આ મંદિરમાં ભગવાન શ્રી રામ આખા પરિવાર સાથે વિરાજમાન છે, જાણો કઈ રીતે થઈ હતી મંદિરની સ્થાપના.

0
232

શ્રી રામલલાના આ મંદિરનો ઈતિહાસ છે 150 વર્ષથી પણ વધુ જૂનો, હનુમાનજી કરે છે સમગ્ર વિસ્તારની રક્ષા.

અયોધ્યાની જેમ રાવતપુરમાં પણ દશરથ નંદન શ્રી રામલલાના રૂપમાં બેઠેલા છે. રઘુરાઈના વિશિષ્ટ ભક્ત, હનુમાન તેમના સમગ્ર પરિવાર સાથે આ સમગ્ર વિસ્તારની રક્ષા કરે છે. આ શ્રી રામલલા મંદિરનો ઈતિહાસ 150 વર્ષથી પણ વધુ જૂનો છે.

અહીંના મહારાજા રાવત રણધીર સિંહના લગ્ન મધ્ય પ્રદેશના રીવામાં થયા હતા. જ્યારે રાણી રૌતિન બઘેલીન લગ્ન કરીને અહીં આવ્યા હતા ત્યારે તે પોતાની સાથે રામલલાની મૂર્તિ પણ લઈને આવ્યા હતા. તેમણે મંદિરની સ્થાપના કરાવી હતી. આ મંદિર શ્રી રામ જન્મભૂમિ મંદિર આંદોલનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. વર્ષ 1988 માં શ્રી રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારથી આ પરંપરા સતત ચાલી રહી છે.

આ રીતે મંદિર પહોંચો : રાવતપુર ગામમાં આવેલ પ્રાચીન રામલલા મંદિરમાં શહેરના કોઈપણ ભાગથી સીધું પહોંચી શકાય છે. દક્ષિણ અને મધ્યમાં લાલબંગલાથી આવતા ભક્તો વિજય નગર ચારરસ્તાથી રાવતપુર પહોંચી શકે છે.

બિથુર ધામ માતા સીતા અને લવકુશના બાળપણનું સાક્ષી રહ્યું છે : કાનપુરનું બિથૂર ધામ પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લવકુશના બાળપણનું સાક્ષી રહ્યું છે. સીતા રસોઈ, લવકુશ આશ્રમ, સીતા કુંડ, સુવર્ણ સીડીના રૂપમાં ભગવાન અને તેમના પરિવારની ઘણી પ્રાચીન યાદો આજે પણ છે.

ભગવાન શ્રી રામ અને માતા સીતાના પુત્ર લવ-કુશનું બાળપણ બિથુર ધામમાં જ પસાર થયું હતું. લવકુશે અહીં વીર હનુમાનને બંધક બનાવ્યા હતા. આજે પણ તે સમયના વાસણો લવકુશ આશ્રમ અને સીતા રસોઈમાં રહેલા છે. આ સ્થાન પર માતા સીતા પાતાળમાં સમાઈ ગયા હતા, જે સીતા કુંડના નામથી ઓળખાય છે. આ સાથે લોકો સ્વર્ગની સીડી જોવા માટે વાલ્મીકિ આશ્રમ પહોંચે છે, જેને સરગ નશેની પણ કહેવામાં આવે છે. તેમાં 65 સીડીઓ બનેલી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.