રાણીના પદનું અભિમાન ઉતારવા શ્રીજીબાવાએ કરી હતી આવી અદ્દભુત લીલા કરી, વાંચો અદ્દભુત પ્રસંગ.

0
834

શ્રીનાથજીબાવા જ્યારે ગોવર્ધન પર્વત પર બિરાજતા હતા, ત્યારનો એક પ્રસંગ છે. અનેક લોકો દર્શને આવતા હતા.

એક વખત કોઈ પ્રદેશના રાજા- રાણી શ્રીજીબાવાના દર્શને આવ્યા.

રાણીને પડદાનો રિવાજ. રાજાએ વિનંતી કરી કે રાણી દર્શન કરે, ત્યારે બીજા કોઈ મંદિરમાં ના આવે.

ઉદારતાને લઈને રાજાની વિનંતી સ્વીકારાઈ, શૃંગારના દર્શન નો ટાઈમ થયો, મુખ્ય દરવાજા બંધ રાખી રાણી એકલાને અંદર દર્શન કરવા લાવવામાં આવ્યા.

લોકો બહાર દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. ખૂબ ભીડ હતી.

શ્રીજીબાવા તો વ્રજના રાજકુમાર! રાણીના પદનું અભિમાન ઉતારવા અદ્દભુત લીલા કરી.

શ્રીઠાકોરજીની સન્મુખ તો દાસભાવથી જવાય, અધિકારના અભિમાનથી ના જવાય.

રાણી તો દર્શન કરવામાં મગ્ન હતા. શ્રીજીબાવાએ હાથ લંબાવ્યો, મોટા દરવાજાની સાંકળ ખોલી નાંખી. બહાર ઉભેલા આતુર લોકો દર્શન ખુલ્યા સમજી, દોડ્યા.

રાણીજી ભીડમાં ભીંસયા, અથડાયા, રાણીપદનું અભિમાન પ્રભુ દરબારમાં કેટલું ટકે?

પરમાનંદદાસજી તે સમયે કીર્તન સેવા આપી રહયા હતા. તેમને બાલલીલામાં આસક્તિ, અષ્ટસખાઓ પ્રભુની અલૌકિક લીલાઓ આંખે દેખીને ગાનારા.

આ વિચિત્ર લીલા જોઈ, રાણીની દશા જોઈ, દયા આવી. પ્રભુને સંભળાવ્યું, “कौन यह खेलवेकि बान” આ તે કેવી રમવાની રીત?

શ્રીવલ્લભચાર્યજી તે વખતે ત્યાં હતાં, તેમણે પરમાનંદદાસને ટોકયા. પરમાનંદદાસ! તમે તો દાસ છો, દાસથી દોષ ન જોવાય. પ્રભુ જે કરે તે સારા માટે જ હોય, તેમ સમજવું.

સખ્ય ભક્તિ પ્રભુ આપે, તો સમાનભાવે આવું કહી શકાય, પણ તમે તો પ્રભુના દાસ છો, તેથી પ્રભુને કહેવું હોય તો એવું કહેવાય “भली यह खेलवेकी बान” શ્રીમહાપ્રભુજી જ નિજ ભક્તોને સન્મતિ આપે, અને દોષોથી બચાવે.

શ્રીવલ્લભના શરણે જઈ રહીયે આનંદમાં.

– સાભાર કુંજન પટેલ પરસાણીયા (અમર કથાઓ ગ્રુપ)