“રાણો રાણાની રીતે” વાંચો કાળુભાઈ ગઢવીની અદ્દભુત રચના.

0
5344

નથી કરવી કોઈનો હાજી રે,

કરવો એકલિંગજી રાજી રે ,

અકબર તુ સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે ,

રાણો મારો રાણા ની રીતે રે

રાણો મારો રાણા ની રીતે રે,

કેહર ને તુ કાય નો કેતો રે,

રેજે અકબર તુ છેટો રે,

ભુજાળા નો થયગ્યો ભેટો

વાર પેલા જીવ ભાગશે બીકે રે,

રાણો મારો રાણા ની રીતે રે,

રાણો મારો રાણા ની રીતે રે,

રાખી રાજપૂત ની રીતુ રે,

રુદીયે અણનમ ની પ્રીતુ રે,

મેવાડી મોભ છે રાણો,

જીવતો ઇ સ્વાભિમાન ની સાથે રે ,

રાણો મારો રાણા ની રીતે રે,

રાણો મારો રાણા ની રીતે રે.

કવિ – કાળુભાઈ ગઢવી

– સાભાર જાહલબ સોલંકી (અમર કથાઓ ગ્રુપ)