વાંચો રાજકોટના કાનપરી બાપૂની વીરતાની ગાથા.

0
751

કાનપરી બાપૂ મૂ .બળધોઈ જી રાજકોટ

સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ

બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ.

મિત્રો આ નાની ખાભી કાનપરી બાપૂ ની છે જે હાલ બળધોઈ ના દરબાર ગઢ મા છે. આ વાત સૌરાષ્ટ્ર નો બાહરવટીયો વાલો નામેરી સાથે રહી ઘટના બનેલી છે. મિત્રો આ જગ્યાએ ઘણી જૂના અવશેષ પણ જોવા મળે છે. હાલમાં પણ દરવાજા પર બધુકની ગો ળીઓ ના નીશાન જોવાં મળે છે જે મે પણ રૂબરૂ ગયો હતો ત્યારે જોયેલ.

એક દિવસ મામદ જામને સંદેશો મળ્યો કે બળધોઇ હાથીયાવાળાના ગઢમાં ત્રણ હજાર રૂપિયાની કોથળી તૈયાર ટપે પડી છે. આ સાંભળી મામદ તૈયાર થયો આકડે મધનું પોડુ ટીગાઈ છે. પણ મામદ જામ જાવા જેવું નથીં અમંગળ લાગે છે મન માનતું નથી. હવે મૂંગો મર મામદ જામે બળધોઇ તરફ સાંજ ટાણે વાર વેહતી કરી ખળામાં ત્રાટકીલુ ટકરી બધાંને બંધી બનાવી કેદ કર્યા. ગામમાં જઇ બે ભડાકા કર્યા ત્યાં હાથીયાવાળા મુઝાણા. કાઠીયાણી હવે શું કરૂં?

કાઠીયાણી સામે ઊભાં હતાં શું કરૂં કેમ ઘરમાં બેસી જાવ મારાં લુગડા પેરીને બહારવટીયા ને કેહશુ કે દરબારને બે ઘર છે. દરબાર અરરર ઝાંખા પડી ગયા ત્યારે પુછતાં શરમાતા નથીં અટાણે પુછવાનો સમો છે કે લેખે ચડવાનો. દરબાર દોડીને પોતાનાં ત્રીસ બધુક દારો સાથે હાથીયાવાળો મેડીયે ચડ્યા અને બહારવટીયે બજાર કબ્જે કરી લીધી. દરબારી માણસોએ મેડીયેથી ભડાકા કર્યા ગામ ધુમાડે ઢંકાઇ ગયું. પણ બહારવટીયા દરબારગઢની દિવાલ ઠેકીને અંદર ઉતાર્યા જોયું તો ઓરડે ઓરડે તાળા મારી દીધા છે, એ બહારવટીયે હાકલ કરી એ કાઠી લાવ ચાવી નકર હમણાં જા નજાસે.

હાથીયાવાળાએ ચાવીઓ ઘા કરી પહેલો ઓરડો ઊઘાડયો અંદર દરબારગઢની ને ગામની દિકરીઓ બહારવટીયા ના ડરથી અંદર લંપાઇને બેઠી હતી. તરત દરવાજો બંધ કરી નાખો બીજો ખોલી જોયું અંદર પટારા ઘંટીના પડ લઇ પટારો તોડવા લાગ્યાં. હા લૂ ટો બેલીઓ લૂ ટો મારાં ભાઇઓ એમ પટકારો કરતો જામ ફળીમા ઊભો છે.

ત્યાંતો સાઢીયાની કાઠાની ઓથે કાનપરી નામે બાવો છુપાઇને બેઠો છે. એને રોમે રોમમાં શુરાતન વ્યાપી ગયું પોતાની પાસે જ કાઠી દરબારો જેનાં ઊપર થાળી રાખીને જમે છે, તે પડધી નામની પીતળની નાની બેઠક પડેલી તે કાનપરીએ ઊપાડી જે ગીરનારી કહીં બાવાએ પીતળની પડધી નો કારમો ઘા કર્યો. એ ઘા બરોબર મામદના મા થા પર પડ્યો ને ફટાક દઇ મામદનીખો પરી ફાટી ગઈ. આખ નુ રતન પણ ફોડી નાખ્યું. અરે તારી જાતનો કહીં ધાયલ થયેલો મામદ પાછો ફર્યો ને બાવાના શરીર પર ગો ળીઓ ચલાવી ઓગણીસ ઓગણીસ છરાએ બાવાના શરીરને વિંધી ન્હાય.

ધોઇ ધ્રૌપટ નીકળી ગઈ તોય બાવાએ દોડીને મામદની તર વાર ખેંચીને તેનાં જમણાં ખંભા ઊપર જે ગીરનારી કહીં ઝીંકી. પણ ઝીંકતા તર વાર ઠેઠ સાજ સુધી ઊતરી ગઈ શત્રુને હરાવીને પછી બાવો પડયો. જતી વેળાં ભારે રૂડો લાગ્યો.

લોટની ત્રાબડી ફેરવનાર આ માણસજાતના માનવીએ એ ટાણે કોણ જાણે કોણે આટલું કૌવત અને આટલી હિમ્મત આપ્યાં આગળ એણે કદી તર વાર બાંધી ન્હોતી ધીંગાણું કદી દિઠુ નોહતુ નક્કી માણસને છાબડે હરી આવે છે.

(સોરઠી બહારવટિયા )

જિ. આર. જાડેજા

સણવા ((કરછ)) વાગડ (આપણો ઇતિહાસ ગ્રુપ)