રાજુકુમારીને હતું રૂપ ને રાજ્યનું અભિમાન, તેના પિતાએ આ રીતે તોડ્યું તેનું અભિમાન, વાંચો નાનકડી સ્ટોરી.

0
1124

ભારતીય સંસ્કૃતિની ઝાંખી :

ઉદેપુરના મહારણાએ પોતાની પુત્રી તેજબા ને ઝાલા રાણા ને લગ્નમાં આપી. ઝાલો બધી રીતે યોગ્ય ને શૂરવીર હતો, પણ કું વરી ને રૂપ ને રાજ્યનું અભિમાન ખરું.

લગ્નની પ્રથમ રાત્રી એ જ રાણા એ કહ્યું “રાણીજી મારો હુક્કો ઝાંખો પડતો જાય છે અત્યારે કોઈ દાસ દાસી હાજર નથી, તો તમે જરા તેને ખનખેરી તાજો કરી લાવો તો.”

રાણી છંછેડાઈ બોલી “મારાથી આવું હલકું કામ નહીં થાય હું તમારો હુક્કો ભરવા ગોલી થઈ ને આવી છું?”

સ્વાભામાની ઝાલા એ કહ્યું “આટલું બધું અભીમાન? તો પછી આગળ જતા તમે મારી બીજી આજ્ઞા શુ માનશો? હજુ કરિયાવરના ગાડા એમના એમ છે.”

આટલા શબ્દો સાંભળતાજ તેજબા મહેલ ઉતરી પિયર આવ્યા એમની માતા એ કુંવરી નો પક્ષ લીધો. મહારાણા કઈ ન બોલ્યા.

પ્રતીકાત્મક ફોટા

થોડા દિવસ પર જમાઈ ને તેડાવ્યા. રાજ ભવન બેઠકમાં પડદામાં રાણી કુંવરી પણ હાજર.

કોઈ જ આ બાબતની ચર્ચા નહિ. રાજકીય ચર્ચા પુરી થઈ. ઝાલા સરદાર ઉતર્યા. પોતે જ્યાં મોજડી ઉતારી હતી ત્યાં ન હતી. ગોતતા હતા ત્યારે ઉદેપુરના મહારાણા એ મોજડી પોતાના ખેસથી સાફ કરી ઝાલા ના પગમાં મૂકી કહ્યું “આજ આપની મોજડી ને?”

ઝાલા એ સંકોચાઈ કીધું “અરે ! આપ શું કરો છો ક્યાં આપ કયા હું? આ આપને શોભે?”

રાણા એ કહ્યું “હું ઉદેપુરનો મહારણો ખરો, પણ તમે મારા જમાઈ છો જ્યારથી મારી કુંવરી નું મેં આપને કન્યાદાન કર્યું ત્યારથી આપ આખા મેવાડના પૂજ્ય બન્યા છો.”

ઝાલો ગળગળો થઈ ગયો.

આ દ્રશ્ય તેજબા એ જોયું તરત પિતાજી ને કહ્યું “બાપુ, મને ક્ષમા કરો હું હવે ઝાલા રાણા ની દાસી બની ને રહીશ. એમાજ મેવાડની ઈજ્જત છે.”

તે જ ક્ષણે કું વરી સાસરે જવા નીકળ્યા.

– સાભાર રમેશ સોલંકી (અમર કથાઓ ગ્રુપ)

પ્રતીકાત્મક ફોટા