યુનેસ્કો વર્લ્ડ હેરીટેજની યાદીમાં શામેલ થયું રામપ્પા મંદિર, જાણો તેની સાથે જોડાયેલી વિશેષ 4 બાબતો.

0
883

ભારતનું 800 વર્ષ જુનું રામપ્પા મંદિર વિશ્વ વારસામાં સ્થાન મેળવવાવાળું 39 મું ભારતીય સ્થળ બન્યું, જાણો તેની વિશેષતા.

13 મી સદીનું રૂદ્રેશ્વર મંદિર, જેને રામપ્પા મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે તે ભારતના સૌથી લેટેસ્ટ યુનેસ્કો વિશ્વ વારસાના સ્થળોમાં શામેલ થઇ ગયું છે. ગયા મહીને જ આ 800 વર્ષ જુના મંદિરને વિશ્વના વારસા તરીકે યુનેસ્કોની વિશ્વ વારસા સમિતિના 44 માં સત્રમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંદિરની એવી કેટલીક ખાસિયત છે, જે તેને અલગ બનાવે છે. વિશ્વ વારસા તરીકે નામ નોંધવવું ઘણી મોટી વાત છે અને આ મંદિરમાં એવી ઘણી ખાસિયત છે, જે તેને વિશેષ બનાવે છે, આવો આ લેખમાં તેના વિષે જાણીએ.

40 વર્ષમાં બન્યું હતું મંદિર :

આ મંદિરનું નિર્માણ કાકતીય કાળ દરમિયાન 1123 થી 1323 વચ્ચે થયું હતું અને તેનું નિર્માણ રેચર્લા રુદ્રએ, જે કાકતી ગણપતિ દેવના જનરલ હતા તેમની દેખરેખ હેઠળ બન્યું હતું. કહેવામાં આવે છે કે, મંદિરનું નિર્માણ ઈ.સ. 1213 માં શરુ થયું હતું અને લગભગ 40 વર્ષ સુધી ચાલ્યું હતું. આ મંદિરમાં રામલીંગેશ્વર સ્વામીને દેવ તરીકે પૂજવામાં આવે છે. આ વોલ્ડ કોમ્પલેક્ષની અંદર આ મુખ્ય શિવ મંદિર છે. તે કાકતીય કળા અને વાસ્તુકલાના મુખ્ય ઉદાહરણો માંથી એક છે.

ભારતનો ભૂતકાળ દર્શાવે છે તેનું નકશીકામ :

મંદિરની દીવાલની સાથે સાથે તેના સ્તંભ ઉપર પણ વિસ્તૃત નકશીકામ છે. તે ઉપરાંત કેટલાક આંકડા છે અને તે પણ વિસ્તૃત નકશીકામ સાથે છે. રામપ્પા મંદિરની ત્રણે બાજુ ચાર આકૃતિઓ છે. એટલે કુલ બાર આંકડા. તે આંકડા ડાંસિંગ મહિલાઓના છે. જો તમે ધાતુના નકશીકામને તમારી આંગળી કે હાથથી વગાડશો તો તેમાંથી મધુર સંગીતનો અવાજ સંભળાઈ શકે છે.

સાંસ્કૃતિક પરંપરાનું અસાધારણ પ્રમાણ :

રામપ્પા મંદિરને ત્રણ માપદંડો હેઠળ નામાંકિત કરવામાં આવ્યું હતું, જે હતા માનવ રચનાત્મક પ્રતિભાની ઉત્કૃષ્ટ કૃતિ, માનવ મુલ્યોના એક મહત્વપૂર્ણ પરિવર્તનનું પ્રદર્શન, સમય સાથે કે દુનિયાના એક સાંસ્કૃતિક ક્ષેત્રમાં વાસ્તુકલાના વિકાસ ઉપર અને પ્રોધ્યોગીકી, સ્મારકીય કલા, નગર આયોજન કે પરીદ્રશ્ય ડીઝાઈનના આધાર ઉપર, પણ તેને ત્રીજા માપદંડ માટે વારસાનો ટેગ આપવામાં આવ્યો હતો. તે હતું એક સાંસ્કૃતિક પરંપરાનું સાધારણ પ્રમાણ, જે જીવિત હોય અથવા જે અદ્રશ્ય થઇ ગઈ છે.

આ મંદિરનું નામ કોઈ ભગવાનના નામ ઉપર નહીં પણ તેના આર્કીટેકચરને બનાવવા વાળાના નામ ઉપર પડ્યું છે. મંદિરમાં બીમ, ગ્રેનાઈટ અને ડાલરાઈટથી બનેલા નકશીદાર સ્તંભ અને છતના વજનને ઓછું કરવા માટે વિશેષ રીતે ઝરઝરા ઇંટોથી બનેલો એક સીડીવાળો ટાવર છે. કાકતીય સામ્રાજ્યના પ્રતીકાત્મક નકશીકામથી સુસજ્જિત મંદિર 6 ફૂટ ઊંચા તારાના આકારના મંચ ઉપર ઉભું છે. આ સુંદર મંદિરને બનાવવાવાળા રામપ્પા હતા, એટલા માટે તેને રામપ્પા મંદિરના નામથી ઓળખવામાં આવે છે.

બધા શિવ મંદિરોમાં તમને નંદીની બેઠેલી મૂર્તિ જોવા મળશે, પણ આ મંદિરમાં નંદીની મૂર્તિ ઉભી સ્થિતિમાં બનાવવામાં આવી છે. તેની અદ્દભુત અને વિચિત્ર શૈલી તેને વિશેષ બનાવે છે અને એટલા માટે આ મંદિરને હેરીટેજની યાદીમાં સ્થાન મળ્યું છે. આશા રાખીએ કે તમને આ લેખ પસંદ આવ્યો હશે. આવા જ બીજા ફેમસ મંદિરો વિષે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.