.

ધાર્મિક કથાઓ પ્રમાણે સમુદ્ર મંથન દરમિયાન રાક્ષસ સ્વરભાનુએ કપટથી અમૃત પીધું હતું, ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તેનું મા-થું કા-પી ના-ખ્યું હતું. અમૃત પીવાને કારણે તે મ-રુ-ત્યુ પામ્યો નહીં, અને તેનું શરીર બે ભાગમાં વહેંચાય ગયું. તે રાક્ષસના માથાને રાહુ અને ધડને કેતુ કહેવામાં આવે છે.

અહીં રાહુની પૂજા થાય છે. આ મંદિરમાં ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ મંદિરની સ્થાપના સ્વયં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેઓ દક્ષિણથી હિમાલયની યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમને આ સ્થાન પર રાહુના પ્રભાવનો અનુભવ થયો હતો. તેથી જ તેમણે આ સ્થાન પર રાહુનું મંદિર બનાવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે રાહુનું માથું આ સ્થાન પર પડ્યું હતું :

પૌરાણિક કથાઓ પ્રમાણે, જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શનથી સ્વરભાનુ અસુરનો શિ-ર-ચ્છે-દ કર્યો હતો ત્યારે તેનું મસ્તક આ સ્થાન પર પડ્યું હતું. આથી આ જગ્યાએ રાહુનું મંદિર બનાવવામાં આવ્યું હતું.

આ મંદિરમાં ભગવાન શિવજીની સાથે રાહુની મૂર્તિ પણ સ્થાપિત છે. મંદિરની દિવાલો પર આકર્ષક કોતરણીઓ છે. તેમાં રાહુનું ક-પા-યે-લું માથું અને સુદર્શન ચક્ર બનાવવામાં આવ્યું છે. આ કારણથી તેનું નામ રાહુ મંદિર પડ્યું.

કેદારખંડના ધાર્મિક ભાગમાં ઉલ્લેખિત ‘ૐ ભૂર્ભુવ: સ્વ: રાઠેનાપુરાદેભવ પૈઠીનસિ ગોત્ર રાહો ઇહાગચ્છેદનિષ્ઠ’ શ્લોક પ્રમાણે, ઘણા વિદ્વાનો માને છે કે રાહુએ જ આ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી હતી.

મૂર્તિઓની સ્થાપત્ય શૈલી અને શિલ્પને આધારે આ શિવ મંદિર અને મૂર્તિઓ આઠમી-નવમી સદીની વચ્ચેની હોવાનું જણાય છે. આ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ છે.

રાહુ સંબંધિત દોષોને દૂર કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને રાહુને મગની ખીચડી અર્પણ કરે છે. અહીંના ભંડારામાં પણ મગની ખીચડી પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું?

જિલ્લાના મુખ્ય સ્થળો જેમ કે કોટદ્વાર, લેન્સડાઉન, પૌરી, શ્રીનગર વગેરે તેહરી-મુરાદાબાદ રાજ્ય ધોરીમાર્ગ દ્વારા સારી રીતે જોડાયેલા છે.

કોટદ્વાર, ઋષિકેશ, હરિદ્વાર અને રામનગર જેવા રેલ્વે સ્ટેશનની સુલભતા ઘણી સારી છે. અહીંથી નિયમિત બસો, ટેક્સીઓ ચાલે છે.

સૌથી નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ (દહેરાદૂન) છે, જે જિલ્લા મુખ્યાલયથી 155 કિમી દૂર છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.