રાજા ઉંચો પર્વત પાર કરવાનો હતો ત્યારે સ્ત્રી બોલી તમારાથી આ નહિ થાય, પછી રાજાએ જે કર્યું તે જાણવા જેવું છે

0
454

દરેક વ્યક્તિના પોત-પોતાના વિચાર હોય છે. ઘણીવાર જે લોકો પોતે સફળ નથી થતા, તેઓ બીજાને સફળ જોવા માંગતા નથી. જો કોઈ વ્યક્તિ સફળ થતો જણાય તો પણ તેને નકારાત્મક બાબતોમાં ફસાવીને તેને ધ્યેયથી ભટકાવી દે છે.

જેઓ નકારાત્મક બાબતોમાં પણ સકારાત્મકતા શોધે છે, તેઓ જીવનમાં સફળ કહેવાય છે. આજે અમે તમને એવી જ એક સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે કેવી રીતે આપણે નકારાત્મક બાબતોમાં પણ સકારાત્મકતા શોધી શકીએ.

જ્યારે રાજાને મળ્યું અશક્ય લક્ષ્ય :

એક રાજા પોતાના સૈનિકો સાથે દૂરના દેશમાં પ્રવાસે જઈ રહ્યો હતો. તે રાજા અત્યંત પરાક્રમી અને નિર્ભય હતો. રસ્તામાં અનેક જંગલો અને નદીઓ આવી. રાજાએ તેમના સૈન્ય સાથે તેમને પાર કર્યા. રાજા જ્યારે પોતાના મુકામ પર પહોંચવાનો હતો ત્યારે તેની સામે એક પડકાર ઉભો થયો.

તેણે જોયું કે સામે એક ખૂબ જ ઊંચો પર્વત હતો, જેને પાર કરવો લગભગ અશક્ય હતો. એ પર્વતની ઊંચાઈ જોઈને સેનાનો ઉત્સાહ પણ ઠંડો પડી ગયો. બધાને લાગ્યું કે આ પર્વતને ઓળંગવો અશક્ય છે. તેમ છતાં, રાજાએ સૈન્યને પર્વત પર ચઢવાનો આદેશ આપ્યો.

પ્રતીકાત્મક

એક વૃદ્ધ સ્ત્રી તે રાજા અને તેની સેનાને જોઈ રહી હતી. જ્યારે તેણીએ સાંભળ્યું કે, રાજા સૈન્ય સાથે પર્વત પર ચઢવા માંગે છે, ત્યારે તે રાજા પાસે ગઈ અને કહ્યું, “આ તમારાથી નહિ થાય. તમે શા માટે મ-ર-વા માંગો છો? અહીં આવેલા તમામ લોકોમાંથી કોઈ પણ જીવતું રહ્યું નથી, અને તમે આટલી મોટી સેના સાથે આ પર્વતને પાર કરવા માંગો છો.”

તે વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને રાજા ગુસ્સે થવાને બદલે પ્રેરિત થયા અને તરત જ પોતાનો હીરાનો હાર ઉતારીને તેમને પહેરાવ્યો અને પછી કહ્યું, “તમે મારો ઉત્સાહ બમણો કર્યો છે અને મને પ્રેરણા આપી છે, જો હું મ-રી જાઉં તો વાંધો નથી, પણ જો હું બચી ગયો, તો મારું નામ ઈતિહાસમાં અમર થઇ જશે.

રાજાએ પોતાના સૈન્યમાં ઉત્સાહ જગાવ્યો અને પૂરા બળ સાથે પર્વત પર ચઢવા લાગ્યો. ઘણી મુશ્કેલીઓ પછી પર્વતને પાર કરતાની સાથે જ તે પોતાના મુકામ પર પહોંચી ગયો. તેમની સફળતાએ તેમને અમર બનાવી દીધા. બધા એ રાજાના વખાણ કરતા થાકતા નહિ. આ રીતે એક વૃદ્ધ મહિલાની નકારાત્મક વાતે તે રાજાને હકારાત્મક વિચારસરણીથી ભરી દીધા.

આ સ્ટોરીનો નિષ્કર્ષ એ છે કે, જ્યારે પણ તમે તમારા માટે મુશ્કેલ લક્ષ્ય નક્કી કરો છો, તો લોકો પહેલેથી જ તેના વિશે નકારાત્મક વિચારવાનું શરૂ કરી દે છે. અને તેઓ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે કે તમે તે લક્ષ્ય પ્રાપ્ત કરી શકતા નથી. પણ હકીકતમાં આ તે સમય હોય છે જ્યારે તમે તમારી પોતાની ક્ષમતાને લોકો સામે લાવી શકો છો અને તેમને સફળ થઈને દેખાડી શકો છો.