ત્રણ ખાસ યોગમાં ઉજવાશે આ વર્ષની રામનવમી, જાણો ક્યા સમયે કરવી પૂજા.
ચૈત્ર મહિનામાં ચૈત નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે ચૈત્ર શુક્લ નવમી તિથિએ રામ નવમી ઉજવવાની પરંપરા છે. આ ચૈત્ર નવરાત્રીનો પણ છેલ્લો દિવસ છે. માન્યતા અનુસાર, આ તિથિએ ભગવાન વિષ્ણુના રામ અવતારનું પ્રાગટ્ય અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રીરામ તરીકે થયુ હતું. આ અવસર પર દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ વખતે આ તહેવાર માર્ચ 2023 માં એક નહીં પરંતુ અનેક શુભ યોગો સાથે ઉજવવામાં આવશે. આગળ જાણો રામ નવમી ઉત્સવની તારીખ અને આ દિવસે બનવા જઈ રહેલા શુભ યોગો વિશે.
આ દિવસે ઉજવવામાં આવશે રામનવમીનો તહેવાર :
પંચાંગ અનુસાર આ વખતે ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થશે, જે 30 માર્ચ સુધી ઉજવાશે. ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, બુધવારના રોજ રાત્રે 09:07 થી શરૂ થશે અને 30 માર્ચ, ગુરુવારે રાત્રે 11:30 સુધી રહેશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ દિવસના 12 વાગ્યે થયો હતો. આ માન્યતાને ધ્યાનમાં રાખીને 30 માર્ચે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે.
આ દિવસે બનશે આ શુભ યોગ :
પંચાંગ અનુસાર, 30 માર્ચ, ગુરુવારે પુનર્વસુ નક્ષત્ર રાત્રે લગભગ 10:59 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે. ગુરુવારે પહેલા પુનર્વસુ નક્ષત્ર હોવાથી સિદ્ધિ અને પછી પુષ્ય નક્ષત્ર હોવાથી શુભ નામના યોગ બનશે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર છે અને તે વર્ષ 2023 નો પ્રથમ ગુરુ-પુષ્ય સંયોગ પણ કહેવાશે. આ સાથે સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ પણ બનશે. ઘણા બધા શુભ યોગો એકસાથે આવવાથી રામ નવમીનો તહેવાર વધુ વિશેષ બની જશે. જાણો કયો યોગ કેટલો સમય રહેશે.
સર્વાર્થસિદ્ધિ યોગ – 30 માર્ચે સવારે 06:25 થી રાત્રે 10:59 સુધી
અમૃતસિદ્ધિ યોગ – 30 માર્ચની રાત્રે 10:59 થી 31 માર્ચની સવારે 06:24 સુધી
સર્વાર્થસિદ્ધિ યોગ – 30 માર્ચેની રાત્રે 10:59 થી 31 માર્ચની સવારે 06:24 સુધી
ગુરુ પુષ્ય યોગ – 30 માર્ચની રાત્રે 10:59 થી 31 માર્ચની સવારે 06:24 સુધી
જાણો પૂજાના શુભ મુહૂર્ત :
ઉજ્જૈનના જ્યોતિષ પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા અનુસાર, ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રીરામનો જન્મ મધ્યાહ્ન એટલે કે બપોરે થયો હતો, તેથી તેમનો જન્મોત્સવ આ સમયે જ ઉજવવો જોઈએ. આ વખતે રામ નવમી પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત 30 માર્ચ, ગુરુવારે સવારે 11:11 થી બપોરે 01:40 સુધી એટલે કે 02 કલાક 29 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત ચોઘડિયા મુહૂર્તનું અવલોકન કરીને પણ પૂજા કરી શકાય છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.