રાજસ્થાનનું કિરાડુ મંદિર, જ્યાં રાત્રે રોકાવા વાળા શ્રદ્ધાળુઓ બની જાય છે પથ્થર.

0
472

એક શ્રાપને કારણે સાંજ થયા પછી કોઈ રોકાતું નથી આ મંદિરમાં, જાણો રહસ્યમયી મંદિર વિષે.

જો આપણે ભારત માંથી મંદિરો કાઢી નાખીએ તો અહિયાં કાંઈક નહિ વધે. ભારતમાં ઘણા મંદિરો છે. તેમાંથી ઘણા મંદિરો એવા પણ છે, જેમની અંદર રહસ્યોનો સંસાર સમાયેલા છે. આજે અમે તમને રાજસ્થાનના એવા જ રહસ્યમયી મંદિર વિષે જણાવવાના છીએ, જ્યાં કોઈ પણ શ્રદ્ધાળુ સાંજ થયા પછી રોકાવાની હિંમત નથી કરી શકતા.

બાડમેર જીલ્લામાં છે રહસ્યમયી મંદિર : આ રહસ્યમયી મંદિર રાજસ્થાનના બાડમેર જીલ્લામાં આવેલું છે. આ મંદિરને કિરાડુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઈ.સ. પૂર્વે 1161 માં આ જગ્યાનું નામ કિરાટ કૂપ હતું. રાજસ્થાનમાં હોવા છતાં પણ આ મંદિરનું નિર્માણ ભારતીય શૈલીમાં કરાવવામાં આવ્યું. આ મંદિરને લોકો રાજસ્થાનનું ખજુરાહો પણ કહે છે.

મોટાભાગના મંદિર ખંડરમાં ફેરવાયા : અહિયાં પાંચ મંદિરોની એક શ્રુંખલા છે. આ શ્રુંખલાના મોટાભાગના મંદિર હવે ખંડરમાં પરિવર્તિત થઇ ગયા છે. જયારે શિવ મંદિર અને વિષ્ણુ મંદિરની સ્થિતિ સારી છે. આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું તેના વિષે વધુ જાણકારી ઉપલબ્ધ નથી. આમ તો મંદિર નિર્માણને લઈને લોકોની પોત પોતાની માન્યતાઓ જરૂર છે.

સાધુએ ગામ વાળાને આપ્યો હતો શ્રાપ : કહેવામાં આવે છે કે આ મંદિરમાં એક સમયે એવી ઘટના બની જેનો ડર આજે પણ લોકોમાં જળવાયેલો છે. કહેવામાં આવે છે કે, ઘણા વર્ષો પહેલા એક સાધુ પોતાના શિષ્યો સાથે આ મંદિરમાં આવ્યા હતા. એક દિવસ તે શિષ્યોને મંદિરમાં મૂકીને એકલા બહાર ગયા હતા. તે દરમિયાન એક શિષ્યની તબિયત અચાનક બગડી ગઈ. સાધુના બીજા શિષ્યોએ ગામ વાળાની મદદ માંગી પણ કોઈએ તેની મદદ ન કરી.

પછી જયારે સાધુને આ ઘટના વિષે જાણ થઇ તો તે ગુસ્સે થઈ ગયા અને ગામના લોકોને શ્રાપ આપી દીધો કે સાંજ થયા પછી બધા લોકો પથ્થર બની જાય.

મદદ કરવા વાળી મહિલા પથ્થર બની ગઈ : લોક કથાઓ મુજબ માત્ર એક મહિલાએ જ સાધુના શિષ્યની મદદ કરી હતી. અને તે વાતથી સાધુ ઘણા પ્રસન્ન થયા અને તે મહિલાને કહ્યું કે સાંજ થાય એ પહેલા તે ગામ છોડીને જતા રહે અને પાછળ વળીને ના જુવે. પણ મહિલા જયારે ગામથી દુર જઈ રહી હતી તો કુતુહલવશ તેણે પાછળ વળીને જોઈ લીધું. તેના લીધે તે પણ પથ્થરની બની ગઈ.

સાંજ થતા જ મંદિર થઇ જાય છે ખાલી : મંદિરની પાસે તે મહિલાની મૂર્તિ આજે પણ સ્થાપિત છે. સાધુના તે શ્રાપને કારણે જ આસપાસના ગામના લોકોમાં ડર પ્રવેશી ગયો જેને લઈને આજે પણ લોકોમાં એ માન્યતા છે કે, જે પણ આ મંદિરમાં સાંજે પ્રવેશ કરશે કે રોકાશે, તે પણ પથ્થરના બની જશે. એ કારણ છે કે કોઈ પણ વ્યક્તિ સાંજ થયા પછી આ મંદિરમાં રોકાવાની હિંમત નથી કરતા.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.