મારોબાઇક પ્રવાસ, રાણાવાવ પોરબંદર, જામવંતી ગુફા
મિત્રો વાર્તા વાંચો શેર કરી ધર્મનો પ્રચાર કરો એ પણ એક ભક્તિ છે. પાંચજણા વાંચશે પ્રભુનું નામ લેશે. મિત્રો ધાર્મિક જગ્યામાં શાન્તિ સ્વછતાં પવિત્રતા જાળવવી આપણાં સારામાં સારા ગુણ છે.
મારોબાઈક પ્રવાસ લેખ લખવાનો હેતુ ધર્મ પ્રચાર માટે ધાર્મિક સ્થળોની માહીતી જનતા સુધી પહોંચાડવાનો છે કોઈ ભૂલ હોયતો માફ કરશો. મારા દરેક બાઈક પ્રવાસમાં મારી ધર્મ પત્ની દરેક સુખ દુઃખ મારી સાથેજ હોય છે.
મારી જન્મ ભૂમિ પોરબંદર. મને નાનપણ થી શોખ મંદિર દર્શન કરવાનો, નવી નવી જગ્યા દર્શન કરવા જાવા નો. મંદિર મા બેસી સતસંગ કરવાનો ધાર્મીક વાત કરવા નો. પોરબંદર ની આજુ બાજુ 10.000 કિલોમીટર સુધી પ્રવાસ બાઇક પર કરેલ હાઇવે રોડ ને અંદર ગામડા ડુંગર ચાલવાનું આ બધું અલગ. પેલો પ્રવાસ પોરબંદર થી રાણાવાવ 15 કિલોમીટર જ થાય છે તે સાયકલ પર પ્રવાસ કરેલ હતો જામવાનગુફા નો. જામવાન ગુફા બહુજ સરસ ને ઇતિહાસીક જગ્યા છે. રામાયણ ને મહાભારત સાથે જોડાયેલ કથા છે.
ભગવાન શ્રીરામને શ્રીકૃષ્ણને જામવાનની કથા જોડાયેલ છે. મેં સાંભળેલ વાત મુજબ રામાયણ મા જે જામવાન રિછ ભગવાન રામ લંકા ઉપર જીત મેળવી આવે તયારે બધા ને ભેટ આપે. હનુમાનજી ને ભેટ આપે તયારે હનુમાનજી મારા રોમ રોમ મા રામ સીતા છે એવું કહે છે, ને જામવાન રિછ ને ભેટ આપે તયારે જામવાન રીંછ કહે મારા મા બહુ તાકાત છે, ને મારે તમારા આગળ ના અવતારના દર્શન કરવા છે. તયારે શ્રીરામ કહે તમે કોઈ ગુફા મા ભક્તિ કરો ને મારા આગળ ના અવતાર ની રાહ જુવો.
જામવાન ભગવાન ના આગળ ના અવતાર ની રાહ જોવે છે (પોરબંદર રાણાવાવ ની બાજુમાં બરડો ડુંગર કેવાય ત્યાં ગુફામાં. તે ગુફા આજની જામવાન ગુફા છે. ત્યાં જવામાટે રાણાવાવ થી રીક્ષા મા જઈ શકાય ને રાણાવાવ રેલવેસ્ટેશન ની બાજુમાં જ હાથીસિમેન્ટ ફેકટરી ની બાજુમાં છે. બહુ રમણીય જગ્યા છે પોરબંદર થી 15 કિલોમીટર ના અંતરે આવેલ રાણાવાવ રેલવે સ્ટેશન પાસે) જામવાન રીંછ ગુફા મા પ્રભુ ભજન કરે ને સમય જતાં
ભગવાન શ્રી ક્રિષ્ન નો અવતાર થાય છે ને ભગવાન દ્વારકા મા રાજકરે છે.
ભગવાન પર સ્વમનતક મણિ લઈ જવાનો આરોપ આવે છે. શ્રીકૃષ્ણ કહે મેં લીધી નથી ને પ્રતિજ્ઞા કરે કે મણિ પાછી ના લઈ આવું ત્યાં સુધી હું દ્વારકા આવીશ નહીં અને ભગવાન શ્રી કૃષ્ણ મણીના ચોરને પકડવા નીકળે છે ને આગળ ચાલતા મણીના ચોર મ રેલ પડેલ છે પણ મણિ નથી. ત્યાંથી સિંહના પગના નિશાન મળે સિંહના પગના નિશાન પર ચાલતા થોડે દુર સિંહ મરેલ છે ને મણિ નથી. ત્યાં થી રીંછ ના પગ ના નિશાન છે.
રીંછ ના પગના નિશાન પર ચાલતા ચાલતા બરડા ડુંગર જે રાણાવાવ પોરબંદર મા આવેલ છે ત્યાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ તો જાણતા હતા કે જામવાન ને મોક્ષ આપવાનો સમય થઇ ગયો છે ત્યાં ગુફામાં શ્રી કૃષ્ણ ભગવાન જાય છે ને તેની સે નાને કહે છે, હું ના કહું ત્યાં સુધી કોઈ અંદર આવતા નહીં. અંદર જામવાન રીંછ ની દીકરી જામવંતી મણિ હાથમાં રાખી ને રમે છે.
ભગવાન જામવંતી ના હાથમાં થી મણિ લઈ લે છે ને જામવંતી દેકારો કરે છે ત્યાં જામવાન આ જામવંતી નો અવાજ સાંભળી ને જલ્દી આવે છે ને ભગવાન શ્રીકૃષ્ણ ને જામવાન નું યુ ધથાય છે. પુરા અઢાર દિવસ યુ ધચાલે છે ગુફાની બાર સે ના ચિંતા કરે કે આજે અઢાર દિવસ થઈ ગયા શ્રી કૃષ્ણ ભગવાન કેમ આવિયા નહીં કે કોઈ ને પણ બોલાવીયા નહિ. અઢાર મેં દિવસે શ્રીકૃષ્ણ ભગવાન ને જામવાન રીંછ ને હરાવી ને કહું કે હવે તારામાં તાકાત છે તયારે જામવાન કહે તમે આવશો પ્રભુ મને ખાતરી હતી, ભૂલી નથી ગયા વચન.
તયારે ભગવાન શ્રી કૃષ્ણ કહે જામવાન હું તારી ભક્તિ થી પ્રસન્ન છું માગ. તયારે જામવાન કહે પ્રભુ મારે તમારું રામનું સ્વરૂપ ના દર્શન કરવા છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમનું રામાયણ ના રામ ના સ્વરૂપ ના દર્શન કરાવે છે ને કહે કે હવે માગો વરદાન. જામવાન કહે પ્રભુ મને તમારા મા સમાવી લ્યો ને મારી એક ઇરછા પુરી કરો, મારી દીકરી જામવંતી સાથે વિવાહ કરો ને તમારી સેવામાં રાખો.
શ્રી કૃષ્ણ ભગવાને નારદજી નું આહવાન કરી ને બોલાવે છે ને જામવંતી સાથે ભગવાન શિવ ની સાક્ષી એ ગુફામાં નારદજી વિવાહ કરાવે છે. ને જે જામવંતી રાની તેજ જામવાન રીંછ ની દીકરી. પછી શ્રીકૃષ્ણ ભગવાન નારદજીને કહે, તમે દ્વારકા જાવ કોઈ ને કહેતા નહીં કે શ્રીકૃષ્ણ રીંછડી સાથે વિવાહ કરીને આવે છે. આ વાત દ્વારકા ની બારોબાર ડાટીદેજો. નારદજી કે ભલે. ( આપડે કોઈ ને ના પડીએ કે આવાત કોઈ ને કહેશો નહીં તો તે વાત વધુ ફેલાશે )
નારદજી તો દ્વારકા જઇ ને દ્વારકા ની બરોબર એક નાનો ખાડો કરતા હતા. ત્યાં કોઈ ને કોઈ તેને પૂછે છે કે આ શુ કરો છો? નારદજી તો નારદજી. જવાબ આપે છે કે આતો ભગવાન શ્રીકૃષ્ણ રીંછડી ને સાથે વિવાહ કરી ને આવે છે તે વાત મને દ્વારકા મા કોઈ ને કેવાની શ્રી કૃષ્ણ ભગવાને ના પાડી ને કહું કે આ વાત દ્વારકાની બરોબર દાટીદેજો. હું વાત અહીં ખાડા મા દાટીદાવ છું.
થોડીવાર માં તો આખા દ્વારકા મા આવાત વાયુવેગે ફેલાઈ ગઈ ને દ્વારકા ની જનતા વિચાર કરે કે ભગવાન સ્રી ને નહીં ને રીંછડી ને પરણી ને આવે તે કેવિ હસે? દ્વારકા ની બારે તો આખું દ્વારકા ભગવાન ને ને રિછડી ને જોવા આવિયા. ભગવાન આવેછે ને દૂરથી તો માણસ મેળા ની જેમ દેખાય છે તયારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા ના પાછળના રસ્તે આવે છે ને ગોમતી નદીમાં ઉતરે છે. જેવા ગોમતી નદીમાં ઉતરે છે સાથે જામવંતી ગોમતી નદીમાં ઉતરે છે ને સોળ વરસ ની સુંદરી થઈ જાય છે. ગોમતી નદી નો મહિમા અપાર છે.
મિત્રો આ જામવંતી ગુફા વિસે ની શ્રી કૃષ્ણ ભગવાન ની લીલા ની વાત થઈ ને રાણાવાવ પોરબંદર થઈ ને પણ જવાય છે. રાજકોટ અમદાવાદ થઈ ને આવો તો રાણાવાવ પહેલા આવે ત્યાં થીં રીક્ષા દ્વારા જઈ શકાય ટ્રેન મા આવતા હોય તો રાણાવાવ સ્ટેશન થઈ ને જવાય. બે કિલો મીટર જેટલું અંતર થાય.
જામવાન ગુફા ના દર્શન કરવા જેવા છે એક લ્હાવો છે. ત્યાં રેવા ની સગવડ છે. ત્યાં બહુજ સરસ સેવા ભાવિ દરેક જ્ઞાતિ ના માનસો સેવા આપે છે. જામવંતી ને શ્રી કૃષ્ણ પ્રભુ નું મંદિર છે, જામવાન ગુફા છે, ગુફામા શિવલિંગ છે ઉપર થી પાણી ના ટીપા ટપકે છે. ગુફાની અંદર ની રેતી સોના જેવી ચમકે છે. ત્યાં સાધુ મહંત શ્રી જે જીવતા સમાધિ લીધી રામેશ્વરબાપુ તેનું મંદિર છે. ત્યાં ઘડિયાળ રૂમ છે ત્યાં દર્શન કરવા જેવું ને રમણીય સ્થળ છે. શાન્તિ આપે આત્માને તેવી જગ્યા છે.
મિત્રો જરૂર દર્શન કરવા જાજો. જામવાન ગુફા ના કાર્યકર્તા ભાઈઓ ને મહંત શ્રી ને જય શ્રી કૃષ્ણ કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરશો.
લેખક – ભરત. શીંગડીયા “જય માતાજી ”
(સો.પ્રજાપતિ ) 8/7/2020 (અમર કથાઓ ગ્રુપ)