જાણો કોણ હતી રાણી મલ્લમ્મા જેમણે છત્રપતિ શિવાજી મહારાજને હરાવ્યા હતા.

0
846

રાણી મલ્લમ્મા ભારતીય ઈતિહાસની પહેલી શાસક જેમણે મહિલાઓની અલગ બટાલીયન તૈયાર કરી હતી.

રાણી મલ્લમ્મા આ નામ કદાચ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પણ ભારતીય ઈતિહાસમાં આજે પણ તેને યો ધા રાણી તરીકે યાદ કરવામાં આવે છે. રાણી મલ્લમ્મા પોતાના શોર્ય અને વીરતા માટે ઓળખાય છે. તે એક નીડર યો ધા હતી જેના સાહસ આગળ મોટા મોટા યો ધા પણ હાર માની લેતા હતા.

કોણ હતી રાણી મલ્લમ્મા?

રાણી મલ્લમ્માનું આખું નામ બેલાવડી મલ્લમ્મા હતું. તે કર્ણાટકના બેલગાવી જીલ્લાના બૈલહોંગલની મહારાણી હતી. રાણી મલ્લમ્મા રાજા મધુલિંગા નાયકની દીકરી હતી. તેમના પતિનું નામ રાજા ઈશાપ્રભુ હતું. રાણી મલ્લમ્માને સાવિત્રીદેવીના નામથી પણ ઓળખવામાં આવે છે, જે છત્રપતિ શિવાજી મહારાજ સાથે લડી હતી.

રાણી મલ્લમ્મા ભારતીય ઈતિહાસની પહેલી શાસક હતી જેણે મહિલાઓની અલગ યુ ધ બટાલીયન તૈયાર કરી હતી. તેમની એ બટાલીયન યુ ધ કૌશલ્યમાં નિપુણ હતી. આ બટાલીયનની મહિલાઓ સાડી પહેરી અને હાથમાં તર વાર લઇ પોતાના ઘોડા સાથે યુ ધકરતી હતી અને રાણી મલ્લમ્મા તેમનું નેતૃત્વ કરતી હતી.

રાણી બેલાવડી મલ્લમ્મામાં એટલું સાહસ હતું કે તે મોટા મોટા યો ધા સામે ભારે પડતી હતી. પછી ભલે તે અંગ્રેજ હોય કે પછી મુગલ કે કોઈ હિંદુ શાસક. 17 મી સદીમાં રાણી મલ્લમ્માની નિર્ભયતા અને નીડરતાથી દરેક પરિચિત હતા. તેમના રાજ્ય ઉપર આક્રમણ કરવા વાળાને તે પોતાની મહિલા બટાલીયનની મદદથી પરાસ્ત કરવાનું સાહસ ધરાવતી હતી.

રાણી મલ્લમ્મા એક એવી રાજપૂત યો ધા હતી જેમનાથી બ્રિટીશ શાસક જ નહિ, પણ છત્રપતિ શિવાજી મહારાજ અને મુગલ પણ ડરતા હતા. ભારતીય ઈતિહાસમાં અમુક જ યો ધા હતા જેમણે રાણી મલ્લમ્મા સાથે યુ ધક રવાનું સાહસ બતાવ્યું. છત્રપતિ શિવાજી મહારાજ તેમાંથી એક હતા.

ઈતિહાસકાર જદુનાથ સરકારે છત્રપતિ શિવાજી મહારાજની જીવનીમાં રાણી મલ્લમ્મા અને શિવાજી મહારાજ વચ્ચે 27 દિવસ સુધી ચાલેલાયુ ધનું વર્ણન કર્યું છે. તે દરમિયાન રાણી મલ્લમ્માના પતિ ઈશાપ્રભુ લ ડ તા લ ડતા વીરગતિને પ્રાપ્ત થયા, પણ રાણી તેમની મહિલા બટાલીયન સાથે લ ડતી રહી. આયુ ધમાં રાણી મલ્લમ્માએ શિવાજી મહારાજને હરાવી દીધા હતા.

છત્રપતિ શિવાજી મહારાજ યુ **ધમાં હારી ગયા છતાં પણ રાણી મલ્લમ્માની વીરતા અને સાહસથી તે અચંબીત હતા. તે દરમિયાન રાણી મલ્લમ્માએ પોતાની મહિલા યો ધાઓ સાથે યુ ધમાં મરાઠા સૈ નિકો દ્વારા કરવામાં આવેલી અસભ્યતાની ફરિયાદ શિવાજી મહારાજને કરી હતી. અને મહારાજે તેમના સૈ નિકોને સજા પણ આપી હતી. શિવાજી મહારાજના આ વર્તનથી ખુશ થઈને રાણી મલ્લમ્માએ કર્ણાટકના યાડવાડ હનુમાન મંદિરમાં તેમની એક મૂર્તિ સ્થાપિત કરી જે આજે પણ જોઈ શકાય છે.

ઈતિહાસના ઘણા પુસ્તકોમાં રાણી મલ્લમ્મા અને શિવાજી મહારાજ વચ્ચે યુ **ધનું વર્ણન છે જેમાં રાણીએ મહારાજને હરાવ્યા હતા. લેખક શિવા વસાવા શાસ્ત્રીએ પણ તેમના પુસ્તક ‘Tharaturi Panchamara Itihasa’ માં રાણી મલ્લમ્મા અને શિવાજી મહારાજ વચ્ચે થયેલા યુ **ધનું વર્ણન કર્યું છે. તે ઉપરાંત રાણી મલ્લમ્માના શિક્ષક શંકર ભટુરુ દ્વારા લેખિત સંસ્કૃતના પુસ્તક સુધારનવમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.