રાજા વિક્રમાદિત્યના ગુરુએ દરરોજ રાત્રે સૂતા પહેલા તેમને જે કામ કરવા કહ્યું હતું તે આપણે પણ કરવાની જરૂર છે.

0
1686

વિક્રમ સંવતની શરૂઆત રાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી. એક દિવસ રાજા વિક્રમ પોતાના ગુરુ પાસે બેઠા હતા. ગુરુએ વિક્રમાદિત્યને પૂછ્યું, ‘મને કહો રાજા, આજે તમે કયા ખાસ હેતુથી આવ્યા છો?’

વિક્રમાદિત્યએ કહ્યું, ‘મને એવો એક મંત્ર કહો, જેને હું પણ ધ્યાનમાં રાખું અને આવનારી પેઢીઓ પણ ધ્યાનમાં રાખે. ગુરુએ સંસ્કૃતમાં એક શ્લોક લખીને રાજાને આપ્યો. એ શ્લોકનો અર્થ એ હતો કે દિવસ આખાની વ્યસ્તતા પછી, જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ ત્યારે વિચાર કરો કે આપણે દિવસ દરમિયાન જે જીવન જીવ્યું તે પ્રાણી જેવું હતું કે આજે માણસની જેમ કોઈ સારું કામ કર્યું છે. જો તમે સારું કામ ન કર્યું, હોય તો તમને આજે રાત્રે સૂવાનો શું અધિકાર છે?’

રાજાએ આ શ્લોક પોતાના સિંહાસન પર લખાવ્યો અને તે પછી તે દરરોજ આ મંત્રનું સ્મરણ કરતો. રાત્રે સુતા પહેલા તે વિચારતા કે આજે મેં કોઈ સત્કર્મ કર્યું છે કે નહિ? એક દિવસ તે કામમાં ખૂબ વ્યસ્ત હતા, આખો દિવસ પસાર થઈ ગયો અને રાત્રે સૂવાનો સમય થઈ ગયો. સૂતા પહેલા તેમણે વિચાર્યું કે આજે મારું શું સત્કર્મ હતું? વિક્રમાદિત્યે ઘણું વિચાર્યું, પણ તેમને કોઈ સારું કામ યાદ ન આવ્યું.

વિક્રમાદિત્ય તરત જ મહેલમાંથી બહાર આવ્યા અને એક ખેતરમાં જોયું કે એક ખેડૂત ઠંડીમાં પાકની રક્ષા કરતા સૂઈ ગયો હતો. વિક્રમાદિત્યે વિચાર્યું કે પોતાના પાક માટે આ તેનું સમર્પણ છે. તેમણે તરત જ ખેડૂતને પોતાની ગરમ શાલ ઓઢાડી દીધી. મહેલમાં આવીને તેમણે યાદ કર્યું કે આજે મેં માનવતાને મદદ કરી છે અને તે પછી તે ઊંઘી શક્યા.

બોધ : રાજા વિક્રમાદિત્યનું આ આચરણ આપણને એક સંદેશ આપી રહ્યું છે કે, આપણે આખો દિવસ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે સારા કાર્યો કરતા રહીએ. રાત્રે સૂતા પહેલા તમારે ચોક્કસપણે તમારા સારા કાર્યોની ગણતરી કરવી જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.