અણહીલપુર પાટણની ગાદીએ ભીમદેવ સોલંકી પછી તેનો પુત્ર ગાદીએ આવ્યો. તે સમયે આશાવળમાં આશા નામના ભીલ ઠાકોરની સત્તા હતી. તે બહુ જ જોરાવર અનેેે બળીયો હતો. તેઓ પાટણની સત્તાથી ડરતા નહી. કરણસોલંકીએ આશાવળ ઉપર ચ ડાઇ કરી આશાભીલને હરાવી આશાવળ ક બજે કર્યુ.
આશાવળની પાસે પોતાના નામ ઉપરથી કરણાવતી નામે નગર વસાવ્યુ. રણમુક્તેશ્વર મહાદેવનુ દહેરુ બંધાવ્યુ. પાટણ પાસે મોઢેરા ગામ નજીક કરણસાગર નામે તળાવ બંધાવ્યુ. આ સિવાય તેણે મહાદેવના કેટલાક દહેરા ચણાવ્યા છે. તે દક્ષિણના કર્ણાટકના રાજાની કુંવરી મિનળદેવી જોડે પરણ્યો હતો. મિનળદેવીએ ઈ. સ. ૧૦૯૧માં પાલનપુરમાં સિધ્ધરાજ જયસિંહ નામે કુંવરને જન્મ આપ્યો.
સિધ્ધરાજ ત્રણેક વર્ષનો હતો ત્યારે એક દિવસ રમતા-રમતા કરણની રાજગાદી ઉપર ચઢી બેઠો. કરણે જોયુ અને તેજ દિવસે સારુ મુહુર્ત હોવાથી રાજાએ રાજાએ રાજ્યાભિષેક કરાવ્યો. થોડા વખત પછી રાજા કરણે દુનિયામાંથી વિદાય લીધી.
કરણરાજાના ગયા પછી તેના ઓરમાન ભાઇ ક્ષેમરાજના દિકરાઓએ ગાદીને માટે વાંધો ઉઠાવ્યો પણ તેમનુ ન ચાલ્યુ અને સિધ્ધરાજ ગાદીએ બેઠો. સિધ્ધરાજની નાની ઉમર ને કારણે રાજનો સઘળો કારભાર તેની માતા મિનળદેવી કરતી. તેમણે પોતાના વહીવટ દરમિયાન વિરમગામનુ મુનસર અને ધોળકાનું મલાવ એમ બે તળાવ બંધાવ્યા હતા.
એક વખત માતા મિનળદેવી સિધ્ધરાજ સાથે સોમનાથની જાત્રા કરવા નિકળ્યા રસ્તામાં ભાલોદ ગામ પાસે સોમનાથ જતા જાત્રાળુઓ પાસે થી કર લેવાતો હતો . ગરીબ અને સાધુ-સંતો કર ભરી શકતા નહી તેથી દર્શન કર્યા વગરના રોતા-કકળતા પાછા ફરતા યાત્રાળુઓને જોઇ મિનળદેવીનુ દિલ ભરાઇ આવ્યુ. તેમણે સિધ્ધરાજ પાસે તેજ ઘડીએ વેરો માફ કરાવ્યો. કરની આવક વર્ષે ૭૨ લાખની હતી છતાં માતાની આજ્ઞા પાળવા વેરો માફ કરી દીધો.
જ્યારે મિનળદેવી ધોળકામાં તળાવ બંધાવતા હતા ત્યારે તળાવના કાંઠા ઉપર એક ગરીબ બાઇનું ઝુપડું હતું તેને લઇને તળાવની ગોળાઇ બરાબર આવતી નહી. તળાવના ઘાટમાં ખાંચો પડતો તેથી બાઇને ઝુંપડાના બદલામાં માંગે તેટલી કિંમત આપવા કહ્યુ પણ તે બાઇને ઘર સાથે એટલી મમતા બંધાયેલી કે ઘર છોડવા તૈયાર જ હતી. બાઇને ખુબ સમજાવી પણ ઘર આપવા તૈયાર જ ન થઇ. રાજમાતાએ ધાર્યુ હોત તો સત્તાના જોરે જોર-જુલમથી લઇ શકત. પણ તેમ ન કરતા તળાવના આકારમાં ખાંચો પડવા દઇ પોતાની ન્યાયપ્રિયતા સાબિત કરી.
એટલે જ કહેવત છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ.
– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)