વાંચો રક્ષાબંધનના પવિત્ર પર્વની પૌરાણીક અને ચર્ચિત કથાઓ, જાણો ક્યારથી થઇ હતી તેની શરૂઆત.

0
729

રક્ષાબંધનની પૌરાણીક અને ચર્ચિત કથાઓ જેના વિષે આજના બાળકોને પૂરતી માહિતી નથી.

આમ તો રક્ષાબંધન સાથે ઘણી કથાઓ જોડાયેલી છે પણ અમે અહિયાં કેટલીક ચર્ચિત કથાઓ રજુ કરી રહ્યા છીએ. તેમાંથી પહેલી કથાનું ધાર્મિક મહત્વ છે, જેને પૂજા સાથે રજુ કરવામાં આવી છે.

બીજી બધી કથાઓ ભાઈ બહેનના પ્રેમના પ્રતિક એવા આ અનોખા તહેવારના મહત્વ સાથે જોડાયેલી છે.

રક્ષાબંધન કથા – 1 : એક વખત યુધીષ્ઠીરે ભગવાન કૃષ્ણને પૂછ્યું – હે અચ્યુત મને રક્ષાબંધનની એ કથા સંભળાવો જેનાથી મનુષ્યની પ્રેતબાધા અને દુઃખ દુર થાય છે.

ભગવાન કૃષ્ણએ કહ્યું – હે પાંડવ શ્રેષ્ઠ એક વખત દૈત્યો અને દેવોમાં યુ ધથઇ ગયું અને તે યુ ધસતત 12 વર્ષ સુધી ચાલતું રહ્યું. અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ હરાવી દીધા.

એવી સ્થિતિમાં દેવતાઓ સહીત ઇન્દ્રદેવ પણ અમરાવતી જતા રહ્યા. અને વિજેતા દૈત્યરાજે ત્રણે લોકને પોતાના વશમાં કરી લીધા. તેમણે રાજપદ પરથી જાહેર કરી દીધું કે, ઇન્દ્રદેવ સભામાં ન આવે અને દેવતા અને માણસ યજ્ઞ કર્મ ન કરે. બધા લોકો મારી પૂજા કરે.

દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞ-વેદ, પઠન-પાઠન અને ઉત્સવ વગેરે બંધ થઇ ગયા. ધર્મના નાશથી દેવોનું બળ ઘટવા લાગ્યું. તે જોઈ ઇન્દ્ર પોતાના ગુરુ બૃહસ્પતી પાસે ગયા અને તેમના ચરણોમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે – ગુરુવર, આવી દશામાં પરિસ્થિતિઓ કહે છે કે મારે અહિયાં પ્રાણ ત્યાગી દેવા પડશે. ન તો હું ભાગી શકું છું અને ન તો યુ ધભૂમિમાં ટકી શકું છું. કોઈ ઉપાય જણાવો.

બૃહસ્પતીએ ઇન્દ્રની વેદના સાંભળીને તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું. શ્રાવણ પુનમના રોજ સવારે નીચે જણાવેલા મંત્રથી રક્ષા વિધાન સંપન્ન કરવામાં આવ્યું.

‘येन बद्धो बलिर्राजा दानवेन्द्रो महाबलः।

तेन त्वामभिवध्नामि रक्षे मा चल मा चलः।’

ઈન્દ્રાણીએ શ્રાવણી પુનમના પાવન અવસર ઉપર બ્રાહ્મણ પાસે સ્વસ્તિવાચન કરાવીને રક્ષણનો તંતુ લીધો અને ઇન્દ્રના જમણા કાંડામાં બાંધીને યુ ધભૂમિમાં મોકલી દીધા. રક્ષાબંધનની અસરથી દૈત્ય ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો. રાખડી બાંધવાની પ્રથાનો સૂત્રપાત અહિયાંથી થાય છે.

રક્ષાબંધન કથા – 2 :

ભારતીય ઈતિહાસ મુજબ મુસલમાન શાસક પણ રક્ષાબંધનની ધર્મભાવના ઉપર આફરીન હતા. જહાંગીરે એક રાજપૂત સ્ત્રી પાસે રક્ષા સૂત્ર મેળવીને સમાજને વિશિષ્ટ આદર્શ પ્રદાન કર્યું. એ સંદર્ભમાં પન્નાની રાખડી ખાસ ઉલ્લેખનીય છે.

એક વખત રાજસ્થાનના બે શાસકોમાં ગંભીર ઝગડો ચાલી રહ્યો હતો. એક શાસક ઉપર મોગલોએ આ કર મણ કરી દીધું. અવસર જોઈ બીજા શાસક રાજપૂત મોગલોનો સાથ આપવા માટે સૈન્ય તૈયાર કરી રહ્યા હતા.

પન્ના પણ એ મોગલોના નિશાન ઉપર હતા. તેમણે બીજા શાસક જે મોગલોની મદદ અર્થે જઈ રહ્યા હતા તેમને રાખડી મોકલી. રાખડી મેળવતા જ તેમણે ઉલટું મોગલો ઉપર આ કર મણ કરી દીધું અને મોગલ પરાજીત થયા.

આ રીતે રક્ષાબંધનના કાચા દોરાએ બે સત્તાના શાસકોને મજબુત મૈત્રીના સૂત્રમાં બાંધી દીધા.

કૃષ્ણ – દ્રૌપદીની કથા :

એક વખત ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં ઈજા થઇ ગઈ અને લો હીનીધારાઓ વહેવા લાગી. તે બધું દ્રૌપદીથી ન જોઈ શકાયું અને તેણે પોતાની પહેરેલી સાડીનો છેડો ફાડીને શ્રીકૃષ્ણના હાથમાં બાંધી દીધો પરિણામ સ્વરૂપ લો હીવહેવાનું બંધ થઇ ગયું.

થોડા સમય પછી જયારે દુઃશાસને દ્રૌપદીનું ચીરહ રણ કર્યું ત્યારે શ્રીકૃષ્ણએ ચીર વધારીને આ બંધનનો ઉપકાર ચૂકવ્યો.

આ પ્રસંગ પણ રક્ષાબંધનનું મહત્વ પૂરું પાડે છે.

કર્મવતી – હુમાયુની કથા :

મધ્યકાલીન ઈતિહાસની ઘટના છે. ચિત્તોડની હિંદુ રાણી કર્મવતીએ દિલ્હીના મુગલ બાદશાહ હુમાયુને પોતાના ભાઈ માનીને તેમની પાસે રાખડી મોકલી હતી.

હુમાયુએ રાણી કર્મવતીની રાખડીનો સ્વીકાર કર્યો અને સમય આવ્યે રાણીના સન્માનના રક્ષણ માટે ગુજરાતના બાદશાહ સાથે યુ ધકર્યું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.