‘રણછોડ’ ભાગ 3 : વિકદ્રુએ કરી હતી શ્રીકૃષ્ણ અને બલરામનું બલિદાન આપવાની વાત, વાંચો સમગ્ર ઘટનાક્રમ.

0
531

ભાગ 1 અને 2 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

ભાગ 2 માં આપણે જાણ્યું કે, શકુનીને કારણે ધૃતરાષ્ટ્ર તેમની મદદ માંગવા આવેલા અક્રુરજીને મદદ કરવાની ના કહી દે છે. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

“અર્થાત પ્રભુ, ધર્મરાજા પણ ઋષિ-કોપ અને શ્રાપદોષથી અલિપ્ત નથી રહ્યા?” મહાલક્ષ્મીએ માંડવ્ય ઋષિના યમરાજને શ્રાપ વિશે શ્રીહરીને પ્રશ્ન કર્યો.

“દેવી, આ જ પ્રશ્ન અક્રુરજીએ પણ કૃષ્ણને પૂછ્યો હતો. તો હા, ન્યાય તોલવામાં ભૂલથાપ ખાઈ જવાય એ તો દેવતાઓને પણ ના પાલવે. પણ પછી જો કે, વિદુરસ્વરૂપે તેઓ ધર્મપક્ષે રહી પાંડવોને ઘણું પીઠબળ દેતા રહ્યા, અને આમ પોતાનો શાપિત અવતાર પણ તેઓએ સફળ બનાવ્યો.” શ્રીવિષ્ણુએ વિદુરજીની પ્રશંસા કરતા બોલ્યા.

“ઉપરાંત સ્વામી, હસ્તિનાપુર અને મથુરાના સંબંધો ઉષ્માહીન કેમ રહ્યા એ હવે ખ્યાલ આવે છે.”

“પાંડુ રાજાના ગયા બાદ કુંતીજીની જેમ જ, મથુરાનું મહત્વ પણ દિન પ્રતિદિન ઘટતું જ ગયું હતું. એનું એકમાત્ર કારણ એ જ કહી શકાય કે મથુરા કુંતીજીનું માતૃરાજ્ય હતું, એમનું પિયર હતું.” શ્રીવિષ્ણુએ સામાન્ય તર્કની વાત બતાવી.

“તો પછી એ જ કારણ ગણાય પ્રભુ, કે ધૃતરાષ્ટ્રજી મથુરાને સૈન્યસહાય આપતા અચકાય.”

“એક તો દેવી, પહેલેથી જ એમનું મન પાછું પડતું હોય, તેમાં વળી શકુની કાન ભંભેરે એટલે બીજું શું પરિણામ આવે..! સાંભળો આગળ..

હસ્તિનાપુરથી પાછા ફરેલા અક્રુરજીએ ધૃતરાષ્ટ્રની નામરજી વિશેની માહિતી કૃષ્ણને આપી.

એટલે કૃષ્ણ બોલ્યા- “જો હસ્તિનાપુરે સહાયને નકારી દીધી છે, તો હવે મથુરાના રક્ષણ માટે શું પ્રબંધ કરવા ધારો છો?”

“પ્રભુ! તમે જ્યાં છો ત્યારે મથુરાનું રક્ષણ કરવા હું કોણ છું? તેથી હું તેની ચિંતા કરતો નથી. અમે ફક્ત તમારી આજ્ઞાપાલન કરીશું.” -અક્રુરજીએ વિનમ્રતાથી જવાબ આપ્યો.

“વારુ.. ત્યારે મને કહો કે જરાસંધની સેના ક્યાં સુધી આવી છે?” -કૃષ્ણે પૂછ્યું એટલે અક્રુરજીએ વિસ્તારમાં સમજાવ્યું- “તેની સેના મથુરાની નજીક આવી ગઈ છે. આજે રાત્રે તેનો પડાવ મથુરાથી ત્રીસ કૉસ દૂર યમુનાના કાંઠે રહેશે. ત્યાં રોકાઈને, તે અને તેના સાથીઓ મથુરા પર આ કર મણ કરવાની યોજના ઘડશે. મારા ગુપ્તચરો ત્યાં છે અને આવતી કાલ સુધીમાં અમને તેની યોજનાનો સંપૂર્ણ સમાચાર મળી જશે.”

બીજી તરફ, જરાસંધની શિબિરમાં, તેનાં સેનાપતિ વર્ધકરાયે જરાસંધને ગુપ્ત બાતમી આપી- “આપણા ગુપ્તચરે આપેલી માહિતી મુજબ હસ્તિનાપુરની સૈના મથુરાની સહાય માટે નથી આવી રહી. મહારાજ ધૃતરાષ્ટ્ર કહે છે કે મગધરાજ જરાસંધે અમારું કંઈ બગાડ્યું નહીં. તેથી, અમે મગધસમ્રાટની, કારણ વિનાની દુશ્મની કરવા નથી માંગતા.”

આ સાંભળીને જરાસંધ અને તેના સાથી રાજા પ્રસન્ન થયા.

જરાસંધના એક સહયોગી, એવા રાજા શલ્યએ ખુશાલી વ્યક્ત કરી- “મથુરાની સેના હવે તો એક દિવસ પણ આપણો સામનો કરી નહીં શકે. અર્થાત મહારાજ, મથુરા તમારા હાથમાં આવી ગઈ છે એમ સમજો. તે પછી આપણી પાસે બે વિકલ્પો રહેશે મથુરાને ખેદાનમેદાન કરી તેનો સંપૂર્ણપણે નાશ કરવો અથવા બીજું એ કે, જો મથુરા જેવું સુંદર, સમૃદ્ધ અને વસ્યુવસાવેલું શહેર જો તમારા રાજ્યમાં ભળી જાય તો તમારું સામ્રાજ્ય વધશે અને સમૃદ્ધ થશે.

અને જ્યાં સુધી કંસના અંતના બદલાની વાત છે, તો પેલા બે ગોવાળીયાઓ કૃષ્ણ અને બલારામને શૂ ળીએ ચડાવી દેવા એ જ પર્યાપ્ત રહેશે. કારણ કે કંસરાજાના અંત કરનારા તો એ બન્ને જ છે, એમાં પ્રજાનો શું વાંક છે?”

“પ્રજાનો દોષ તો છે જ, મહારાજ શલ્ય. તેમનો વાંક એ કે તેઓએ પેલા કૃષ્ણનો જયજયકાર બોલાવ્યો હતો.” -જરાસંધે પોતાનો મત વ્યક્ત કર્યો.

“પ્રજા તો દરેક વિજેતાનો જયજયકાર કરે જ છે. કાલે જ્યારે તમે જીતશો, ત્યારે તે જ લોકો તમારોય જયજયકાર કરશે. આ તો પ્રજાનો સ્વભાવ હોય છે. તેથી જ રાજનીતિ કહે છે કે સામાન્ય પ્રજાના અંતથી કોઈ ફાયદો નથી. પણ તેમને દંડિત કરવાની અન્ય રીતો છે. તેમનો કર એટલો વધારી મુકવો કે તેઓ જીવનભર રાજ્યની તિજોરી ભરતા રહે. જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી તમારા દાસ તરીકે જીવશે અને જ્યારે થાકશે ત્યારે આપમેળે જ દુનિયામાંથી વિદાય લઈને જતા રહેશે.” -રાજા શલ્યએ સામી દલીલ કરી.

આ સાંભળી જરાસંધના બધા સહયોગી રાજાઓ શલ્ય સાથે સહમત થયા.

“અક્રુર, શુરસેન અને ઉગ્રસેનનું શું થશે?” -અન્ય એક રાજા બાણાસુરે પૂછ્યું.

“તેઓને સાંકળોથી બાંધીને રાજકારાગૃહમાં મોકલવામાં આવે.” -રાજા શલ્યે પોતાનો મત આપ્યો.

“ઠીક છે. તમારી યોજના મને ખૂબ જ યોગ્ય લાગી.” -જરાસંધ બોલ્યો.

અને પછી તેણે તેનાં સેનાપતિ વર્ધકને કહ્યું- “તમે મારો લેખ લો અને મથુરા મોકલાવી દો. એમાં લખો કે- મહારાજા કંસનો અંત કરીને તમે જે કર્મ કર્યા છે તેની સજા ફક્ત એક જ છે કે મથુરામાં રહેતા દરેક નગરજનને શૂ ળીએ ચડાવી દેવો. અને સમગ્ર મથુરા શહેરનો આ ગમાં નાશ કરી દેવો, કે જેથી મથુરા શહેર અને તેના રહેવાસીઓનું નામ ઇતિહાસના પાના પરથી કાયમ માટે ભૂંસાઈ જાય, અને અમે આ કાર્યો ફક્ત એક જ દિવસમાં કરી શકીએ કારણ કે આ સમયે અમારી પાસે ત્રેવીસ અક્ષોહિણી સૈન્ય છે, કે જેનાં ભયથી હસ્તિનાપુરના કૌરવોએ પણ તમારી સહાયતા કરવાનો ઇન્કાર કરી દીધો છે.

પણ તમારી આ લા ચાર અને કરુણ સ્થિતિને જોઈને મથુરાના લોકો પર દયા આવે છે કે તેમનો રાજા આજે તેમનું રક્ષણ કરી શકવા સમર્થ નથી. તેથી અમે મથુરાવાસીઓને એક શરતે ક્ષમા કરી શકીએ છીએ, કે કૃષ્ણ બલરામને અમારે હવાલે કરી દો. આ બે સિવાય, જે કોઈ અમારે શરણે આવશે એ સર્વેને ક્ષમા કરી દેવામાં આવશે પણ જો કોઈએ અમારી સામે માથું ઊંચક્યું તો એ મા થું ક ચડી નાખવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે તમે સમજદારીથી કામ કરશો અને અમારી આજ્ઞાનું પાલન કરશો. તમારા જીવનને બચાવવા માટેની આ છેલ્લી તક છે. જો આવતીકાલ સુધી અમારી આજ્ઞાનું પાલન કરવામાં નહીં આવે તો અમારી સૈ ન્ય મથુરા પરહુ મલો કરશે.”

આ લેખ મળતા જ અક્રૂરજીએ મથુરાના દરબારમાં એ વાંચી સંભળાવ્યો

“આ તો કોઈ પ્રકારની સંધિ નથી, પરંતુ એક આજ્ઞા જ છે, અને આદેશ એ છે કે યુ ધપહેલાં જ આપણું માથું તેમના ચરણોમાં મૂકી દેવું.” -એક દરબારી બોલી ઉઠ્યો.

“આપણે શું હાથમાં બંગડીઓ પહેરી છે કે આપણે આત્મસમર્પણ કરી દઈએ?” -બીજો દરબારી બરાડી ઉઠ્યો.

ત્યારે વસુદેવજી ઉભા થઈને બોલ્યા- “મહારાજ આપણી સામે માત્ર બે જ માર્ગ છે. એક જીવવું અને એકમ રવું. જો તમે અપમાનથી ભરેલું જીવન જીવવા માંગતા હો, તો પછી એ આ કર મણખોરના પગમાં મસ્તક મુકી દેવું કે જેને તેઓ ઇચ્છે ત્યારે ઠેબું મા રતા રહે અને જો આપણને આપણા રાજ્ય અને યાદવકુળનું કોઈ માન હોય તો ક્ષત્રિયધર્મ એ જ કહે છે કે આપણી માટી માટે આપણા જીવનની આહુતિ આપી દેવી.”

પણ ત્યાં જ વિકદ્રુ નામનો એક સરદાર ઉભો થયો અને બોલ્યો- “આવા બલિદાન આપવા વ્યર્થ જાય છે, કે જે ફક્ત જોશમાં આવીને અપાઈ જાય છે. શાસ્ત્ર કહે છે કે જો કોઈ પ્રાણીના બલિ દાનથી આખા કુળને બચાવી શકાતું હોય, તો તેનું જ બલિ દાન આપી દેવું જોઈએ.”

આ સાંભળીને કૃષ્ણે બલરામ તરફ નજર કરી, અને બલરામ સાનમાં સમજી ગયા.

સરદાર વિકદ્રુ પછી આગળ બોલ્યો- “તે જ રીતે કોઈ ગામને બચાવવા કુટુંબનું અને સમસ્ત રાજ્યને બચાવવા કોઈ ગામનું બલિ ચડાવવું પડે તો તેમ જ કરવું જોઈએ. અને આ સમયે આ જ પરિસ્થિતિ છે. જરાસંધના પત્રની મૂળ વાત પર તો કોઈએ હજુ પોતાનો મત વ્યક્ત કર્યો જ નથી. તેમની માંગ સ્પષ્ટ છે કે જો કૃષ્ણ અને બલારામ તેમને સોંપી દઈએ તો તે બાકી બીજા બધાને છોડી દેશે.”

આ સાંભળીને બધા ચોંકી ગયા. પણ વિકદ્રુએ બોલવાનું ચાલુ રાખ્યું. તેણે સભાને પૂછ્યું- “બહાદુરી અને બલિદાનની મહાન વાતોને એક બાજુ મૂકીને આપણે ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ, કે શું આપણે કૃષ્ણ અને બલરામનું બલિદાન આપી શકીએ કે નહીં?”

આ સાંભળીને શુરસેન અને વાસુદેવ અસ્વસ્થ થઈ ગયા. પણ એની પરવા કર્યા વગર વિકદ્રુ, કૃષ્ણ તરફ નજર કરીને બોલ્યો- “પ્રથમ હું કૃષ્ણને પૂછવા માંગું છું, કે આ વિષય પર એ બંને ભાઈઓનો અભિપ્રાય શું છે?”

(ક્રમશ:)

ભાગ 1 અને 2 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)