શ્રી રામ નવમી પૂજાના શુભ મુહૂર્ત અને રામ નવમી પૂજાવિધિ જાણી લો, આ રીતે મેળવો તેમના આશીર્વાદ.

0
294

આ તારીખે છે રામનવમી, જાણો પૂજાવિધિ, શુભ મુહૂર્ત, મંત્ર અને આરતી.

ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુએ અયોધ્યામાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રાજા દશરથના પુત્ર શ્રીરામ તરીકે અવતાર લીધો હતો. ત્યારથી, આ તારીખે શ્રી રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 30 માર્ચ, ગુરુવારે છે. આ દિવસે, આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે રામ નવમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે આ તહેવાર વધુ વિશેષ બની ગયો છે. આગળ જાણો શ્રીરામ નવમી પર ભગવાન શ્રી રામની પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કયા છે અને આરતી.

શ્રી રામ નવમી પૂજાના શુભ મુહૂર્ત (રામ નવમી 2023 પૂજા મુહૂર્ત)

પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ 29 માર્ચની રાત્રે 09:07 થી 30 માર્ચની રાત્રે 11:30 સુધી રહેશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો. એટલા માટે શ્રી રામ નવમીની પૂજા ખાસ બપોરે કરવામાં આવે છે. આ વખતે શ્રી રામ નવમીની પૂજાનો શુભ સમય 30 માર્ચ, ગુરુવારે સવારે 11:11 થી બપોરે 01:40 સુધીનો રહેશે. તેનો સમયગાળો 02 કલાક 29 મિનિટનો રહેશે.

આ પદ્ધતિથી કરો ભગવાન શ્રીરામની પૂજા (રામ નવમી પૂજાવિધિ) :

30 માર્ચ, ગુરુવારની સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કરો અને હાથમાં પાણી અને ચોખા લઈને પૂજાનો સંકલ્પ લો. જો તમારે ઉપવાસ કરવો હોય તો તેના માટે પણ સંકલ્પ લો.

ઘરની ઉત્તર દિશામાં પૂજા સ્થળને નિશ્ચિત કરો અને તેને ગંગાના જળથી ધોઈને શુદ્ધ કરો. પહેલા અહીં સ્વસ્તિક બનાવો અને તેના પર બાજઠ મૂકો.

આ બાજઠ પર લાલ કપડું પાથરીને ભગવાન શ્રી રામ અને માતા સીતાની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. સૌથી પહેલા તિલક લગાવો અને હાર અને ફૂલ અર્પણ કરો.

આ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. એક પછી એક પૂજા સામગ્રી જેમ કે અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વગેરે ચઢાવતા રહો. મૂર્તિઓ પર અત્તર પણ લગાવો.

તમારી ઈચ્છા મુજબ ભગવાનને મીઠાઈ અને ફળ અર્પણ કરો. આ પછી આ મંત્રનો જાપ કરો –

મંગલાર્થ મહીપાલ નીરાજનમિદં હરે।

સંગૃહાણ જગન્નાથ રામચંદ્ર નમોસ્તુ તે।।

ૐ પરિકરસહિતાય શ્રીસીતારામચંદ્રાય કર્પૂરારાર્તિક્યં સમર્પયામિ।

આ રીતે પૂજા કર્યા પછી એક પાત્રમાં કપૂર અને ઘીની દીવેટ (એક કે પાંચ કે અગિયાર) નો દીવો પ્રગટાવો અને ભગવાન શ્રી સીતારામની આરતી કરો.

આ છે ભગવાન શ્રી રામની આરતી :

આરતી કીજે શ્રીરામલલા કી । પૂણ નિપુણ ધનુવેદ કલા કી ।।

ધનુષ વાન કર સોહત નીકે । શોભા કોટિ મદન મદ ફીકે ।।

સુભગ સિંહાસન આપ બિરાજૈં । વામ ભાગ વૈદેહી રાજૈં ।।

કર જોરે રિપુહન હનુમાના । ભરત લખન સેવત બિધિ નાના ।।

શિવ અજ નારદ ગુન ગન ગાવૈં । નિગમ નેતિ કહ પાર ન પાવૈં ।।

નામ પ્રભાવ સકલ જગ જાનૈં । શેષ મહેશ ગનેસ બખાનૈં

ભગત કામતરુ પૂરણકામા । દયા ક્ષમા કરુના ગુન ધામા ।।

સુગ્રીવહુઁ કો કપિપતિ કીન્હા । રાજ વિભીષન કો પ્રભુ દીન્હા ।।

ખેલ ખેલ મહુ સિંધુ બધાયે । લોક સકલ અનુપમ યશ છાયે ।।

દુર્ગમ ગઢ લંકા પતિ મારે । સુર નર મુનિ સબકે ભય ટારે ।।

દેવન થાપિ સુજસ વિસ્તારે । કોટિક દીન મલીન ઉધારે ।।

કપિ કેવટ ખગ નિસચર કેરે । કરિ કરુના દુઃખ દોષ નિવેરે ।।

દેત સદા દાસન્હ કો માના । જગતપૂજ ભે કપિ હનુમાના ।।

આરત દીન સદા સત્કારે । તિહુપુર હોત રામ જયકારે ।।

કૌસલ્યાદિ સકલ મહતારી । દશરથ આદિ ભગત પ્રભુ ઝારી ।।

સુર નર મુનિ પ્રભુ ગુન ગન ગાઈ । આરતિ કરત બહુત સુખ પાઈ ।।

ધૂપ દીપ ચન્દન નૈવેદા । મન દૃઢ કરિ નહિ કવનવ ભેદા ।।

રામ લલા કી આરતી ગાવૈ । રામ કૃપા અભિમત ફલ પાવૈ ।।

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.