પુરતી તપાસ ના કરીને આપણે રાઈનો પહાડ બનાવી દઈએ છીએ, બે મિત્રોના રમુજી કિસ્સા દ્વારા સમજો આ વાત

0
141

રાઘવ અને વિજય B.Sc કરવા ગામડેથી શહેરમાં આવ્યા. પરિવારના સભ્યોના કહેવાથી બંને ભાડે રૂમ લઈને રહેવા લાગ્યા. તેમની વચ્ચે સારું બની રહ્યું હતું. તેઓ સાથે કોલેજ જતા, ભોજન બનાવતા, ખાતા અને અભ્યાસ કરતા.

એક દિવસ રાઘવે કહ્યું : યાર વિજય, મારી ફોઈ અહીં રહે છે, આજે હું તેમને થોડા સમય માટે મળવા જાઉં છું. અને હા, ખાવાનું ખાઈ લેજે, બની શકે કે મને રાત્રે મોડું થઈ જાય. તું સુઈ જજે પણ દરવાજાનો આંકડો લગાવતો નહિ. એમ કહીને રાઘવ તેની ફોઈને ત્યાં ચાલ્યો ગયો.

વિજયે ભોજન કર્યું અને ભણવા લાગ્યો. વરસાદના દિવસ હતા અને મચ્છરોનું સામ્રાજ્ય હતું, તેથી તેણે ખાટલા પર મચ્છરદાની લગાવી, ચારે બાજુથી દબાવીને અભ્યાસ કરવા લાગ્યો, તે થાકી ગયો હતો, તેથી તેને જલ્દી ઊંઘ આવી ગઈ.

થોડી જ વાર થઈ હશે કે અચાનક તેની ઊંઘ ઉડી ગઈ. તેને લાગ્યું કે રૂમમાં કોઈ આવ્યું છે. તેની નજર દરવાજા પર પડી, અને જોયું કે તે સહેજ ખુલ્લો હતો. તેણે રાઘવ… રાઘવ… એમ બૂમો પાડી પણ કોઈ જવાબ ન મળ્યો. તે કોઈ શંકાને કારણે પરેશાન થઈ ગયો. થોડી જ વારમાં તેના ખાટલા નીચેથી એક વિચિત્ર અવાજ આવતો સાંભળ્યો, તેથી તેને પાક્કી ખાતરી થઈ ગઈ કે ખાટલા નીચે કંઈક છે. ભયના કારણે વિજય રુંવાડા ઉભા થઈ ગયા.

થોડી વાર પછી તેને ફરી એક ઘૂંઘવાટ જેવો અવાજ સંભળાયો, પછી તે રડવા લાગ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો કે, હે! ભગવાન રાઘવને જલ્દી મોકલો. તે પ્રાર્થના કરી રહ્યો હતો એવામાં જ રાઘવે આખો દરવાજો ખોલી નાખ્યો અને રૂમમાં પ્રવેશવા માટે જેવો જ જમણો પગ અંદર મુક્યો કે, વિજય મોટેથી ચીસો પાડવા લાગ્યો, “અરે રાઘવ, અંદર ન આવ, પલંગની નીચે કંઈક છે.”

રાઘવ થોડો દબંગ જેવો હતો. તેણે પોતાની હોકી સ્ટિક લીધી. તે પલંગની નીચે જોઈને કહેવા લાગ્યો, અરે યાર, તું તો બહુ મોટો ફટ્ટુ છે, અને તેણે જોરથી હોકી સ્ટીક મારી, તો તરત જ એક કૂતરો ચીસો પાડતો બહાર આવ્યો અને દરવાજાની બહાર ચાલ્યો ગયો. પછી શું હતું હસતા હસતા બંનેની હાલત ખરાબ થઈ ગઈ.

લેખક – ઉદ્ધવ દેવલી.

પ્રતીકાત્મક ફોટો