રામાયણ અને દૈવી પશુ-પક્ષીઓ ભાગ 1 : વાંચો રામ રાજ્યના આકાશી પહેરેદાર ગીધરાજ જટાયુ વિષે.

0
481

દરેક દેહનો એક હેતુ હોઈ છે. હેતુ પૂર્ણ થતા દેહ છોડવો પડે છે. જટાયુ ગીધરાજ રામ રાજ્યના આકાશી પહેરેદાર હતા. પોતાના મિત્ર રાજા દશરથના દીકરાને વન આવતા જોયા ત્યારથી તેઓ હંમેશા આકાશી ઘટનાઓ ઉપર નજર રાખતા.

આકાશમાંથી પસાર થતા રાવણને તેમણે જોયો. અજૂગતાનો અણસાર આવી ગયો. સીતાજીનું વિલાપ કરતા હતા અને વિવશ થઈને ધરતી ઉપર જોઈ રહ્યા હતા.

સંત તુલસીદાસ લખે છે,

गीधराज सुनि आरत बानी। रघुकुलतिलक नारि पहिचानी॥

अधम निसाचर लीन्हें जाई। जिमि मलेछ बस कपिला गाई

રઘુકુળ તિલક તેવા સીતાજીને આ સ્થિતિમાં જોઈ જટાયુજી કઈ ઝાલ્યા રહે?

એની વિશાળ પાંખો આકાશમાં હિલોળા લેવા મંડી.

જેમ ઈન્દ્રનું વ્રજ છૂટે તેમ ક્રોધાગ્નિ વરસાવતા ગીધરાજ રાવણ તરફ પાંખ ફેરવી ઉડ્યા અને બોલ્યા,

सीते पुत्रि करसि जनि त्रासा। करिहउँ जातुधान कर नासा॥

धावा क्रोधवंत खग कैसें। छूटइ पबि परबत कहुँ जैसें॥

બ રછી જેમ ઘોડેસવારના હાથમાં ચકરાવો લે એમ જટાયુ રાવણના વિમાન ઉપર ચકરાવો લઈને ચાંચથી પહેલો ઘા રાવણના માથા ઉપર કર્યો.

રાવણનો મુગટ તૂટી ગયો. રાવણ ના ખુલા થયેલા વાળ સાથે ખુલ્લું ખડગ પણ હવામાં વિંજાયું.

જટાયુ લડતા રહ્યા ગતિમાં રહ્યા. ખડગથી પાંખો ઉપર ઘા થયા. પાંખના પીછાઓ હવામાં ઉડતા હતા.

રાવણ ના રથની સાથે ગતિમાં રહેવું જુદા પડેલા પીંછા માટે શક્ય ના હતું.

જટાયુની પાંખમાંથી છુટા પડી પીંછા પ્રાણહીન થઇ ગયા હતા.

આ પીંછા હવે હવામાં તરતા હતા પાણીમાં જેમ પથ્થર તરે તેમ.

જટાયુએ પાંખો નબળી પડતા તેને પ્ર હારની રીત બદલી. રાવણ ઉડતા રથની સાથે રહેવા ઘાયલ જટાયુએ ચાંચથી રથના ઘોડાને પકડ્યા.

ચાંચથી તે તૂટી પડ્યા ઘોડા ઉપર. ઘોડા લથડ્યા. સીતાજી આકાશમાં ફેંકાયા. રાવણે ફરી પ્રહાર કર્યો.

હવે જટાયુ પાંખ વગર માત્ર આત્મબળથી હવામાં તરતા હતા.

તેમણે હવામાં ઝુલતા સીતાજી તરફ જોયું. તૂટેલી ચાંચ ઉઘાડી જાણે બોલતા હોઈ તેમ કહ્યું,

જાનકી… મારી દીકરી મુંજાતા નહિ. દશરથ પુત્ર આવી જશે આ દૈત્યનેહ ણ-વા.

હું તો પંખી છું. મારા જીવન નો ઉદેશ્ય ઉડ્યન અને ઉધ્વગમન છે.

મારા ઉડ્યન ને મેં આજે હેતુ આપ્યો છે. હવે પવનપુત્ર આવશે અને તે પછી રામનું બાણ.

આમ કહી જટાયુ પૃથ્વી ઉપર પટકાયા.

રાવણનો રથ હવામાં ફંગોળાયેલા સીતાજીને ફરી ઉઠાવી ઉડવા લાગ્યો.

જટાયુ ઉડી ના શક્યા.

ટાણે ઉડી ના શકવાનું દુઃખ જટાયુની આંખ હતું. તેમને પાંખો ના હતી.

તેમની આંખો હવે રામની રાહ જોતી હતી.

રામ… રામ… રામ… બોલતા તે ધરતી ઉપર પડ્યા છે.

રામ આવે છે. નિયમ છેને પરહિત માટે દેહ છૂટે ત્યારે દેહને ઝાલી લેવા ભગવાન ખુદ આવે.

ભગવાનના હાથમાં જ ભક્તનું શરીર હોઈ અને અંતિમ શબ્દ પણ ભગવાન જ બોલે!

તુલસીદાસજી રામ પાસે બોલાવે છે,

પરહિત બસ જિનકે મન માહી

તીન્હેં જગત દુર્લભ કછુ નાહી

તન તજી તટ જાવ મમ ધામા

દેહુ કરી તુમ પૂર્ણ કામા.

ભગવાન જટાયુને અગ્નિદાહ આપી આગળ વધ્યા.

દૂર દૂર હનુમાન રાહ જોઈ રહ્યા હતા રામની.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)