આ ચમત્કારી મંદિરમાં જોર લાગવાથી નહિ પણ ફક્ત આંગળી અડાળતા જ હલી જાય છે થાંભલા, જાણો માતાના મંદિરની વિશેષતા

0
515

રાજ રાજેશ્વરી માતાના મંદિરના શક્તિ સ્તંભનું રહસ્ય છે અકબંધ, જાણો મંદિરનો ઇતિહાસ અને બીજી ખાસ વાતો. ભાગીરથી નગરીના કાંઠે ઉત્તરકાશીમાં એક ખુબ જ પ્રાચીન શક્તિ મંદિર છે. આમ તો કોઈ બીજા મંદિરની જેમ આ મંદિરના દ્વાર પણ આખું વર્ષ ખુલા રહે છે, પરંતુ નવરાત્રી અને દશેરા ઉપર અહિયાં શ્રદ્ધાળુની જે ભીડ ઉમટે છે તે જોવા લાયક હોય છે.

ભક્તો વચ્ચે આ મંદિરની ઘણી માન્યતા છે. પ્રવાસ કાળમાં ગંગોત્રી યમુનોત્રીના દર્શન કરવા વાળા પ્રવાસી અહિયાં દર્શન માટે જરૂર આવે છે. ઉત્તરકાશીમાં આવેલા શક્તિ મંદિરના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અહિયાં એક માન્યતા પ્રચલિત છે તે માન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે, જે પણ ભક્તે પોતાની મનોકામના પૂરી કરવાની હોય, તેમણે નવરાત્રી અને દશેરાના દિવસે અહિયાં રાત્રે જાગરણ કરવાનું હોય છે. અને આ માન્યતા પ્રમાણે લોકો એવું કરે પણ છે. આ મંદિરની સૌથી આકર્ષક વસ્તુ છે અહિયાંનો શક્તિ સ્તંભ.

તમને જાણીને ઘણું જ આશ્ચર્ય થશે કે, આ શક્તિ સ્તંભ એવો છે કે જો તમે તેની ઉપર જોર લગાવશો એટલે કે બળ કરશો, તો તે જરા પણ નહિ હલે. પણ જો તમે તેને તમારી આંગળીથી સ્પર્શ કરશો તો તે સ્પર્શ માત્રથી હલી જાય છે. ગંગોત્રી અને યમુનોત્રી આવનારા પ્રવાસીઓ માટે આ શક્તિ સ્તંભ હંમેશથી આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.

આ મંદિરનો ઈતિહાસ : સ્કંદ પુરાણના કેદારખંડમાં આ મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંદિર સિદ્ધીપીઠ પુરાણોમાં રાજરાજેશ્વરી માતા શક્તિના નામથી ઓળખાયા છે. કહેવામાં આવે છે કે, જયારે અનાદી કાળમાં દેવાસુર સંગ્રામ થયો હતો, તો તે યુ ધ માં એક સમય એવો આવ્યો જયારે દેવતા અસુરોથી હારવા લાગ્યા.

ત્યારે એવું અનર્થ ન થાય એટલા માટે બધા દેવતાઓએ માં દુર્ગાની ઉપાસના કરી. જેનું પરિણામ એ આવ્યું કે, માં દુર્ગાએ શક્તિનું રૂપ ધારણ કર્યું અને અસુરો સાથે યુ ધ કરી તેનો વ ધ કરી દીધો. ત્યાર પછીથી તે દિવ્ય શક્તિ તરીકે વિશ્વનાથ મંદિર પાસે જ બિરાજમાન થઇ ગયા, અને અનંત પાતાળ લોકમાં ભગવાન શેષનાગના મસ્તકમાં શક્તિ સ્તંભના રૂપમાં બિરાજમાન થઇ ગયા.

શક્તિ સ્તંભ સાથે જોડાયેલા નવાઈ પમાડનારા તથ્ય :

સૌથી પહેલા તો શક્તિ સ્તંભ વિષે જે વાત સૌથી વધારે ચકિત કરી દેનારી છે, તે એ છે કે આજ સુધી આ વાતની જાણ નથી થઇ શકી કે, ખરેખર આ શક્તિ સ્તંભ કઈ ધાતુ માંથી બનેલો છે.

આ શક્તિ સ્તંભના ગૃહમાં ગોળ આકારનું એક કળશ છે, જે અષ્ટધાતુ માંથી બનાવવામાં આવેલું છે.

આ સ્તંભ ઉપર અંકિત લીપી મુજબ આ કળશ 13 મી સદીમાં રાજા ગણેશે ગંગોત્રી પાસે સુમેરુ પર્વત ઉપર તપ કરતા પહેલા સ્થાપિત કર્યું હતું.

આ શક્તિ સ્તંભ કુલ 6 મીટર ઉંચો અને લગભગ 90 સેન્ટીમીટર પરિઘ વાળો છે.

મંદિર સુધી પહોંચવાનો રસ્તો : ઋષિકેશથી રોડ માર્ગના માધ્યમથી 160 કિલોમીટર મુસાફરી કરીને ઉત્તરકાશી પહોંચી શકાય છે. ત્યાર પછી ઉત્તરકાશી બસ સ્ટેન્ડથી લગભગ ત્રણ સો મીટર દુર શક્તિ મંદિર આવેલું છે. શક્તિ મંદિર સામે જ વિશ્વનાથ મંદિર પણ આવેલું છે.

શક્તિ મંદિરના પુરોહિત લોકો જણાવે છે કે, શક્તિ મંદિરમાં પહેલાના સમયથી લોકોની ઘણી આસ્થા જોડાયેલી છે. નવરાત્રી અને દશેરામાં આ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, કોઈ પણ મુખ્ય તહેવારના દર્શનમાં શક્તિના દર્શન માત્રથી જ માનવનું કલ્યાણ જરૂર થઇ જાય છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.