રાજવી કવિ કલાપીના જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને તેમના દ્વારા રચિત ઉત્તમ કવિતા.

0
1193

ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬મી જાન્યુઆરી ૧૮૭૪, જૂન ૯ ૧૯૦૦) નો જન્મ લાઠી (જિ. અમરેલી) ના રાજકુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા.

પિતા અને મોટાભાઈના અ વસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો.

ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન થયા. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીએ છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અંતિમ શ્વાસ લીધા.

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની

આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની

“એ હું જ છું નૃપ, મને કર માફ બાઇ!

એજ હું છું નૃપ, મને કર માફ ઈશ !

હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”

“તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,

ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”

“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,

છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!”

“પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,

કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.”

“વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!

માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !”

“હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !

મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?”

“કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું

કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!”

સંકલન : હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)