રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં 29: ભરત અયોધ્યા આવ્યા અને રામ ન મળ્યા ત્યારે શું થયું, વાંચો ભાઈના પ્રેમની કથા.

0
530

રામાયણ – ૨૯

દશરથના મ-ર-ણ-ના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. સર્વ લોકોને વિલાપ કરતાં જોઈ વશિષ્ઠ ઉપદેશ આપે છે. કહે છે કે – દશરથજીનું મ-ર-ણ મંગલમય હતું. જેનું મન મ-ર-તી વખતે પ્રભુ ચરણમાં હોય તેનું મ-ર-ણ મંગલમય બની જાય છે. રાજાના મુખમાં મ-ર-ણ-વ-ખ-તે “રામ” નું નામ હતું. એટલે તેમનું મ-ર-ણ મંગલમય છે, અને તેથી આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી.

તે પછી વશિષ્ઠજીએ સેવકોને આજ્ઞા કરી કે તમે કૈકેય દેશમાં જાઓ અને ભરત શત્રુઘ્નને માત્ર એટલું કહેજો કે – “ગુરુજી તમને બોલાવે છે.” તે પછી રાજાનું મ-રુ-ત-શ-રી-ર તેલની કોઠીમાં સાચવવામાં આવ્યું.

સેવકો દોડતા દોડતા જઈને ભરત શત્રુઘ્નને વશિષ્ઠનો સંદેશો કહ્યો, એટલે તે બંને અયોધ્યા આવવા નીકળ્યા. રસ્તામાં અનેક પ્રકારનાં અપશુકન થયાં, રથ અયોધ્યામાં આવ્યો છે.

અયોધ્યાનાં બજારો બંધ હતાં, લોકોએ કાળાં વસ્ત્રો પહેર્યા હતા. ભરતજીને ફાળ પડી, ગભરાટ થયો.

વિચારોમાં ને વિચારોમાં જ તે કૈકેયીના મહેલે આવ્યા.

પુત્રના આગમનના સમાચાર સાંભળી કૈકેયી દોડતી આવે છે. ભરત પૂછે છે – મા, મારા બાપુ ક્યાં છે?

કૈકેયી કહે છે કે – બેટા, તને શું કહું? આ બધું રાજ્ય તને મળ્યું છે, તારા પિતાજી સ્વર્ગમાં ગયા છે.

પિતાના મ-રુ-ત્યુ-થી ભરત વ્યાકુળ થયા છે. “પિતાની સેવા કરવાનો લાભ મને મળ્યો નહિ.“

માતાને પૂછે છે કે – પિતાજીના મ-રુ-ત્યુ-વ-ખ-તે મારા રામ ક્યાં હતા? રામ ક્યાં છે?

કૈકેયી કહે છે કે રામ વનમાં ગયા છે. અને બધી વિગતથી વાત કરે છે.

રામજી વનમાં ગયા છે તે સાંભળી ભરતજીને અતિશય દુઃખ થયું છે, પિતાના મ-ર-ણ-નું દુઃખ પણ ભૂલી ગયા.

અતિક્રોધમાં તેમણે કૈકેયીનો તિરસ્કાર કર્યો છે.

“મારા રામને તેં વનવાસ આપ્યો? વનવાસનું વરદાન માગતાં તારી જીભ કેમ નીચે પડી ના ગઈ? તારા મોઢામાં કીડા કેમ ના પડ્યા? મને અત્યારે તો એવી ઈચ્છા થાય છે કે તને મા-રી-ના-ખું, પણ શું કરું, મેં તને મા કહી બોલાવી છે, એટલે તને મા-ર-તો-ન-થી. પણ હવેથી તારું કાળું મોઢું મને બતાવીશ નહિ.”

ભરત ત્યાંથી કૌશલ્યાના મહેલમાં આવ્યા છે. માં નું સ્વરૂપ જોયું જતું નથી. ભરતને મૂર્છા આવી છે.

થોડા સ્વસ્થ થાય છે કે તરત કૌશલ્યાને પૂછે છે કે – માં, રામ ક્યાં છે? આ સર્વ અનર્થનું મૂળ હું છું.

કૈકેયીએ આ જે કર્યું તેની મને કાંઇ ખબર નથી. રામના વનવાસ જવામાં જો મારી સંમતિ હોય તો હું નરકમાં પડીશ, કૈકેયી એ રામને વનમાં મોકલ્યા તેમાં જો મારી સંમતિ હોય તો માતૃ-પિતૃ હ-ત્યા-વ-ગે-રે પાપોનું ફળ મને મળો. માં, હું કશું જાણતો નથી.

કૌશલ્યા એ કહ્યું કે – બેટા, ધીરજ ધર, શોકનો ત્યાગ કર, રામમાં તારો કેવો પ્રેમ છે તે હું જાણું છું.

રામ તો હસતાં હસતાં વનમાં ગયા, તારા પિતાજીએ દેહત્યાગ કર્યો, મારું નસીબ રૂઠ્યું.

હજુ મારા પ્રાણ કેમ જતા નથી?

બીજા દિવસે પ્રાતઃકાળે દશરથજીના શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.

એવું લખ્યું છે કે – દશરથજીની આજ્ઞા હતી કે રામ જો વનમાં જાય તેમાં ભરતની સંમતિ હોય તો મારો અગ્નિ-સંસ્કાર તેને હાથે ના થાય.

પણ આમાં ભરતની સંમતિ તો હોય જ ક્યાંથી?

અંતિમ વિધિ સર્વ ભરતે કરી છે. રાણીઓને સતી થતાં ભરત રોકે છે.

શ્રાધ્ધાદિક વિધિ થયો. પંદર દિવસ પછી શોકસભા ભરવામાં આવી. વશિષ્ઠે ભાષણ આપ્યું અને તેમાં રાજા દશરથ અને રામનાં અત્યંત વખાણ કર્યા. અને પછી ભરતને રાજ્યગાદી પર બેસવાની આજ્ઞા કરે છે.

ભરત રાજા થવા ના પડે છે. ભરતને અનેક રીતે સમજાવવામાં આવે છે.

“ભરત,ચૌદ વર્ષ પછી, રામ વનવાસ માંથી પાછા આવે ત્યારે તમે તમારી ઈચ્છા મુજબ કરજો. પણ અત્યારે તો આવતી કાલે તમને ગાદી ઉપર બેસાડીશું, અયોધ્યા અનાથ છે – તેને તમે સનાથ કરો”

કૌશલ્યાએ પણ એવી જ આજ્ઞા કરી છે.

રામનું સ્મરણ કરતાં કરતાં ભરત ચોધાર આંસુએ રડે છે, અને જવાબ આપે છે.

ભરતજીનું ભાષણ અતિ દિવ્ય છે.

ભરત ચરિત્રનું વર્ણન કરતાં તુલસીદાસને “સમાધિ” લાગી છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)