રાજપૂતની ટેક : વચન ન તૂટે એટલા માટે ધણી ધણિયાણીએ પ્રાણ ત્યાગ્યા.

0
416

જુના જમાનાની વાત છે સવારનો પોર , સુરજનારાયણ હજી કોર નથી કઢી બગ બગડું થયું છે હજી. એવા સમયે 16 -17 વર્ષ ની દીકરી મર્યાદાના ના જેને કે લંગર પડી ગયા છે. એવી દીકરી કૂવે નેહડા માં પાણી ભરે છે. કૂવે પાણી ભરવા આવી છે ને ગરેડે હીછે છે પાણી રૂપ રૂપ નો અંબાર જેવી દીકરી છે. આખો અણિયારીઓ, કાચની કોઈ પૂતળી હોય, માનસરોવર ની કોઈ હંસલી હોય, ઉગમણી વા વાય તો આથમણે નમેં ઉત્તરે વા વાય તો દખન માં નમેં ચારે દિશા ના વા વાય તો ભાગીને ભૂકો થાય, એવી થોડી થોડી માટી ની ઘડેલી પૂતળી હોય, આવી જેને કેવાય એવી દીકરી હો પાણી ભરે છે.

એવામાં એક બાવીસ વર્ષ નો યુવાન ઘોડો લઇ ઉતર્યો. સવારમાં વેલો નીકળી ગયો છે પોતાના ઘરે થી. ઘોડો પરસેવેથી રેબ જેબ છે. પાણી ભરતી બાઈ પાસે ઘોડો ઉભો રાખી એમ કહે છે કે, પાણી પીવડાવશો. દીકરીબા કે, હા પીવડાવું ને પાણી, આવો. એટલી વારમાં વિચારી લીધું. જૂનો એક જમાનો હતો. જયારે પાણી પીવાને બહાને અજાણ્યો પુરુષ આવીને બાવડું પકડીને ઘોડા ઉપર બેસાડીને લઇ જાય એવો એક જમાનો હતો. દીકરીબા કે પાણી તો પીવડાવું પણ એક વચન આપો. મારા શરીરને તમે સ્પર્શ નહિ કરો એવું વચન આપો તો હું પાણી પીવડાવું. હું એકલી છું આજુ બાજુ માં કોઈ છે નહિ.

જુવાન કહે હા પણ મારે તમને સ્પર્શ સુ કામ કરવો? હું કોઈ પારકી સ્ત્રી ને થોડો સ્પર્શ કરું. મારે ખાલી પાણી પીવું છે. દીકરીબા કે, મને વચન આપો. યુવાન કહે હું વચન આપું છું. દીકરી બા બોલ્યા તમે મારા શરીર ને સ્પર્શ કરો તો તમને રામ ના સમ છે એવું વચન આપો તો હું પાણી પીવડાવું. યુવાન કહે તમારા શરીર ને સ્પર્શ કરું તો મને રામ દુવાઈ છે. અને યુવાને બે હાથ ભેગા કરી ને ખોબો રાખ્યો. દીકરીબા એ પાણી પીવડાવ્યું. યુવાન પાણી પી ગયો તરસ લાગી હતી ખુબ તો. યુવાન પાણી પીને ઘોડા પર બેસી ને નીકળી ગયો.

દીકરીબા માથે બેડું મૂકીને ઘરે જવા નીકળે છે. યુવાન ઘોડા પર બેસીને વેલો નીકળી જાય છે. ફળિયામાં આવી ઘોડે થી ઉતરે છે. સાસુમા એ મીઠો આવકાર આપ્યો અને ખાટલો ઢાળી ને બેસાડી પાણી પાયું. ત્યાં દીકરીબા પાણી ભરીને આવી એજ ઘર હતું. પાણી ભરી આવી દીકરીબા માથે બેડું છે ઝટ ઝટ ઘરમાં જઈ માંને પૂછે છે માં કોણ મેમાન છે? માં કહે છે મારો જમાઈ છે. તને તેડવા આવ્યો છે. તને ખબર નથી તારા બચપણ માં લગન થઇ ગયા છે. એ તને તેડવા આવ્યો છે.

દીકરીબાને શરમ ના શેરડા છૂટી ગયા. કઈ બોલી નહિ. દીકરીબા મર્યાદાના લંગર પડી ગયા ધીરુ ધીરુ બોલવા મંડી. સવારે વિદાઈ લીધી પોતાની પરણેતર ને તેડી ઘોડાને દોરી બાજુનું નેહળુ ત્યાં જાય છે. પરણેતર વાંહે ચાલી આવે છે. અને ઘરે આવે છે. પોતાના હેતુ મિત્રો હતા જે મીઠી મશ્કરી કરે છે. વાળું પાણી કરીને બધા ડાયરો બેઠો છે. રાતના 12 નો સમય થયો બધા મિત્રો ઉભા થઇ કહે હાલો જય માતાજી હવે યુવાન તું તારા ઓરડે જા. હવે અમે અમારે ઘરે જઈએ એમ કરીને ઉભા થયા.

જીણો જીણો દીવડો બરતો હતો. પોતાના પિયુની રાહ જોઈને ઢોલીએ બેઠેલી મર્યાદાના લંગર પડી ગયેલા દીકરીબા રાહ જોવે છે પિયુની. કટ કટ અવાજ આવ્યો ઢોળીએથી નીચે ઉતરી ગયી મર્યાદામાં જુવાન આવ્યો. પણ જુવાન ના હાથ માં બે માળા છે. દીવાના અજવાળે હામું જોઈને એક માળા નો ઘા કર્યો. લ્યો આ તુલસીની માળા છે. ઓઢણુ આડું રાખીને કીધું કેમ માળા આપો છો. જુવાન કહે એતો તારે વિચારવું જોઈએ ને કેમ ભજન કરવાનું છે. તો ભજન કરીશુ તો માળા આપો છો. તો કે નહિ પણ કૂવાને કાંઠે તને વેણ દીધું છે. તે મને કીધું છે. કે આ શરીરને મને સ્પર્શ કરો તો તમને રામ દુવાઈ છે હવે ઠાકર નું ભજન કરીને જિંદગી પુરી કરવાની હોય એક બીજાને સ્પર્શ કરવાનો ના હોય નહિ તો નહિ તો રામ દુવાઈ ના વચન લાજે.

પછી દીકરીબા ના પોરહના પાલ્લા છૂટી ગયા. ભારત વર્ષ ની આર્ય નારીને શું એ ખમીરાત હશે શું એની કુળની પરંપરા હશે. દીકરીબા કહે વાહ જુવાન. ભલે તારી જનેતાએ તને જન્મ આપ્યો. તારી ઓઢણી ઓઢીને આવી છુંને એના માટેજ મારે ઘણું છે. મારે સંસાર ના મોહ ના હોય તારી હરે ઠાકરનું ભજન કરી જિંદગી પુરી કરવાની છે. સવાર પડે હસવું બોલવું એવી વાત જુવાનના મા-બાપ ને ખબર ના પડે પણ સાંજ પડે ને જાણે હજારો ગામ નું છેટું પડી ગયું હોય એમ જુદા જુદા બે ખાટલા ઢળાઈ જાય. અડધી રાત સુધી ભગવાનનું ભજન કરે અને સુઈ જાય એક દી, બે દી, પાંચ દી ,પંદર દી , મહિનો મહિનો , પાંચ મહિના એમ પાંચ પાંચ વરહ ના વાળા વાઈ ગયા. એમાં અષાઢ મહિનો ધરતી ને ખોળે મેહમાન થયો.

ચોમાસાનો વખત બરાબર ધાનનન કરતી વીજળી ત્રાટકવા મંડાણી અષાઢ મહિનો મોરલા ગળા ના ત્રણ ત્રણ કટકા કરીને બોલતા માંડ્યા. પપૈયા પિહુ પિહુ કરવા મંડ્યા. અડધી રાત છે. માળા હાથમાં છે બાઈને પોતાનો જુવાન પતિ છે બેઠો છે ને બાઈ બોલી હાંભળ્યું તમને કહું છું પાંચ પાંચ વર્ષ થઇ ગયા હું તમારા આંગળામાં આવી સમય જતા કઈ વાર લાગે. મને વિચાર થાય છે. જુવાન બોલ્યો શું વિચાર થાય છે?

પાંચ પાંચ વર્ષ થી પરણીને આવી તમારા જેવો ખાનદાન માણસ હોય. વચન ને પાડવાવાળો આવો યુવાન હોય એનું એકાદું બાળક તમારો વંશ રહી જાય તો આખા કુળને આખી નાથને ઉજળી દે એવો એકાદો દીકરો કે દીકરી હોય તો સારું નહિ. ઢોલિયામાંથી જુવાન ઉભો થઇ ગયો. ખબરદાર જો બીજો શબ્દ બોલી છેતો, વાતું કરતીતી મોટી મોટી ખુમારીની કે મારે સંસાર ના મોહ ના હોય. હું તમારી ઓઢણી ઓઢીને આવી છું એ ખરું છે અને હવે સંસારના મોહ જગ્યા પાંચ વર્ષ પછી કે મારી ઓઢણી હું તને ઓળખવામાં ભૂલ કરી હો મારી ઓઢણી ઓઢીને આવી છો મને કહેતીતી કે જિંદગી આખી સ્પર્શ ના કરું ભગવાનનું ભજન કરી જીવન પૂરું કરી છુ. ઠાકર ને હું જવાબ દઈ સુ હવે તને સંસારના મોહ જગ્યા છે.

બાઈ બોલી મારી પુરી વાત તો હાંભળો. હું તમારી ઓઢણી ઓઢીને આવી છું હું પણ ઠાકર માં માનું છું. હું ભારત ની આર્યનારી છું. પણ મારી પુરી વાત સાંભળો. મારી નાની બેન છે ને એ જુવાન થઇ ગઈ છે. કે તો પાંચ વર્ષ થી પરણીને આવી છું હાજી સુધી કઈ માગ્યું નથી. આજે એક વચન માંગુ છું. મારી નાની બેન સાથે તમારે લગન કરવાના છે ને એનાથી વંશ રાખવાનો છે. મારાથી નહિ.

બીજા દિવસે બાઈ પિયર આવે છે પોતાના બાપુને વાત કરે છે કે, બાપુ તમારા જમાઈ જેવો ખાનદાની માણસ દુનિયામાં દુનિયાની પળ માં મળે નહિ મને એટલો બધૂ હાચવે છે મને એટલું રૂડું લગાડે છે. તમારા જમાઈ જેવો માણસ ના જડે હો, નાની બેન હવે જુવાન છે ક્યાંક દુઃખ માં વહીજાય એવું કોઈ ખોરડું મળી જાય ને હેરાન થઇ જાય એના કરતા નાની બેન ને બાપુ પરણાવી દો. અમે બંને બેનું હંપીને રેહું તમારા જમાઈને પરણાવી દોને. અને પાંચ પાંચ વરહ થી અમારે સંતાન નથી. મા-બાપ ને તો એમજ થાય ને કે કુદરતે સંતાન નહિ આપ્યું હોય. તો મોહ રહીજાય ખાનદાની માણસ છે. અમારે તો સંતાન છે નહિ.

બાપુ બોલ્યા તું કેહતી હોય તો બીજે ક્યાં ગોતવાનું નાની બેન નું તું કેહતી હોય તો આપી દીધી. થોડા સમય પછી લગન લેવાના જાન પરણવા આવે છે પોતાના પતિની જાન માં મોટી બેન નાની બેન ને પરણાવવા આવે છે. અને બરાબર રૂડા મંગલ વર્તાના મંગલ વર્તા ને વાતાવરણ એવું થઇ ગયું અને જાન ઉંગલી જાન છે. દીકરીની વિદાઈ થઇ નાની બેન ની હો. એમાં પાનખર વડલા જેવો થઇ બાપ ને જેને કહેવાય મૂછે લીંબુ લટકતા હોય મર્દન ફાટિયા જેવો તર વાર ના ઝટકા પડે તોય રોવે નહિ એવો, એની આંખમાંથી મૂછે આહુડા અટકી ગયા છે હો.

આજે બીજી નાની દીકરી વિદાઈ લે છે હો. બાપ જમાઈ ને કહે છે બેટા મારી નાની દીકરીને દુઃખ ના આપતા હો આ ભોળી છે. જમાઈ કહે છે કઈ ચિંતા ના કરતા તમારી દીકરી સુખેથી રહેશે. મારી દીકરી બહુ ડાહી છે મોટી પણ ડાહી છે નાની એ ડાહી છે પણ ભોળી છે હો. જમાઈ મારી દીકરીને દુઃખ ના આપતા કઈ પણ કહેવું હોયતો મને કેહજો. મારી દીકરીને કઈ ના કેહતા એને યાદ આવ્યું કે મારી મોટી દીકરી બહુ વખાણ કરતી જમાઈ ના, જમાઈ ને કહે કે જમાઈ એક વચન આપો કે જેવી રીતે મારી મોટી દીકરીને રાખી એવી રીતે મારી નાની દીકરીને ના રાખો તો તમને રામ દુવાઈ છે. એટલું મને વચન આપી દો.

વરરાજો હતો એની નજર મોટી પત્ની હતી એની નજર સામે ગઈ ને આંખ માં વાતો કરી લીધી હો. હવે ઠાકર નું ભજન કરી એની હાથે ય જીવન જીવી લેશુ. નાની દીકરીને ખબરેય નથી. અને એને એ ઘટના પરણીને આવ્યો અને જે માળા મોટી પત્ની ને આપ્યો હતી એજ આપીને કીધું કે હું અને તારી મોટી બેન પાંચ પાંચ વરસ થી ઠાકર નું ભજન કરીને જીવન જીવીએ છીએ એને મેં કૂવાને કાંઠે મેં વચન આપ્યું હતું એને કીધું કે સ્પર્શ કરો તો રામ દુવાઈ અને તારા બાપે એમ કીધું કે મોટી દીકરી ને રાખી એમ નાની દીકરીને ના રાખો તો રામ દુવાઈ છે. એટલે હવે શરીરને સ્પર્શ ના કરી શકાય. અને આપડે ભજન કરવાનું છે.

તાંતો એના પોરહ ના પાલ્લા છૂટી ગયા બોલી વાહ જુવાન વાહ જુવાન વાહ. મોટી બેન વાહ. હુંય તમારી હારે ઠાકર નું ભજન કરી જિંદગી પુરી કરીશ. એને હાથમાં માળા લીધી. ધીરે ધીરે સમય જવા લાગ્યો. એમાં ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું. જુના જમાનાની વાત છે. ભગવાન છે ને સાધુ નું રૂપ લઇ ને આવ્યા. અને આના ઘરે આવ્યા અલખ ગિરનારી કરી ને આવ્યા ને બોલ્યા ભિક્ષામ દેહી. બેય પત્ની બાર નીકળી ને બોલી પધારો મહારાજ પધારો, રોકવો, જમો, અમારું આંગણું પવિત્ર કરો. અમારી માળા કરેલી ફળી આજે સાધુ અમારા આંગળે મેહમાન થયા.

એટલામાં પેલો જુવાન આવી ગયો અને બોલ્યો કાચું સીધું લેતા હોય તો કાચું નહીતો બનાવીને દઈએ. સાધુ બોલ્યા તમે બનાવો હું જમી લઈસ. બેય બેનો હમ્પીને હરખથી અમારે ઘરે સાધુ પધાર્યા. સંત પધાર્યા છે. ભોજન તૈયાર થઇ ગયું. સાધુને બેસાડી દીધા મીઠા ભોજન પીરરસ્ય અને કીધું મહારાજ જામી લો. મહારાજ કે જમું પણ તમારું એક આદુ બાળક તો જમવા બેસાડો મારી સાથે, જુવાન બોલ્યો બાળક નથી. સાધુ બોલ્યા લગન કરે કેટલો સમય થયો. જુવાન બોલ્યો બચપણ માં લગન થઇ ગયા હતા. આ મારી મોટી પત્ની છે, પાંચ છહ વરશ થી આવી છે આ પત્ની ને વર્ષ દી થઇ ગયું છે. સાધુ બોલ્યા કે સંતાન નથી. તો જુવાન કે નથી તમે જમી લો.

સાધુ બોલ્યા વાંજીયાનું નથી જામતો, આતો ભગવાન સાધુના રૂપમાં આવ્યો હતો. જુવાન બોલ્યો વાંજીયાનું નથી જમતા એમ. તો સાધુ કે હા, જુવાન બોલ્યો અમારા આંગણે થી જાવ તો અમારું આંગણું લાજે, બાપા તમે સંત સાધુ આમ હાવ આવું કરો માં અમે મરી જઈશું. માથા પછાડી આમારા આગળે થી જમ્યા વગરનો સાધુ જશે અમારું આંગણું લાજે બાપુ., સાધુ બોલ્યા તો એક કામ કરો એક રસ્તો છે આનો. જુવાન બોલ્યો શું? સાધુ કહે તારી બેય પત્ની કોળિયા લઇ તારા મોઢામાં નાખે અને તું તારી બે પત્નીને મોઢામાં કોળિયા નાખ મારી નજર ની સામે આટલું કરી દો તો જમું.

અને વિચાર થયો કે મોઢે કોળિયા દે એટલે એડાઈ જાય સ્પર્શ થાય, નેમ તૂટી જાય રામ દુવાઈ. બાપુ ઉભા રયો ઘરમાં જય આવું અડી કાઢીને ગયો. બેય પત્ની ઘરમાં ગયી બારણું બંધ કર્યું. ઓહરી માં સાધુ બેઠો છે. જઈને નક્કી કર્યું કે હવે બીજો કોઈ રસ્તો નથી. ત્રણે ગ ળા માં દો રડા નાખી ને આડહરે ટીં ગાઈ જઈએ એટલે આસરા નો ધર્મ એ રહી જાય ને અને માણહ ઘરમાં દુનિયા છોડે એટલે સાધુ ય જમ્યા વગર વહ્યો જાય એટલે આશરા ધર્મ ય ના લાગે અને આપણું જીવન ય અહીંયા પૂરું થઇ જાય. બાકી નેમ ના તૂટવો જોઈએ.

શું વચનની ની કિંમત હશે. અને ત્રણે આડહરે દો રડા બાંધીને ટીં ગાઈ ગયા અને ખોળિયામાં થી પ્રાણ ઉડી. અને સાધુએ ઘડીક રહીને સાદ કર્યો કે કેમ બાર નથી નીકળતા સાધુને નથી જમાડી સકતા. આતો ઠાકર હતો એને તો બધી ખબર હતી. આમ દરવાજો ખોલી અંદર આવ્યો. તો ત્રણ લા શો લટકે છે. અને આમ કુંડળ માંથી પાણી જાળી લઈને ત્રણે લા શો પાર છાંટી દોરડા એ ગાયબ થઇ ગયા ને જણા જણા કરતા ત્રણે જીવ દીવડાઓ પ્રાગટ્ય હોય એમ ત્રણે જીવતા ઉભા થયા.

એવામાં સાધુના વેસે આવેલા ભગવાન અસલ રૂપ માં આવી ગયા ને બોલ્યા, માંગીલે તમારા જેવા ટેકીલા માણસ જ્યાં સુધી ભારત ની ધરતી માં છે ત્યાં સુધી ભારત ની સંસ્કૃતિ નો વાળ વાંકો નાહી થાય. આજ માગીલો તમારા માટે આજે મને પોરહ ના પાલ્લા છૂટે છે. ત્રણે બોલ્યા કઈ અમારે જોઈતું નથી આવી ને આવી ટેક કાયમ ને માટે પાડજો વધારે નહિ અમારી ટેક જે એક બીજાને સ્પર્શ ની એ ટેક ના વહી જાય.

ભગવાન બોલ્યા એક બીજાને સ્પર્શ ના કરવાનો ટેક તો તમે ગુ જરી ગયા એટલે તમારી ટેક પુરી થઇ. પાછા હજીવન કાર્ય હવે અહીં થી સંસાર માંડો આતો બીજો આવતાર કહેવાય, આતો બીજું જીવન કહેવાય, હવે ઓલો જીવ વહી ગયો, સ્વર્ગ માંથી જીવ પાછો લઇ આવ્યો છું. એટલે આ બીજો અવતાર કહેવાય. બેય પત્ની સાથે તમે સુખીથી સંસાર મંડો. અને પછીથી બને માણસ સુખીથી સંસાર માંડ્યો.

તમે આ વાર્તા વાંચી એ બદલ ખુબ ખુબ આભાર જય માતાજી જય માં ભાવની.

– સાભાર ગોપાલ સિંહ (અમર કથાઓ ગ્રુપ)