‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ – વાંચો ભક્તિ રસમાં તરબોળ કરી દેતું ભજન.

0
997

રામબાણ વાગ્યાં હોય તે જાણે!

પ્રભુના બા ણ વાગ્યાં હોય તે જાણે;

ઓલ્યા મૂરખ મનમાં શું આણે?

રામબાણ વાગ્યાં હોય તે જાણે…

ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં,

તે ઠરીને બેઠા રે ઠેકાણે;

ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં,

એ તો વેદ-વચન પરમાણે…

રામબાણ વાગ્યાં હોય…

મોરધ્વજ રાજાનું મન હરી લેવા

હરિ આવ્યા જે ટાણે;

લઈ કરવ ત મસ્તક પર મેલ્યું,

પત્ની – પુત્ર બેઉ તાણે…

રામબાણ વાગ્યાં હોય…

મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને,

રાણોજી ખડ્ગ જ તાણે;

વિશના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા

એ તો અમૃતને ઠેકાણે…

રામબાણ વાગ્યાં હોય…

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,

ખેપ કરી ખરે ટાણે;

આગળ સંત અનેક ઓધાર્યા,

એવું ધનો ભગત ઉર આણે…

રામબાણ વાગ્યાં હોય…